WPL 2023 Eliminator Highlights : મુંબઈની બોલર વોન્ગે પ્રથમ હેટ્રિક લીધી, યુપીને ઓલ આઉટ કરી મુંબઈ પહોંચી ફાઈનલમાં

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2023 | 10:55 PM

Mumbai Indians vs UP Warriorz Eliminator Match Highlights in Gujarati : યુપી વોરિયર્સની સામે 72 રનથી જીત મેળવી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ બની છે. 26 માર્ચ, 2023ના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે ફાઈનલ મેચ રમાશે. 

WPL 2023 Eliminator Highlights  : મુંબઈની બોલર વોન્ગે પ્રથમ હેટ્રિક લીધી, યુપીને ઓલ આઉટ કરી મુંબઈ પહોંચી ફાઈનલમાં
MI vs UPW Eliminator Match Live Score

વુમન્સ પ્રીમિયર લીગની એલિમિનેટર મેચ આજે યુપી વોરિયર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં મુંબઈની ટીમ ટોસ હારીને બેટિંગ કરવા ઉતરી હતી. ઓપનર્સની ધમાકેદાર શરુઆત બાદ મુંબઈની ટીમે 20 ઓવરના અંતે 4 વિકેટના નુકશાન સાથે 182 રન બનાવ્યા હતા. યુપી વોરિયર્સને ફાઈનલમાં પહોંચવા માટે 183 રનનો ટાર્ગેટ મળ્યો છે.મુંબઈ ઈન્ડિયન્સ તરફથી નેટ સિવર બ્રન્ટે ધમાદેકાર ફિફટી ફટકારી હતી. 183 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી યુપીની ટીમે 20 ઓવરના અંતે ઓલ આઉટ થઈ 110 રન બનાવ્યા હતા.

પ્રથમ ઈનિંગમાં શું થયું ?

પ્રથમ ઈનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તરફથી યાસતિયા 21 રન, મેથ્યૂઝે 26 રન, સિવર બ્રન્ટે 72 રન, હરમનપ્રીત કૌરે 14 રન, એમિલિયા કેરે 29 રન અને પૂજા વસ્ત્રાકરે 11 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં મુંબઈની ટીમે 22 ચોગ્ગા અને 4 સિક્સર ફટકારી હતી. યુપી વોરિયર્સ તરફથી પ્રથમ ઈનિંગમાં સોફિયાએ 4 ઓવરમાં 39 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે અંજલિ અને પાર્શવીએ 1-1 વિકેટ લીધી હતી.

બીજી ઈનિંગમાં શું થયું ?

બીજી ઈનિંગમાં યુપીની શરુઆત ખરાબ રહી હતી. યુપી તરફથી બર્થ ડે ગર્લ કેપ્ટન એલિસા હેલીએ 11 રન , શ્વેતા સેહરાવાટે 1 રન, સિમરન શેખે 0 રન, તાહલીયા મેકગ્રાએ 7 રન, ગ્રેસ હેરિસે 14 રન, કિરણ નેગાયરે 43 રન, દીપતી શર્માએ 16 રન, સોફી એક્ક્લેસ્ટોન 0 રન, અંજલિ સર્વનીએ 5 રન, પરશવીએ 0 રન બનાવ્યા હતા.મુંબઈ તરફથી વોન્ગે 4 ઓવરમાં 15 રન આપી સૌથી વધારે 4 વિકેટ લીધી હતી. તેણે આ ટુર્નામેન્ટની પ્રથમ હેટ્રિક વિકેટ લીધી હતી. આ સિવાય સિવર બ્રન્ટે 1, સોફિયાએ 2 અને મેથ્યૂઝ-કાલિતાએ 1-1 વિકેટ લીધી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 24 Mar 2023 10:52 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : મુંબઈ ઈન્ડિયન્સની 72 રનથી શાનદાર જીત

    યુપી વોરિયર્સની સામે 72 રનથી જીત મેળવી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ બની છે. 26 માર્ચ, 2023ના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે ફાઈનલ મેચ રમાશે.

