IPLના કારણે આ દિગ્ગજ ખેલાડીએ પાકિસ્તાન ટીમનો કોચ બનવાનો કર્યો ઈનકાર

આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ પાકિસ્તાન સુપર લીગ (PSL) ટીમ ક્વેટા ગ્લેડીયેટર્સનો કોચ છે. આ સિઝનમાં તેણે ટીમને કોચિંગ આપ્યું હતું. તે છેલ્લા કેટલાક અઠવાડિયાથી PCB સાથે ચર્ચામાં હતો. બોર્ડ તેને પાકિસ્તાન ટીમની મર્યાદિત ઓવરોની ટીમનો કોચ પણ બનાવવા માંગતું હતું. પરંતુ હવે આ ખેલાડીએ આ રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે અને હવે તે ભારતમાં IPLમાં કોમેન્ટ્રી કરતો જોવા મળશે.

IPLના કારણે આ દિગ્ગજ ખેલાડીએ પાકિસ્તાન ટીમનો કોચ બનવાનો કર્યો ઈનકાર
Shane Watson
Follow Us:
| Updated on: Mar 16, 2024 | 7:10 PM

પાકિસ્તાન ક્રિકેટ ટીમ નવા કોચની શોધમાં છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આ માટે ઘણા નામો પર વિચાર કરી રહ્યું છે. પરંતુ આ દરમિયાન તેમને આંચકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસન ટીમના મુખ્ય કોચ બનવાની રેસમાં સૌથી આગળ હતો. એવું માનવામાં આવી રહ્યું હતું કે વોટસનનું નામ પસંદ થવું નિશ્ચિત છે, પરંતુ આ દરમિયાન વોટસને કોચ બનવાની રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હોવાના સમાચાર આવ્યા હતા.

વોટસને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આપ્યો ઝટકો

વોટસન પાકિસ્તાન સુપર લીગ (PCL) ટીમ ક્વેટા ગ્લેડીયેટર્સના કોચ છે. આ સિઝનમાં તેણે ટીમને કોચિંગ આપ્યું હતું. તે છેલ્લા કેટલાક અઠવાડિયાથી PCB સાથે ચર્ચામાં હતો. બોર્ડ તેને પાકિસ્તાન ટીમની મર્યાદિત ઓવરોની ટીમનો કોચ પણ બનાવવા માંગતું હતું. પરંતુ હવે વોટસન તેમાંથી બહાર છે.

IPL ના કારણે ઓફર નકારી

એક અહેવાલ મુજબ, વોટસન પાકિસ્તાની ટીમનો કોચ બનવા પર ગંભીરતાથી વિચારી રહ્યો હતો અને પાકિસ્તાની ખેલાડીઓ સાથે કામ કરવા પણ ઉત્સુક હતો. PSL દરમિયાન તેને પાકિસ્તાન ખૂબ ગમ્યું, પરંતુ પછી તેણે IPLને કારણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો. રિપોર્ટ અનુસાર, વોટસને તેની હાલની કોમેન્ટ્રી અને કોચિંગ કોન્ટ્રાક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે. તે IPLમાં કોમેન્ટ્રી કરી રહ્યો છે અને મેજર લીગ ક્રિકેટમાં સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્નનો કોચ છે.

આજનું રાશિફળ તારીખ : 07-01-2025
સાચી પડી આ ભવિષ્યવાણી, તો સ્મોલકેપ ફંડના રોકાણકારો બનશે કરોડપતિ
લગ્ન પહેલા યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી પાસેથી શું માંગ્યું હતું?
આ 5 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનું ભારતીય મહિલાઓ પર આવ્યું દિલ પછી કર્યા લગ્ન, જુઓ Photos
અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, અહીં જાણો નામ
ભારતનું અનોખુ રેલવે, 28 અક્ષરનું છે નામ, જાણો વિશેષતા

PSL બાદ તે IPLમાં કોમેન્ટ્રી કરશે

આ સિવાય તે ક્વેટાના કોચ પણ છે. IPL 2024 22 માર્ચથી શરૂ થઈ રહી છે. PSL સમાપ્ત થયા બાદ તે IPLમાં કોમેન્ટ્રી કરશે. આ સિવાય તેનો પરિવાર પણ છે. જો તેણે પાકિસ્તાની ટીમના કોચ બનવાની ફુલ ટાઈમ નોકરી લીધી હોત તો તેણે તરત જ આ કામ સંભાળવું પડત, કારણ કે IPLની મધ્યમાં પાકિસ્તાનને ન્યુઝીલેન્ડ સામે 18 એપ્રિલથી પાંચ મેચની T20 શ્રેણી રમવાની છે.

પાકિસ્તાન કોચ વિના રમશે!

વોટસનનું નામ પાછું ખેંચવાથી પાકિસ્તાન ક્રિકેટ ટીમને મોટું નુકસાન થઈ શકે છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે નવા કોચને લઈને ઝડપથી નિર્ણય લેવો પડશે અને જો તેમ નહીં થાય તો ટીમે ન્યુઝીલેન્ડ સામે T20 સિરીઝ કોચ વિના રમવી પડશે. આ પછી તેમણે મે મહિનામાં ઈંગ્લેન્ડ સામે T20 શ્રેણી પણ રમવાની છે. આ પછી T20 વર્લ્ડ કપ રમાવાનો છે.

આ પણ વાંચો : IPL 2024નો બીજો તબક્કો ભારતમાં નહીં રમાય! જાણો કયો દેશ હશે યજમાન?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં શીત લહેરની આગાહી, અનેક વિસ્તારોમાં તાપમાન ગગડવાની સંભાવના
ગુજરાતમાં શીત લહેરની આગાહી, અનેક વિસ્તારોમાં તાપમાન ગગડવાની સંભાવના
કડીના કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હાર્દિક પટેલ અને નીતિન પટેલ
કડીના કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હાર્દિક પટેલ અને નીતિન પટેલ
કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ
કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ
ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી
ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી
HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
g clip-path="url(#clip0_868_265)">