South Africa vs India 1st ODI Highlights : સુદર્શન અને અય્યરની અડધી સદીથી ભારતે પ્રથમ વનડેમાં દક્ષિણ આફ્રિકાને આઠ વિકેટે હરાવ્યુ હતુ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2023 | 6:09 PM

IND vs SA 1st ODI Highlights in Gujarati : જોહાનિસબર્ગના ન્યૂ વોન્ડરર્સ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેની ટીમ 116 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 16.4 ઓવરમાં 117 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારતે શ્રેણીમાં પણ 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

South Africa vs India 1st ODI Highlights : સુદર્શન અને અય્યરની અડધી સદીથી ભારતે પ્રથમ વનડેમાં દક્ષિણ આફ્રિકાને આઠ વિકેટે હરાવ્યુ હતુ
South Africa vs India

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રવિવાર (17 ડિસેમ્બર)થી ત્રણ મેચની ODI શ્રેણી શરૂ થઈ હતી. જોહાનિસબર્ગના ન્યૂ વોન્ડરર્સ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેની ટીમ 116 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 16.4 ઓવરમાં 117 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારતે શ્રેણીમાં પણ 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 Dec 2023 05:54 PM (IST)

    South Africa vs India : ભારતની શાનદાર જીત

    ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં જીત સાથે શરૂઆત કરી છે. આ વર્ષે વનડેમાં ભારતની આ 26મી જીત છે. ઓસ્ટ્રેલિયાએ 1999માં 26 મેચ જીતી હતી. કાંગારૂ ટીમે 2023માં 30 મેચ જીતી છે. ભારતે આફ્રિકન ટીમને હરાવીને શ્રેણીમાં 1-0ની મહત્વની લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી મેચ 19 ડિસેમ્બરે ગકબેરાહમાં રમાશે.

    ભારતે પાંચ વર્ષ બાદ દક્ષિણ આફ્રિકામાં વનડે જીતી છે. ટીમ ઈન્ડિયા છેલ્લે 2018માં સેન્ચુરિયન મેદાન પર જીતી હતી. ત્યાર બાદ 2022માં સતત ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

  • 17 Dec 2023 05:50 PM (IST)

    South Africa vs India : ભારતની શાનદાર જીત

    ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં જીત સાથે શરૂઆત કરી છે. આ વર્ષે વનડેમાં ભારતની આ 26મી જીત છે. ઓસ્ટ્રેલિયાએ 1999માં 26 મેચ જીતી હતી. કાંગારૂ ટીમે 2023માં 30 મેચ જીતી છે. ભારતે આફ્રિકન ટીમને હરાવીને શ્રેણીમાં 1-0ની મહત્વની લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી મેચ 19 ડિસેમ્બરે ગકબેરાહમાં રમાશે.

  • 17 Dec 2023 05:38 PM (IST)

    South Africa vs India : ફિફટી ફટકારી શ્રેયસ આઉટ

    સાઈ સુદર્શને પોતાની ડેબ્યુ મેચમાં અડધી સદી પૂરી કરી છે. તેણે 16મી ઓવરમાં 50 રનનો આંકડો પાર કર્યો હતો. તેના પછી શ્રેયસ અય્યરે પણ સિક્સર ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. તે 52 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તે એન્ડીલે ફેહલુકવાયોના બોલ પર ડેવિડ મિલરના હાથે કેચ આઉટ થયો હતો. શ્રેયસ અય્યર પર શાનદાર ફિફટી ફટકારીને આજની મેચમાં આઉટ થયો હતો.

  • 17 Dec 2023 05:31 PM (IST)

    South Africa vs India : ભારતની ઇનિંગ્સની 10 ઓવર પૂરી થઈ

    દક્ષિણ આફ્રિકા સામેની ભારતની ઇનિંગ્સની 10 ઓવર પૂરી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ એક વિકેટે 61 રન બનાવ્યા છે. શ્રેયસ અય્યર 28 અને સાઈ સુદર્શન 25 રન બનાવીને અણનમ છે. બંને બેટ્સમેનોએ બીજી વિકેટ માટે 38 રનની ભાગીદારી કરી હતી. ભારતે જીતવા માટે વધુ 56 રન બનાવવાના છે.