  • 24 Mar 2023 10:40 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 17 ઓવર બાદ યુપીનો સ્કોર 106/9

    17 ઓવર બાદ યુપીનો સ્કોર 106/9. યુપી વોરિયર્સને જીતવા માટે 18 બોલમાં 77 રનની જરુર.

  • 24 Mar 2023 10:31 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 16 ઓવર બાદ યુપીનો સ્કોર 104/8

    16 ઓવર બાદ યુપીનો સ્કોર 104/8. યુપી વોરિયર્સને જીતવા માટે 24 બોલમાં 79 રનની જરુર.

  • 24 Mar 2023 10:28 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 14 ઓવર બાદ યુપીનો સ્કોર 96/8

    15 ઓવર બાદ યુપીનો સ્કોર 96/8. યુપી વોરિયર્સને જીતવા માટે 30 બોલમાં 87 રનની જરુર.

  • 24 Mar 2023 10:24 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 14 ઓવર બાદ યુપીનો સ્કોર 94/8

    14 ઓવર બાદ યુપીનો સ્કોર 94/8. દિપ્તી શર્મા 16 રન બનાવી આઉટ. યુપી વોરિયર્સને જીતવા માટે 36 બોલમાં 89 રનની જરુર.

  • 24 Mar 2023 10:16 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : મુંબઈની બોલર વોન્ગે wplની પ્રથમ હેટ્રિક લીધી

    વોન્ગની ઓવરમાં એક બાદ એક સતત ત્રણ વિકેટ પડી. 13 ઓવર બાદ યુપીનો સ્કોર 86/7

  • 24 Mar 2023 10:14 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : યુપીની છઠ્ઠી વિકેટ પડી

    યુપીની છઠ્ઠી વિકેટ પડી, વોન્ગની ઓવરમાં સતત બીજી વિકેટ પડી.

  • 24 Mar 2023 10:13 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : યુપી વોરિયર્સની પાંચમી વિકેટ પડી

    યુપીની અડધી ટીમ પેવેલિયનમાં, કિરન નવગિરે 43 રન બનાવી કેચ આઉટ

  • 24 Mar 2023 10:10 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 12 ઓવર બાદ યુપીનો સ્કોર 84/4

    12 ઓવર બાદ યુપીનો સ્કોર 84/4. દિપ્તી શર્મા 8 રન અને નવગિરે 43 રન સાથે મેદાન પર છે. યુપી વોરિયર્સને જીતવા માટે 48 બોલમાં 99 રનની જરુર. આ ઓવરમાં બે સિક્સર અને એક ચોગ્ગો જોવા મળ્યો

  • 24 Mar 2023 10:05 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 11 ઓવર બાદ યુપીનો સ્કોર 66/4

    11 ઓવર બાદ યુપીનો સ્કોર 66/4. દિપ્તી શર્મા 5 રન અને નવગિરે 28 રન સાથે મેદાન પર છે. યુપી વોરિયર્સને જીતવા માટે 54 બોલમાં 117 રનની જરુર.

  • 24 Mar 2023 10:01 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 10 ઓવર બાદ યુપીનો સ્કોર 63/4

    10 ઓવર બાદ યુપીનો સ્કોર 63/4. દિપ્તી શર્મા 3 રન અને નવગિરે 27 રન સાથે મેદાન પર છે. યુપી વોરિયર્સને જીતવા માટે 60 બોલમાં 120 રનની જરુર. આ ઓવરમાં એક ચોગ્ગો પણ જોવા મળ્યો.

  • 24 Mar 2023 09:55 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 9 ઓવર બાદ યુપીનો સ્કોર 58/4

    9 ઓવર બાદ યુપીનો સ્કોર 58/4. દિપ્તી શર્મા 2 રન અને નવગિરે 23 રન સાથે મેદાન પર છે. યુપી વોરિયર્સને જીતવા માટે 66 બોલમાં 125 રનની જરુર. એમિલિયા કેરની આ ઓવરમાં માત્ર 1 રન બન્યો.

