T20 વર્લ્ડ કપ 2024 માટે ઇરફાન પઠાણે ભારતીય ટીમની કરી પસંદગી, વિરાટ કોહલી અને ઋષભ પંત વિશે કહી મોટી વાત

ઈરફાન પઠાણે T20 વર્લ્ડ કપ 2024 માટે પોતાની મનપસંદ ભારતીય ટીમ પસંદ કરી છે. તેણે વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને સ્થાન આપ્યું ન હતું. આ સાથે જ તેણે વિરાટ કોહલી અને ઋષભ પંત વિશે એક મોટી વાત કહી.

T20 વર્લ્ડ કપ 2024 માટે ઇરફાન પઠાણે ભારતીય ટીમની કરી પસંદગી, વિરાટ કોહલી અને ઋષભ પંત વિશે કહી મોટી વાત
Follow Us:
| Updated on: Apr 01, 2024 | 7:22 PM

T20 વર્લ્ડ કપ 2024 જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએની ધરતી પર આયોજિત થવાનો છે. રોહિત શર્મા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે. ભૂતપૂર્વ અનુભવી ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે આગામી વર્લ્ડ કપ માટે પોતાની મનપસંદ ભારતીય ટીમ પસંદ કરી છે. ‘હિટમેન’ રોહિત ઉપરાંત તેણે વિરાટ કોહલી, ઋષભ પંત અને હાર્દિક પંડ્યા જેવા મજબૂત ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.

કોહલીના સ્ટ્રાઈક રેટને લઈને ચાલી રહી છે ચર્ચા

પઠાણ 2007માં ટી20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો ભાગ હતો. પઠાણે ESPNcricinfo પર પસંદગીની ટીમ જાહેર કરી. તેણે કોહલીના સ્ટ્રાઈક રેટને લઈને ચાલી રહેલી ચર્ચા પર ધ્યાન ન આપવાની સલાહ આપી હતી. પઠાણે કહ્યું, “કોહલી મોટી ટૂર્નામેન્ટ માટે મહત્વપૂર્ણ છે.”

IPL 2024 માં પંતનું પ્રદર્શન પર નજર

તમને જણાવી દઈએ કે થોડા અઠવાડિયા પહેલા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોહલીને T20 વર્લ્ડ કપમાંથી બહાર કરવામાં આવી શકે છે કારણ કે તે ટૂંકા ફોર્મેટની માંગને પૂર્ણ કરવામાં અસમર્થ છે. તે જ સમયે, પઠાણ કહે છે કે IPL 2024 માં પંત કેવું પ્રદર્શન કરે છે તેના પર ઘણું નિર્ભર રહેશે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

પંતનું ક્રિકેટમાં કમબેક

2022માં પંતનો કાર અકસ્માત થયો હતો. તે IPLની 17મી સીઝનથી સ્પર્ધાત્મક ક્રિકેટમાં પરત ફર્યો છે. પંતે તાજેતરમાં જ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તોફાની અર્ધસદી ફટકારીને પોતાની ક્ષમતા દર્શાવી હતી. પઠાણે કહ્યું, “પંત ખૂબ જ રોમાંચક ક્રિકેટર છે. તે ગમે ત્યારે મેચ પલટી શકે છે.

હાર્દિક અને રવિન્દ્ર જાડેજાને ઓલરાઉન્ડર

પઠાણે પંત, જીતેશ શર્માના અને કેએલ રાહુલ રૂપમાં ત્રણ વિકેટકીપરોને ટીમમાં પસંદ કર્યા છે, જેમાંથી માત્ર બેને જ તક મળે તેવી શક્યતા છે. પઠાણે ઈશાન કિશન અને સંજુ સેમસનને આઉટ કર્યા છે. તેણે લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને પણ રાખ્યો ન હતો. પઠાણે હાર્દિક અને રવિન્દ્ર જાડેજાને ઓલરાઉન્ડર તરીકે જ્યારે કુલદીપ યાદવ અને રવિ બિશ્નોઈને સ્પિન આક્રમણમાં સામેલ કર્યા છે. તેણે પેસ આક્રમણમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહસીન ખાન અને અર્શદીપ સિંહને જગ્યા આપી. મોહસિલ અને અર્શદીપમાંથી એકના આઉટ થવાની સંભાવના છે.

T20 વર્લ્ડ કપ 2024 માટે ઈરફાન પઠાણની મનપસંદ ભારતીય ટીમ: રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જીતેશ શર્મા/ ઋષભ પંત/ કેએલ રાહુલ, કુલદીપ યાદવ, રવીન્દ્ર યાદવ જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહસીન ખાન/અર્શદીપ સિંહ.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">