  • 17 Dec 2023 05:00 PM (IST)

    South Africa vs India : ઋતુરાજ 5 રન બનાવી આઉટ

    પ્રથમ વનડેમાં ઋતુરાજ ગાયકવાડનું બેટ ચાલ્યું ન હતું. તે 10 બોલમાં પાંચ રન બનાવીને આઉટ થયો હતો. ચોથી ઓવરના ચોથા બોલ પર વિયાન મુલ્ડરે તેને એલબીડબલ્યુ આઉટ કર્યો. ગાયકવાડના આઉટ થયા બાદ શ્રેયસ અય્યર ક્રિઝ પર આવ્યો હતો. ભારતે ચાર ઓવરમાં એક વિકેટે 28 રન બનાવ્યા છે. સાઈ સુદર્શન 16 અને શ્રેયસ અય્યર પાંચ રન બનાવીને અણનમ છે.

  • 17 Dec 2023 04:45 PM (IST)

    South Africa vs India : ભારતનો દાવ શરૂ થયો

    ભારતની ઇનિંગ્સ શરૂ થઈ ગઈ છે. સાઈ સુદર્શન અને ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગ કરવા આવ્યા છે. ભારતે બે ઓવરમાં કોઈપણ નુકશાન વિના 12 રન બનાવી લીધા છે. સાઈ સુદર્શન છ રન અને ઋતુરાજ પાંચ રન બનાવીને અણનમ છે. સાઈ સુદર્શને બાઉન્ડ્રી સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ છે.

  • 17 Dec 2023 04:18 PM (IST)

    South Africa vs India : સાઉથ આફ્રિકાની ઇનિંગ્સ 116 રન પર સમાપ્ત થઈ ગઈ હતી

    ભારતે દક્ષિણ આફ્રિકાને 27.3 ઓવરમાં 116 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ટીમ ઈન્ડિયા તરફથી અર્શદીપ સિંહે પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે અવેશ ખાને ચાર વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવે નન્દ્રા બર્જરને ક્લીન બોલિંગ કરીને આફ્રિકાની ઇનિંગ્સને સમેટી લીધી હતી.

    ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કર્યા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ જ ઓવરથી ભારતીય ઝડપી બોલરોથી પરેશાન હતી. ઇનિંગની બીજી ઓવરમાં જ અર્શદીપ સિંહે સતત બે બોલમાં બે વિકેટ ઝડપી હતી. આ ઓવરના ચોથા બોલ પર અર્શદીપે રીઝા હેન્ડ્રિક્સને બોલ્ડ કર્યો હતો. બોલ તેના બેટની બહારની કિનારી લઈને વિકેટ સાથે અથડાઈ ગયો. રિઝા ખાતું પણ ખોલાવી શકી ન હતી. આ પછી બીજા જ બોલ પર અર્શદીપે રાસી વાન ડેર ડુસેનને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. અર્શદીપે હેટ્રિકની તક ગુમાવી. ટોની ડીજ્યોર્જ સારા ટચમાં દેખાઈ રહ્યો હતો, પરંતુ અર્શદીપે તેને પણ પેવેલિયનમાં મોકલી દીધો. અર્શદીપે ટોની ડીજ્યોર્જને વિકેટકીપર રાહુલના હાથે કેચ કરાવ્યો હતો. તે 22 બોલમાં 28 રન બનાવી શક્યો હતો. આ પછી અર્શદીપે ઇનિંગની 10મી ઓવરના છેલ્લા બોલ પર હેનરિક ક્લાસેન (6)ને બોલ્ડ કર્યો હતો.