  • 24 Mar 2023 09:52 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 8 ઓવર બાદ યુપીનો સ્કોર 57/4

    8 ઓવર બાદ યુપીનો સ્કોર 57/4. યુપી વોરિયર્સને મળ્યો છે 183 રનનો ટાર્ગેટ. દિપ્તી શર્મા 1 રન અને નવગિરે 23 રન સાથે મેદાન પર છે. આ ઓવરમાં એક ચોગ્ગો પણ જોવા મળ્યો.

  • 24 Mar 2023 09:50 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : યુપી વોરિયર્સની ચોથી વિકેટ પડી

    યુપી વોરિયર્સની ચોથી વિકેટ પડી, હૈરિસ 14 રન બનાવી કેચ આઉટ થઈ. યુપી વોરિયર્સને મળ્યો છે 183 રનનો ટાર્ગેટ.

  • 24 Mar 2023 09:46 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 7 ઓવર બાદ યુપીનો સ્કોર 51/3

    7 ઓવર બાદ યુપીનો સ્કોર 51/3 યુપી વોરિયર્સને મળ્યો છે 183 રનનો ટાર્ગેટ. હૈરિસ 10 રન અને નવગિરે 22 રન સાથે મેદાન પર છે. એમિલિયા કેરની ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો

  • 24 Mar 2023 09:42 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 6 ઓવર બાદ યુપીનો સ્કોર 46/3

    6 ઓવર બાદ યુપીનો સ્કોર 46/3. યુપી વોરિયર્સને મળ્યો છે 183 રનનો ટાર્ગેટ. આ ઓવરમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જોવા મળ્યો. આ ઓવરમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર જોવા મળી.

  • 24 Mar 2023 09:37 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 5 ઓવર બાદ યુપીનો સ્કોર 26/3

    5 ઓવર બાદ યુપીનો સ્કોર 26/3. યુપી વોરિયર્સને મળ્યો છે 183 રનનો ટાર્ગેટ. વોન્ગની ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો.

  • 24 Mar 2023 09:35 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : યુપીની ત્રીજી વિકેટ પડી

    યુપીની ત્રીજી વિકેટ પડી, મેકગ્રા 7 રન બનાવી આઉટ. યુપી વોરિયર્સને મળ્યો છે 183 રનનો ટાર્ગેટ.

  • 24 Mar 2023 09:32 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 4 ઓવર બાદ યુપીનો સ્કોર 21/2

    4 ઓવર બાદ યુપીનો સ્કોર 21/2. યુપી વોરિયર્સને મળ્યો છે 183 રનનો ટાર્ગેટ. આ ઓવરના અંતે ચોગ્ગો જોવા મળ્યો.

  • 24 Mar 2023 09:28 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 3 ઓવર બાદ યુપીનો સ્કોર 14/2

    3 ઓવર બાદ યુપીનો સ્કોર 14/2. યુપી વોરિયર્સને મળ્યો છે 183 રનનો ટાર્ગેટ

  • 24 Mar 2023 09:25 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : યુપીની બીજી વિકેટ પડી

    વોન્ગની ઓવરમાં યુપીની બીજી વિકેટ પડી, બર્થ ડે ગર્લ કેપ્ટન હીલી 12 રન બનાવી આઉટ

  • 24 Mar 2023 09:23 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : યુપી વોરિયર્સની પ્રથમ વિકેટ પડી

    બીજી ઓવરમાં યુપીની પ્રથમ વિકેટ પડી, સહેરાવત 1 રન બનાવી આઉટ

  • 24 Mar 2023 09:19 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 1 ઓવર બાદ યુપીનો સ્કોર 8/0

    1 ઓવર બાદ યુપીનો સ્કોર 8/0. યુપી વોરિયર્સને મળ્યો છે 183 રનનો ટાર્ગેટ

  • 24 Mar 2023 09:12 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : પ્રથમ ઈનિંગમાં મુંબઈનું પ્રદર્શન આવું રહ્યું

    પ્રથમ ઈનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તરફથી યાસ્ટિકાએ 21 રન, મેથ્યૂઝે 26 રન, સિવર બ્રન્ટે 72 રન, હરમનપ્રીત કૌરે 14 રન, એમિલિયા કેરે 29 રન અને પૂજા વસ્ત્રાકરે 11 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં મુંબઈની ટીમે 22 ચોગ્ગા અને 4 સિક્સર ફટકારી હતી.

