MS ધોનીને T20 વર્લ્ડ કપ માટે મનાવવા પર રોહિત શર્માએ શું કહ્યું? ટીમ ઈન્ડિયાની જાહેરાત પહેલા મોટા સમાચાર

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાતની રાહ જોવાઈ રહી છે. પરંતુ, તે પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એમએસ ધોનીને T20 વર્લ્ડ કપ માટે મનાવવા અંગે પોતાનું નિવેદન આપ્યું છે. ચાલો જાણીએ તેણે શું કહ્યું.

MS ધોનીને T20 વર્લ્ડ કપ માટે મનાવવા પર રોહિત શર્માએ શું કહ્યું? ટીમ ઈન્ડિયાની જાહેરાત પહેલા મોટા સમાચાર
Rohit Sharma & MS Dhoni
Follow Us:
| Updated on: Apr 18, 2024 | 5:38 PM

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની બાકી છે. જો કે, કયા ખેલાડીની પસંદગી થશે અને કયા નહીં તે અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન, એમએસ ધોનીને T20 વર્લ્ડ કપ માટે મનાવવા સંબંધિત એક સમાચાર પણ સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાનારા T20 વર્લ્ડ કપ માટે ધોનીને મનાવવા અંગે નિવેદન આપ્યું છે. આ દરમિયાન તેણે દિનેશ કાર્તિકને લઈને પણ પોતાનો મત સ્પષ્ટ કર્યો હતો.

ધોની- કાર્તિક વિશે કહી મોટી વાત

T20 વર્લ્ડ કપની શક્યતાઓને ધ્યાનમાં રાખીને, રોહિત શર્માએ યુટ્યુબ ચેનલ પર એમએસ ધોની અને દિનેશ કાર્તિક વિશે તેમના વિચારો વ્યક્ત કર્યા. ટીમ ઈન્ડિયાના કેપ્ટને યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, ધોનીને T20 વર્લ્ડ કપ 2024 માટે વેસ્ટ ઈન્ડિઝ આવવા માટે મનાવવો થોડો મુશ્કેલ છે. પરંતુ દિનેશ કાર્તિકને મનાવવા એટલું જ સરળ છે.

રોહિત શર્માએ શું કહ્યું?

રોહિત શર્માએ યુટ્યુબ ચેનલને આપેલા નિવેદનમાં કહ્યું કે ધોની T20 વર્લ્ડ કપ માટે વેસ્ટ ઈન્ડિઝ આવશે કે નહીં તે કહી શકાય નહીં. આ માટે તેમને મનાવવા મુશ્કેલ હશે. પરંતુ તે અમેરિકા આવી શકે છે, કારણ કે તે ગોલ્ફ સાથે જોડાયેલો છે અને ત્યાં ગોલ્ફ પણ રમી શકે છે. રોહિતે વધુમાં કહ્યું કે, ધોની કરતાં દિનેશ કાર્તિકને મનાવવો સરળ છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયા સાથે જોવા મળશે?

તે સ્પષ્ટ છે કે રોહિત શર્મા દ્વારા આપવામાં આવેલ નિવેદનનો T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં ધોની અને દિનેશ કાર્તિકની પસંદગી સાથે બિલકુલ સંબંધ નથી. આ ફક્ત તે બંને ત્યાં આવી શકે તેની સાથે સંબંધિત છે. અને, જેમ કે રોહિતે કહ્યું કે ધોની વેસ્ટ ઈન્ડિઝ નહીં, પરંતુ અમેરિકા આવી શકે છે. તો ન્યૂયોર્કમાં યોજાનારી પાકિસ્તાન સાથેની મેચ પહેલા ભારતીય ટીમ માટે સારું રહેશે.

દિનેશ કાર્તિકને ફરી ચીડવવાનો પ્રયાસ કર્યો?

જોકે, દિનેશ કાર્તિક પર નિવેદન આપીને રોહિતે ફરી એકવાર તેને ચીડવવાનો પ્રયાસ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. જેમ IPL 2024 માં RCB અને MIની મેચમાં, રોહિતે કાર્તિકને વિકેટની પાછળથી વર્લ્ડ કપ રમવા અંગે એમ કહીને ચીડવતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : IPL 2024 GT vs DC: દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઈટન્સને 6 વિકેટે હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">