    અર્શદીપના પાયમાલ બાદ અવેશ ખાનની ઘાતક બોલિંગ જોવા મળી હતી. આફ્રિકન ઇનિંગ્સની 11મી ઓવરમાં અવેશ ખાન હેટ્રિક લેવાનું ચૂકી ગયો હતો. તેણે પ્રથમ બે બોલ પર એડન માર્કરમ અને વિયાન મુલ્ડરને પેવેલિયન મોકલી દીધા હતા. ત્યાર બાદ અવેશે ડેવિડ મિલરને વિકેટકીપર રાહુલના હાથે કેચ કરાવ્યો હતો. મિલર બે રન બનાવી શક્યો હતો. આ પછી તેણે કેશવ મહારાજ (4)ને પોતાનો ચોથો શિકાર બનાવ્યો. અર્શદીપને ઇનિંગની 26મી ઓવરમાં પાંચમી સફળતા મળી હતી. તેણે મેદાન પર સ્થાયી થયેલા એન્ડીલે ફેહલુકવાયોને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. તે 49 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે છેલ્લી વિકેટ કુલદીપે લીધી હતી. અવેશ પાંચ વિકેટ લઈ શક્યો નહોતો.

  • 17 Dec 2023 03:44 PM (IST)

    South Africa vs India : સાઉથ આફ્રીકાએ ગુમાવી 9મી વિકેટ

    સાઉથ આફ્રીકાની ટીમે 101ના સ્કોર પર નવમી વિકેટ ગુમાવી છે.અર્શદીપ સિંહે આજની મેચમાં પાંચમી વિકેટ ઝડપી છે. અર્શદીપ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલીવાર ફાઈવ વિકેટ હોલ લીધો છે.અર્શદીપ સિંહ પહેલા સુનિલ જોશીએ 1999માં, યુઝવેન્દ્ર ચહલે 2018માં અને જાડેજાએ 2023માં સાઉથ આફ્રીકા સામે 5 વિકેટ લીધી હતી.

  • 17 Dec 2023 03:38 PM (IST)

    South Africa vs India : મેચમાં સાઉથ આફ્રીકાની વાપસી

    Andile Phehlukwayo અને Nandre Burger હાલમાં સાઉથ આફ્રીકાની ઈનિંગ સંભાળી રહ્યા છે. Andile Phehlukwayo 32 રન અને Nandre Burger 4 રન સાથે ક્રીઝ પર છે. સાઉથ આફ્રીકાનો સ્કોર 24 ઓવરમાં 8 વિકેટ સાથે 99 રન.

  • 17 Dec 2023 03:03 PM (IST)

    IND vs SA Live Update: આવેશ ખાનને ચોથી સફળતા, મહારાજ આઉટ

    આવેશ ખાને ચોથી સફળતા મેળવી છે. આમ દક્ષિણ આફ્રિકાએ 8મી વિકેટ ગુમાવી છે. કેશવ મહારાજના રુપમાં 8મી વિકેટ ગુમાવી છે.

  • 17 Dec 2023 02:54 PM (IST)

    IND vs SA 1st ODI: લાંબા સમય બાદ બાઉન્ડરી

    આવેશ ખાન 15મી ઓવર લઈને આવ્યો છે. ઓવરના બીજા બોલ પર કેશવ મહારાજે બાઉન્ડરી ફટકારી હતી. ઓપ સ્ટંપ જઈને બેકફુટ પર જઈ મહારાજે ડ્રાઈવ કરી ચાર રન મેળવ્યા હતા.

  • 17 Dec 2023 02:44 PM (IST)

    IND vs SA Live Update: આવેશ ખાને ત્રીજો શિકાર ઝડપ્યો

    ડેવિડ મિલર માત્ર 2 રન નોંધાવીને વિકેટ ગુમાવીને પરત ફર્યો છે. આવેશ ખાને પોતાની ત્રીજી વિકેટના રુપમાં મીલરને પેવેલિયન પરત મોકલ્યો છે. આમ માત્ર 58 રનના સ્કોર પર યજમાન ટીમે 7મી વિકેટ ગુમાવી છે.

  • 17 Dec 2023 02:31 PM (IST)

    IND vs SA Live Update: આવેશ ખાને કર્યો બીજો શિકાર, બુલ્ડરને કર્યો બોલ્ડ

    વિઆન બુલ્ડરને આવેશ ખાને પોતાનો શિકાર બનાવ્યો છે. માર્કરમને ક્લીન બોલ્ડ કર્યા બાદ તુરત જ આગળના બોલ પર બુલ્ડરની એલબીડબલ્યુ વિકેટ ઝડપી છે. બુલ્ડરે ડીઆરએસ અપીલ કરી હતી, પરંતુ તેની વિકેટ બચી શકી નહોતી. આમ 52 રનના સ્કોર પર દક્ષિણ આફ્રિકાએ વિકેટ ગુમાવી હતી.