  • 24 Mar 2023 09:01 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 20 ઓવર બાદ મુંબઈનો સ્કોર 182/4

    યુપી વોરિયર્સની બોલર દિપ્તીની ઓવરમાં મુંબઈને 18 રન મળ્યા. યુપી વોરિયર્સને મેચ જીતવા માટે 183 રનનો ટાર્ગેટ મળ્યો.છેલ્લી ઓવરમાં સિવર બ્રન્ટે ધમાકેદાર બેટિંગ કરી.

  • 24 Mar 2023 08:57 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : મુંબઈ ઈન્ડિયન્સની ચોથી વિકેટ પડી

    સોફિયાની ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સની ચોથી વિકેટ પડી, એનિલિયા કેર 29 રન બનાવી આઉટ

  • 24 Mar 2023 08:53 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 18 ઓવર બાદ મુંબઈનો સ્કોર 150/3

    યુપી વોરિયર્સની બોલર દિપ્તીની ઓવરમાં મુંબઈને 9 રન મળ્યા. સિવર બ્રન્ટ 64 રન અને એનિલિયા કેર 16 રન સાથે રમી રહી છે. આ ઓવરના 1 ચોગ્ગા પણ જોવા મળ્યા.

  • 24 Mar 2023 08:48 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 17 ઓવર બાદ મુંબઈનો સ્કોર 141/3

    યુપી વોરિયર્સની બોલર રાજેશ્વરીની ઓવરમાં મુંબઈને 8 રન મળ્યા. સિવર બ્રન્ટ 61 રન અને એનિલિયા કેર 10 રન સાથે રમી રહી છે. આ ઓવરના 2 ચોગ્ગા પણ જોવા મળ્યા. છેલ્લી 2 ઓવરમાં 25 રન મુંબઈએ બનાવ્યા.

  • 24 Mar 2023 08:43 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 16 ઓવર બાદ મુંબઈનો સ્કોર 128/3

    યુપી વોરિયર્સની બોલર સોફિયાની ઓવરમાં મુંબઈને 11 રન મળ્યા. સિવર બ્રન્ટ 51 રન અને એનિલિયા કેર 9 રન સાથે રમી રહી છે. આ ઓવરના 2 ચોગ્ગા પણ જોવા મળ્યા.સિવર બ્રન્ટે ફટકારી ફિફટી, મોટો ટાર્ગેટ સેટ કરવા તરફ આગળ વધી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ.

  • 24 Mar 2023 08:39 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 15 ઓવર બાદ મુંબઈનો સ્કોર 116/3

    યુપી વોરિયર્સની બોલર હૈરિસની ઓવરમાં મુંબઈને 7 રન મળ્યા. સિવર બ્રન્ટ 45 રન અને એનિલિયા કેર 3 રન સાથે રમી રહી છે. આ ઓવરના પ્રથમ બોલ પર એક ચોગ્ગો પણ જોવા મળ્યો.

  • 24 Mar 2023 08:36 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 14 ઓવર બાદ મુંબઈનો સ્કોર 109/3

    યુપી વોરિયર્સની બોલર રાજેશ્વરીની ઓવરમાં મુંબઈને 5 રન મળ્યા. સિવર બ્રન્ટ 39 રન અને એનિલિયા કેર 2 રન સાથે રમી રહી છે.

  • 24 Mar 2023 08:33 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 13 ઓવર બાદ મુંબઈનો સ્કોર 104/3

    યુપી વોરિયર્સની બોલર સોફિયાની ઓવરમાં મુંબઈને 6 રન મળ્યા. સિવર બ્રન્ટ 36 રન અને એનિલિયા કેર 0 રન સાથે રમી રહી છે.

