IPL 2023 Points Table: મુંબઈએ RCB ને હરાવી ત્રીજા સ્થાને પહોંચ્યુ, નંબર-1 પર ગુજરાતનો દબદબો

IPL 2023 Points Table in Gujarati: વાનખેડેમાં મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર થઈ હતી. મુંબઈએ 200 રનનુ ટાર્ગેટ આસાનીથી પાર કરી લઈ એક તરફી જીત મેળવી હતી.

IPL 2023 Points Table: મુંબઈએ RCB ને હરાવી ત્રીજા સ્થાને પહોંચ્યુ, નંબર-1 પર ગુજરાતનો દબદબો
IPL 2023 Points Table in Gujarati
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2023 | 9:56 AM

મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મંગળવારે વાનખેડે સ્ટેડિયમમાં ટક્કર થઈ હતી. મુંબઈએ બેંગ્લોરને 6 વિકેટથી હોમગ્રાઉન્ડ પર હાર આપી હતી. આ સાથે જ સિઝનમાં સંઘર્ષ કરતુ મુંબઈ IPL 2o23 પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-4 માં પહોંચી ચુક્યુ છે. સિઝન હવે તેના અંત તરફ આગળ વધી રહી છે અને પ્લેઓફની રેસ વધુ રોમાંચક બનતી જઈ રહી છે. મુંબઈની જીતે પ્લેઓફના ગણિતને વધારે મુશ્કેલ બનાવી દીધુ છે. બેંગ્લોર માટે હવે પ્લેઓફમાં પહોંચવુ મુશ્કેલ બની ચુક્યુ છે અને મામલો જો અને તો ગણિત ભર્યો બન્યો છે.

મુંબઈએ ટોસ જીતીને રનચેઝ કરવાનુ પસંદ કર્યુ હતુ. બેંગ્લોરને પ્રથમ બેટિંગ માટે મેદાને ઉતારતા 199 રન નોંધાવ્યા હતા. ફાફ ડુપ્લેસી અને ગ્લેન મેક્સવેલે મુંબઈ સામે અડધી સદી નોંધાવી હતી. બંનેની તોફાની રમતે મોટો પડકાર ખડક્યો હતો. જોકે મુંબઈએ આસાનીથી બેંગ્લોરે આપેલા ટાર્ગેટને પાર કરી લીધુ હતુ. સૂર્યકુમાર યાદવે શાનદાર 83 રનની ઈનીંગ 35 બોલનો સામનો કરીને નોંધાવી હતી. આ દરમિયાન તેણે 6 છગ્ગા ફટકાર્યા હતા. નેહલ વઢેરાએ 34 બોલમાં 52 રનની ઈનીંગ રમી હતી અને ઓપનર ઈશાન કિશને 4 છગ્ગા વડે 42 રન 21 બોલમાં નોંધાવ્યા હતા.

આ પણ વાંચોઃ Rohit Sharma, DRS Controversy: રોહિત શર્માને OUT આપવાને લઈ વિવાદ, રિવ્યૂમાં ખોટો નિર્ણય કરાયો?

મુંબઈ ત્રીજા સ્થાને

પોઈન્ટ્સ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સે મોટી છલાંબ લગાવી દીધી છે. વાનખેડેમાં બેંગ્લોરને હરાવવા સાથે જ સીધુ ત્રીજા સ્થાન પર મુંબઈ પહોંચ્યુ હતુ. સિઝનમાં મુંબઈની સ્થિતી શરુઆતથી જ સંઘર્ષમય રહી હતી. મુંબઈ માટે પ્લઓફનો માર્ગ ખૂબ જ કઠીન લાગી રહ્યો હતો, પરંતુ બેંગ્લોર સામેની જીત સાથે ત્રીજા સ્થાને પહોંચાડતુ સમમીકરણ જબરદસ્ત રચાયુ હતુય. 11મી મેચ રમતા મુંબઈએ છઠ્ઠી જીત સિઝનમાં મેળવી છે. 6 જીત મેળવનારી ટીમ સિઝનામાં અત્યારે ચેન્નાઈ અને મુંબઈ બે જ ટીમ છે. મુંબઈનો નેટ રનરેટ પણ સુધરતા હવે મોટી રાહત સર્જાઈ છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

ગુજરાત ટાઈટન્સ 11 મેચ રમીને 8 મેચમાં જીત મેળવી છે. આમ 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પ્રથમ પહોંચવાનુ આસાન લાગી રહ્યુ છે. જ્યારે ચેન્નાઈ 13 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. વરસાદના અવરોધને લઈ લખનૌ સામેની મેચ રદ થઈ હતી અને જેને લઈ 1-1 પોઈન્ટ વહેંચવામાં આવ્યા હતા. બુધવારે ચેન્નાઈ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થનારી છે. આ ટક્કર બાદ પણ મુંબઈનો ક્રમ જળવાઈ રહેશે. આમ હાલના 11 મેચના રાઉન્ડ સમાપ્ત થવા સાથે મુંબઈ ટોપ-4માં જળવાઈ રહેશે. જોકે આગળની મેચમાં જીત મેળવીને 18 પોઈન્ટ સુધી પહોંચવાનો પુરો દમ લગાવવો પડશે. મુંબઈએ અંતિમ 5 માંથી 3 મેચ જીતી છે અને હવે આગામી 3 મેચમાં જીત પ્લેઓફમાં સ્થાન અપાવી શકે છે.

IPL 2023 પોઈન્ટ્સ ટેબલ 
ક્રમ ટીમ મેચ જીત  હાર  NRR PTS
1 GT 11 8 3 0.951 16
2 CSK 11 6 4 0.409 13
3 MI 11 6 5 0.255 12
4 LSG 11 5 5 0.294 10
5 RR 11 5 6 0.388 10
6 KKR 11 5 6 -0.079 10
7 RCB 11 5 6 -0.345 10
8 PBKS 11 5 6 -0.441 10
9 SRH 10 4 6 -0.472 8
10 DC 10 4 6 -0.529 8

ચેન્નાઈ અને લખનૌ વચ્ચેની એક મેચ વરસાદને કારણ રદ થઈ હતી. આમ બંને ટીમોને 1-1 પોઈન્ટ્સ વહેંચવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Virat Kohli IPL 2023: નવીન ઉલ હકને કેરી મીઠી લાગી, વિરાટ કોહલીના આઉટ થતા શેર કરેલી તસ્વીરે હંગામો મચાવ્યો!

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">