AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli IPL 2023: નવીન ઉલ હકને કેરી મીઠી લાગી, વિરાટ કોહલીના આઉટ થતા શેર કરેલી તસ્વીરે હંગામો મચાવ્યો!

MI VS RCB, IPL 2023: મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે વાનખેડેમાં રમાઈ રહેલી મેચમાં વિકાટ કોહલી માત્ર 1 જ રન નોંધાવીને વિકેટ ગુમાવી બેઠો હતો. આ સમયે નવીન ઉલ હકની એક પોસ્ટે સોશિયલ મીડિયા પર હંગામો મચાવી દીધો છે.

Virat Kohli IPL 2023: નવીન ઉલ હકને કેરી મીઠી લાગી, વિરાટ કોહલીના આઉટ થતા શેર કરેલી તસ્વીરે હંગામો મચાવ્યો!
Virat Kohli Naveen ul Haq fight
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2023 | 10:27 PM
Share

IPL 2023 ની 54 મી મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી. આ દરમિયાન વિરાટ કોહલી પ્રથમ ઓવરમાં જ વિકેટ ગુમાવી બેઠો હતો. એક તરફ કોહલી સામે તેની ખેલ ભાવનાને લઈ સોશિયલ મીડિયા પર તેને નિશાને લેવામાં આવ્યો છે. ત્યાં લખનૌ સુપર જાયન્ટ્સના નવીન ઉલ હકની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર થતા હંગામો મચી ગયો છે. નવીન અને ગૌતમ ગંભીરના કોહલી સાથેના ઘર્ષણનો મામલો જાણે હજુ ઠંડો ના પડ્યો હોય એવી સ્થિતી આના પરથી લાગી રહી છે.

લખનૌ સુપર જાયન્ટ્સના ખેલાડી નવીન ઉલ હક અને વિરાટ કોહલી વચ્ચે ઈકાના સ્ટેડિયમમાં ઘર્ષણ થયુ હતુ. ગૌતમ ગંભીર પણ આ સંઘર્ષમાં પડ્યા બાદ મામલો વધારે વિવાદે વકર્યો હતો. કોહલી અને નવીનને દંડ પણ ફટકારાયો હતો. જોકે ત્યાર બાદ આ લડાઈ સોશિયલ મીડિયા પર શરુ થઈ હતી અને એ હજુ પણ જારી હોય એવી સ્થિતી છે.

કોહલીની વિકેટ પર નિશાન તાક્યુ

વાનખેડેમાં પ્રથમ ઓવરમાં જ વિરાટ કોહલીએ વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલી આગળ આવીને જેસન બેરહનોડોર્ફ પર મોટો શોટ જમાવવાના ચક્કરમાં તે વિકેટકીપર ઈશાન કિશનના હાથમાં કેચ આપી બેઠો હતો. વિરાટ કોહલીના બેટની કિનારીને અડકીને બોલ કીપરના હાથમાં કેચ થવા છતાં કોહલી ક્રિઝ પર રહ્યો હતો. જેને લઈ રોહિત શર્માએ રિવ્યૂ લીધો હતો અને ટીવી અંપાયરે ઝડપથી જ આઉટનો નિર્ણય જાહેર કરી દીધો હતો. આમ કોહલી માત્ર એક જ રન નોંધાવીને પરત ફર્યો હતો. હવે નવીન ઉલ હકે આ સમયે જ એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જે બેંગ્લોરના ચાહકોને સ્વાભાવિક જ પસંદ આવી નહોતી.

નવીન ઉલ હકે કેરીની તસ્વીર શેર કરી હતી. તેણે કોહલીની વિકેટ બાદ એક તસ્વીર શેર કરી હતી. જેમાં તેણે કાપેલી કેરી ટીવી સામે ટેબલ પર રાખેલી મુકી હતી અને લખ્યુ હતુ કે, સ્વીટ મેંગો. લખનૌના ખેલાડીની પોસ્ટને લઈ સોશિયલ મીડિયા પર માનવામાં આવી રહ્યુ છે કે, આ વિરાટ કોહલી પર નિશાન તાક્યુ છે. આ પોસ્ટ કોહલીના 1 રન પર આઉટ થવાને લઈ શેર કરવામાં આવી હોવાનુ માનવામાં આવી રહ્યુ છે.

આ પણ વાંચોઃ Virat Kohli, IPL 2023: વિરાટ કોહલીને ભૂલની મળી સજા, મોટા શોટના ચક્કરમાં વિકેટકીપરને આપી બેઠો કેચ

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">