  • 24 Mar 2023 08:30 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : મુંબઈ ઈન્ડિયન્સની ત્રીજી વિકેટ પડી

    મુંબઈ ઈન્ડિયન્સની ત્રીજી વિકેટ પડી, કેપ્ટન હરમતપ્રીત કૌર 14 રન બનાવી આઉટ. સોફિયાની ઓવરમાં આ વિકેટ પડી.

  • 24 Mar 2023 08:26 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 12 ઓવર બાદ મુંબઈનો સ્કોર 98/2

    યુપી વોરિયર્સની બોલર પાર્શવીની ઓવરમાં મુંબઈને 16 રન મળ્યા. સિવર બ્રન્ટ 35 રન અને હરમનપ્રીત કૌર 9 રન સાથે રમી રહી છે. આ ઓવરમાં એક સિક્સર અને બે ચોગ્ગા જોવા મળ્યા.

  • 24 Mar 2023 08:22 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 11 ઓવર બાદ મુંબઈનો સ્કોર 82/2

    યુપી વોરિયર્સની બોલર દીપ્તિની ઓવરમાં મુંબઈને 11 રન મળ્યા. સિવર બ્રન્ટ 20 રન અને હરમનપ્રીત 8 રન સાથે રમી રહી છે.11 ઓવર બાદ મુંબઈનો સ્કોર 82/2

  • 24 Mar 2023 08:18 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 10 ઓવર બાદ મુંબઈનો સ્કોર 78/2

    યુપી વોરિયર્સની બોલર પાર્શવીની ઓવરમાં મુંબઈને 9 રન મળ્યા. સિવર બ્રન્ટ 19 રન અને હરમનપ્રીત 5 રન સાથે રમી રહી છે. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો.

  • 24 Mar 2023 08:12 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : મુંબઈ ઈન્ડિયન્સની બીજી વિકેટ પડી

    મુંબઈ ઈન્ડિયન્સની બીજી વિકેટ પડી, મેથ્યૂઝ 26 રન બનાવી કેચ આઉટ. કેપ્ટન હરમનપ્રીત કૌર મેદાન પર આવી.

  • 24 Mar 2023 08:08 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 9 ઓવર બાદ મુંબઈનો સ્કોર 69/1

    યુપી વોરિયર્સની બોલર દિપ્તીની ઓવરમાં મુંબઈને 8 રન મળ્યા. સિવર બ્રન્ટ 15 રન અને મૈથ્યુઝ 26 રન સાથે રમી રહી છે. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો. મેથ્યૂઝને આ ઓવરમાં એક જીવનદાન પણ મળ્યું છે.

  • 24 Mar 2023 08:03 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : મુંબઈ ઈન્ડિયન્સની બીજી વિકેટ પડી

    મુંબઈ ઈન્ડિયન્સની બીજી વિકેટ પડી, મેથ્યૂઝ 19 રન બનાવી કેચ આઉટ

  • 24 Mar 2023 08:01 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 8 ઓવર બાદ મુંબઈનો સ્કોર 61/1

    યુપી વોરિયર્સની બોલર અંજલિની ઓવરમાં મુંબઈને 8 રન મળ્યા. સિવર બ્રન્ટ 15 રન અને મૈથ્યુઝ 19 રન સાથે રમી રહી છે. આ ઓવરમાં અંતિમ બોલ પર એક શાનદાર ચોગ્ગો પણ જોવા મળ્યો હતો.

  • 24 Mar 2023 07:57 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 7 ઓવર બાદ મુંબઈનો સ્કોર 53/1

    યુપી વોરિયર્સની બોલર સોફીની ઓવરમાં મુંબઈને 7 રન મળ્યા. સિવર બ્રન્ટ 13 રન અને મૈથ્યુઝ 17 રન સાથે રમી રહી છે. આ ઓવરમાં એક શાનદાર ચોગ્ગો પણ જોવા મળ્યો હતો.