  • 17 Dec 2023 02:28 PM (IST)

    IND vs SA 1st ODI: આવેશ ખાને કેપ્ટન માર્કરમને કર્યો ક્લીન બોલ્ડ

    દક્ષિણ આફ્કિાની સ્થિતિ મુશ્કેલ બની ચુકી છે. ભારતીય બોલરોએ ઘર આંગણે જ યજમાનને મુશ્કેલીઓ ઉતારી દીધી છે. આ વખતે આવેશ ખાને કેપ્ટન એઈડન માર્કરમની વિકેટ ઝડપી છે. માર્કરમને ક્લીન બોલ્ડ કરીને પરત મોકલ્યો છે. તેણે 21 બોલમાં 12 રન નોંધાવ્યા હતા.

  • 17 Dec 2023 02:25 PM (IST)

    IND vs SA Live Update: અર્શદીપનો કમાલ, ઝડપી ચોથી વિકેટ

    અર્શદીપ સિંહે કમાલની બોલિંગ કરવાનુ જારી રાખ્યુ છે. તેણે દક્ષિણ આફ્રિકાની ચોથી વિકેટ ઝડપી છે. આમ યજમાન ટીમની સ્થિતિ પ્રથમ વનડેમાં જ મુશ્કેલ બનાવી દીધી છે. આ વખતે ચોથી વિકેટના રુપમાં હેનરીક ક્લાસેનની વિકેટ ઝડપી છે. ક્લાસેન માત્ર 6 રન નોંધાવીને અર્શદીપના બોલ પર ક્લીન બોલ્ડ થઈ પરત ફર્યો હતો.

  • 17 Dec 2023 02:14 PM (IST)

    IND vs SA 1st ODI: અર્શદીપ સિંહે કર્યો ત્રીજો શિકાર, ટોની આઉટ

    ટોની ઝોર્ઝી મોટા શોટ રમવાનો પ્રયાસ કરતો હતો. પરંતુ અર્શદીપે હવે તેના બેટને પણ શાંત કરી દીધુ છે. અર્શદીપે તેની વિકેટ ઝડપતા કેએલ રાહુલના હાથમાં કેચ ઝડપાવ્યો છે. ટોનીએ 22 બોલમાં 28 રન 2 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદ વડે નોંધાવ્યા હતા.

  • 17 Dec 2023 02:04 PM (IST)

    IND vs SA Live Update: 6 ઓવર સમાપ્ત, 2 વિકેટે 24 રન

    6 ઓવરની રમત સમાપ્ત થઈ છે. ભારતીય બોલર્સે સારી શરુઆત કરાવી છે. અર્શદીપ સિંહે બે વિકેટ ઝડપી છે. આમ શરુઆતમાં 6 ઓવરમાં દક્ષિણ આફ્રિકા 24 રન નોંધાવી ચૂક્યો છે. ટોની અને માર્કરમે હવે રમત સંભાળવાનો પ્રયાસ કર્યો છે.

  • 17 Dec 2023 02:02 PM (IST)

    દિલ્હીના મયુર વિહાર ફેઝ 1 ના પેપર વેરહાઉસમાં લાગી આગ

    દિલ્હીના મયુર વિહાર ફેઝ 1ના ચિલ્લા ગામમાં કાગળના વેરહાઉસમાં આગ લાગી હતી. એક ડઝન ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે અને આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

  • 17 Dec 2023 01:53 PM (IST)

    South Africa vs India 1st odi Live Score : અર્શદીપે સતત બે બોલમાં બે વિકેટ ઝડપી

    સાઉથ આફ્રિકાને બીજી ઓવરમાં સાતના સ્કોર પર બે મોટા આંચકા લાગ્યા છે. આ ઓવરના ચોથા બોલ પર અર્શદીપે રીઝા હેન્ડ્રિક્સને બોલ્ડ કર્યો હતો. અર્શદીપે હેટ્રિકની તક ગુમાવી. માર્કરામે ઓવરના છેલ્લા બોલ પર બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.