  • 24 Mar 2023 07:52 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 6 ઓવર બાદ મુંબઈનો સ્કોર 46/1

    યુપી વોરિયર્સની બોલર રાજેશ્વરીની ઓવરમાં મુંબઈને 9 રન મળ્યા. સિવર બ્રન્ટ 7 રન અને મૈથ્યુઝ 16 રન સાથે રમી રહી છે. આ ઓવરના ત્રીજા બોલ પર મૈથ્યૂઝે એક ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 24 Mar 2023 07:48 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 5 ઓવર બાદ મુંબઈનો સ્કોર 37/1

    યુપી વોરિયર્સની બોલર અંજલિની ઓવરમાં મુંબઈને 7 રન મળ્યા. સિવર બ્રન્ટ 5 રન અને મૈથ્યુઝ 10 રન સાથે રમી રહી છે. અંતિમ બોલ પર સિવર બ્રન્ટે શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 24 Mar 2023 07:46 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ વિકેટ પડી

    મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ વિકેટ પડી, યાસ્ટિકા ભાટિયા 21 રન બનાવી કેચ આઉટ. અંજલિની બીજી ઓવરની બીજી મેચ પર આ વિકેટ પડી.

  • 24 Mar 2023 07:44 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 4 ઓવર બાદ મુંબઈનો સ્કોર 30/0

    યુપી વોરિયર્સની બોલર હૈરિસની ઓવરમાં મુંબઈને 13 રન મળ્યા. યાસ્તિકા ભાટિયા 21 રન અને મૈથ્યુઝ 9 રન સાથે રમી રહી છે. આ ઓવરના અંતિમ બોલ પર શાનદાર સિકસર જોવા મળી. આ મેચની પ્રથમ સિક્સર હતી.

  • 24 Mar 2023 07:40 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 3 ઓવર બાદ મુંબઈનો સ્કોર 23/0

    યુપી વોરિયર્સની બોલર રાજેશ્વરીની ઓવરમાં મુંબઈને 11 રન મળ્યા. યાસ્તિકા ભાટિયા 20 રન અને મૈથ્યુઝ 3 રન સાથે રમી રહી છે. આ ઓવરના પ્રથમ અને પાંચમાં બોલ પર યાસ્તિકાએ શાનદાર ચોગ્ગા ફટકાર્યા હતા.

  • 24 Mar 2023 07:36 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 2 ઓવર બાદ મુંબઈનો સ્કોર 12/0

    યુપી વોરિયર્સની બોલર અંજલીની ઓવરમાં મુંબઈને 6 રન મળ્યા. યાસ્તિકા ભાટિયા 10 રન અને મૈથ્યુઝ 2 રન સાથે રમી રહી છે. આ ઓવરના ચોથા બોલ પર યાસ્તિકાએ શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 24 Mar 2023 07:33 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : 1 ઓવર બાદ મુંબઈનો સ્કોર 6/0

    યુપી વોરિયર્સની બોલર હૈરિસની ઓવરમાં મુંબઈને 5 રન મળ્યા. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો.

  • 24 Mar 2023 07:30 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ શરુ

    ટોસ હારીને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ બેટિંગ પર ઉતરી છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી હેલી મેથ્યુઝ અને યસ્તિકા ભાટિયા ઓપનર તરીકે મેદાન પર ઉતર્યા છે. મેચની શરુઆત ચોગ્ગા સાથે થઈ છે.

  • 24 Mar 2023 07:21 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : સાંજે 7.30 વાગ્યે શરુ થશે મેચ

    મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સની આ એલિમિનેટર મેચ ખુબ જ મહત્વની છે. બંને ટીમનો હેડ ટુ હેડ રેકોર્ડ બરાબરી પર છે. બંને ટીમો વચ્ચે રમાયેલી 2 મેચમાં બંને ટીમો 1-1 વાર હારી છે. આ મેચમાં જીતનારી ટીમ ફાઈનલમાં પહોંચશે.

  • 24 Mar 2023 07:16 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : આ છે બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

    મુંબઈ ઈન્ડિયન્સ : હેલી મેથ્યુઝ, યસ્તિકા ભાટિયા (વિકેટકીપર), નાટ સ્કીવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), મેલી કેર, પૂજા વસ્તાકાર, ઇસ્સી વોંગ, અમનજોટ કૌર, હુમાઇરા કાઝી, જિન્ટીમાની કાલિતા, સાઇકાની કલીતા

    યુપી વોરિયર્સ : એલિસા હેલી (કેપ્ટન અને વિકેટકીપર), શ્વેતા સેહરાવાટ, સિમરન શેખ, તાહલીયા મ G કગ્રા, ગ્રેસ હેરિસ, કિરણ નેગાયર, દીપતી શર્મા, સોફી એક્ક્લેસ્ટોન, અંજલિ સર્વની, પરશવી ચોપ્રા, સોપડન્દી યશાસ્રી

  • 24 Mar 2023 07:04 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : યુપી વોરિયર્સની ટીમે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

     

    મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌર ફરી ટોસ હારી છે. યુપી વોરિયર્સની ટીમે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એલિમિનેટરમાં જીતનારી ટીમ પહોંચશે ફાઈનલમાં.

  • 24 Mar 2023 06:46 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : બંને ટીમની ફૂલ ટીમો

    મુંબઈ ઈન્ડિયન્સ: હેલી મેથ્યુઝ, યસ્તિકા ભાટિયા (વિકેટ કીપર), નાટ સ્કીવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), મેલી કેર, પૂજા વસસ્તાકાર, ઇસી વોંગ, અમનજોત કૌર, હુમાઇ કૌર, સાઇકલા કૈલતા, સૈકા કલમ, સોનમ યદા, સોનમ યદા, સોનમ યદાવ, સોનમ યદાવ, બિશ્ટ, પ્રિયંકા બાલા

    યુપી વોરિયર્સ : એલિસા હેલી (કેપ્ટન), શ્વેતા સેહરાવાટ, સિમરન શેખ, તાહલીયા મેગ્રાથ, કિરણ નેગાયર, દીપ્ટી શર્મા, સોફી એક્લેસ્ટોન, અંજલી સારવાણી, પરશવી ચોપરા, સોપડન્દી યશાસરી, શબનિમ ઇઝમૈલસ, બેલ, શિવલી શિંદે, લક્ષ્મી યાદવ

  • 24 Mar 2023 06:10 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : હમણા સુધી 2 વાર આમનેસામને થઈ છે બંને ટીમ

    બંને ટીમ પ્રથમ ટક્કર મેચ 10 માં થઈ હતી, જેમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આઠ વિકેટથી જીતી હતી. 160 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, મુંબઈની ટીમે 17.3 ઓવરમાં 164/2 થયો હતો. હરમનપ્રીત કૌરે આ મેચમાં ફિફટી ફટકારી હતી.

    મેચ 15માં આ બંને ટીમો વચ્ચે બીજી ટક્કર થઈ હતી. આ મેચમાં યુપીની પાંચ વિકેટથી જીત થઈ હતી. 128 રનના ટાર્ગેટને યુપી વોરિયર્સે 19.3 ઓવરમાં 5 વિકેટના નુકશાન સાથે ચેઝ કર્યો હતો.

  • 24 Mar 2023 06:00 PM (IST)

    MI vs UPW Eliminator Match Live Score : આજે મુંબઈ-યુપી વચ્ચે ફાઈનલમાં પહોંચવા માટે ટક્કર

    ગ્રુપ સ્ટેજની 20 મેચ બાદ વુમન્સ પ્રીમિયર લીગ મહત્વના મુકામ પર પહોંચી છે. આજે મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સ વચ્ચે વુમન્સ પ્રીમિયર લીગમાં પ્રથમ વખત એલિમિનેટર મેચ રમાશે. આ મેચ ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં રમાશે. સાંજે 7 વાગ્યે ટોસ થશે, અને 7.30 કલાકે મેચ શરુ થશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">