  • 17 Dec 2023 01:32 PM (IST)

    South Africa vs India 1st odi Live Score : ભારતની પ્લેઈંગ 11

    કેએલ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), રૂતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, શ્રેયસ ઐયર, તિલક વર્મા, સંજુ સેમસન, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, કુલદીપ યાદવ, મુકેશ કુમાર.

  • 17 Dec 2023 01:32 PM (IST)

    South Africa vs India 1st odi Live Score : દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ 11

    રીઝા હેન્ડ્રીક્સ, ટોની ડી જોર્ઝી, રાસી વેન ડેર ડુસેન, એડન માર્કરમ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, એન્ડીલે ફેહલુકવાયો, વિયાન મુલ્ડર, કેશવ મહારાજ, તબરેઝ શમ્સી, નંદ્રે બર્ગર.

  • 16 Dec 2023 11:41 PM (IST)

    PM મોદી સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે. આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી બિઝનેસ માટે તે વિશ્વનું સૌથી મોટું અને સૌથી આધુનિક કેન્દ્ર હશે. તે રફ અને પોલિશ્ડ હીરા તેમજ જ્વેલરીના વેપાર માટે વૈશ્વિક હબ બનશે જેમાં એક્સ્ચેન્જ સાથે આયાત-નિકાસ માટે અત્યાધુનિક ‘કસ્ટમ્સ ક્લિયરન્સ હાઉસ’, રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મોલ અને આંતરરાષ્ટ્રીય બેંકિંગ માટેની સુવિધાઓ હશે. અને સુરક્ષિત તિજોરીઓ. તે અનુકૂળ રહેશે.

Published On - Dec 17,2023 1:19 PM

Follow Us:
અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
ચકચારી લેટરકાંડના TV9 પાસે પાયલ ગોટીના સૌથી મહત્વપૂર્ણ CCTV- જુઓ Video
ચકચારી લેટરકાંડના TV9 પાસે પાયલ ગોટીના સૌથી મહત્વપૂર્ણ CCTV- જુઓ Video
નારણ કાછડિયાને હવે યાદ આવ્યુ કે પોલીસે પાયલની ખોટી રીતે ધરપકડ કરી
નારણ કાછડિયાને હવે યાદ આવ્યુ કે પોલીસે પાયલની ખોટી રીતે ધરપકડ કરી
અંબાજી મંદિરના ગાદી વિવાદમાં વસિયતમાં ખુલશે અનેક રાઝ- જુઓ Video
અંબાજી મંદિરના ગાદી વિવાદમાં વસિયતમાં ખુલશે અનેક રાઝ- જુઓ Video
ધાનાણીનો મોટો આક્ષેપ, 16 કલાક સુધી દીકરીને ગોંધી રાખી માર માર્યો
ધાનાણીનો મોટો આક્ષેપ, 16 કલાક સુધી દીકરીને ગોંધી રાખી માર માર્યો
ડુમસમાં 2500 કરોડની જમીન કૌભાંડને લઈ CIDએ તપાસ તેજ કરી
ડુમસમાં 2500 કરોડની જમીન કૌભાંડને લઈ CIDએ તપાસ તેજ કરી
પૂર્ણા ગામમાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ તૂટ્યો સીલીંગનો સ્લેબ
પૂર્ણા ગામમાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ તૂટ્યો સીલીંગનો સ્લેબ
ગોપાલ ઈટાલિયાની પટ્ટામાર રાજનીતિ: ભાજપના અન્નામલાઈની નકલ?
ગોપાલ ઈટાલિયાની પટ્ટામાર રાજનીતિ: ભાજપના અન્નામલાઈની નકલ?
રાજકોટના વીંછિયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં કુલ 58ની ધરપકડ
રાજકોટના વીંછિયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં કુલ 58ની ધરપકડ
યુવકોને નોકરીની લાલચ આપી લાખોની ઠગાઈ કરનાર આરોપી પોલીસ સકંજામાં
યુવકોને નોકરીની લાલચ આપી લાખોની ઠગાઈ કરનાર આરોપી પોલીસ સકંજામાં
g clip-path="url(#clip0_868_265)">