AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : RCBએ તોડ્યો IPLનો નિયમ ? 5 વિદેશી ખેલાડીઓ પર વિરાટ કોહલી ટ્રોલ થયો, જુઓ VIDEO

જ્યારે વિરાટ કોહલીને પુછવામાં આવ્યું કે, લોકો એવું કેમ કહી રહ્યા છે કે, આ સીઝનમાં આરસીબી 5 વિદેશી ખેલાડીઓ સાથે રમી રહી છે. તો કિંગ કોહલી આ સવાલ પર પોતાનું હસવું રોકી શક્યા ન હતા.

Breaking News : RCBએ તોડ્યો IPLનો નિયમ ? 5 વિદેશી ખેલાડીઓ પર વિરાટ કોહલી ટ્રોલ થયો, જુઓ  VIDEO
| Updated on: Apr 05, 2026 | 11:14 AM
Share

વિરાટ કોહલી હવે ભારતમાં રહેતો નથી. વિરાટ કોહલી પોતાના પરિવાર સાથે લંડનમાં રહે છે. ત્યારે તેની અલોચના પણ થાય છે પરંતુ હવે આ અલોચના પર કિંગ કોહલીએ સીધો જવાબ આપી ચાહકો વચ્ચે ધમાલ મચાવી દીધી છે. કોહલીએ વિદેશી ખેલાડી કહેવાતા પોતાનું મૌન તોડ્યું છે. આઈપીએલમાં આરસીબી માટે પોતાના બેટથી ધમાલ મચાવનાર વિરાટ કોહલીને મજાકમાં આ સવાલ પુછવામાં આવ્યો હતો. કે, આ સીઝનમાં આરસીબી 5 વિદેશી ખેલાડીઓ સાથે રમી રહી છે. ત્યારબાદ વિરાટ કોહલીએ જે રિએક્શન આપ્યું તે ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.

વિદેશી ખેલાડીઓને પુછો

આરસીબીએ સોશિયલ મીડિયા પર શેર કરેલા એક વીડિયોમાં મિસ્ટર નૈગ્સે કોહલીને મજાકમાં સવાલ કર્યો અને પુછ્યું કે, લોકો કહી રહ્યા છે કે, આરસીબીમાં 5 વિદેશી ખેલાડી રમી રહ્યા છે. આ સવાલ પર વિરાટ કોહલીએ હંસતા જવાબ આપ્યો અને કહ્યું કે, મને ખબર નથી. તમે મને કેમ પુછી રહ્યા છો. વિદેશી ખેલાડીઓને પુછો. હું કોઈ વિદેશી ખેલાડી નથી. તેમણે આગળ હોસ્ટને પુછ્યું કે, શું તમને લાગે છે કે, તે એક વિદેશી ખેલાડી છે. શું હું એક વિદેશી ખેલાડી છું. જેના પર હોસ્ટે જવાબ આપ્યો અને કહ્યું બિલકુલ નહી.

આઈપીએલના નિયમ મુજબ કોઈ પણ ટીમ પ્લેઈંગ ઈલેવનમાં માત્ર 4 વિદેશી ખેલાડીને રમાડી શકે છે. વિરાટ કોહલી લંડનમાં રહે છે અને આંતરરાષ્ટ્રીય મેચમાં કે પછીઆઈપીએલ માટે ભારત આવે છે. ત્યારે સોશિયલ મીડિયા પર તેને વિદેશી ખેલાડી કહી મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે.

આ સિવાય ઈન્ટરવ્યુમાં પુછવામાં આવ્યું કે, આઈપીએલ 2025નો ખિતાબ જીત્યા બાદ કેવું લાગું રહ્યું છે. જેના જવાબમાં કોહલીએ કહ્યું લાંબા સમયથી અમે આ ટ્રોફીની રાહ જોતા હતા. જીત્યા બાદ હવે ખુબ ખુશ છીએ

બીજો પ્રશ્નએ પુછવામાં આવ્યો કે, દર વર્ષે નવી હેરસ્ટાઈલ અને ટેટુ સાથે આવે છે. હું જાણવા માંગુ છું કે, તમે આની તૈયારી કેવી રીતે કરો છો. શું તમે તમારા લુક વિશે 5-6 લોકો સાથે ચર્ચા કરો છો. વિરાટ કોહલીએ આના જવાબમાં કહ્યું શું તમને લાગે છે હું મારો લુક દેખાડવા માટે આવું છું.મને જે રીતના ટેટું અને હેરસ્ટાઈલ ગમે છે. તે કરાવું છું તમને સારું લાગે તો તમે સારું પ્રદર્શન કરો છો.

તમારી મહેનતની સાથે ન્યાયનો પણ અનુભવ થાય

આ સિવાય ઈન્ટરવ્યુમાં વિરાટ કોહલીને ટીમમાં આવી રહેલી નવી પ્રતિભાઓ થી અસુરક્ષા પર વાત કરી હતી. તેમજ કહ્યું કે, મને કોઈ સમસ્યા નથી. વિરાટ કોહલીએ મજાકના અંદાજમાં કહ્યું હું તમારી સાથે જોડાઈશ… જેમ ફિલ્મ રાજા બાબુમાં, તમે રાજા બાબુ બનશો અને હું શક્તિ કપૂર બનીશ.જીત રિયલમાં સાચા અર્થ પર કોહલીએ કહ્યું કે, જીત ખુબ મહનેત, રમત પ્રત્યે એક કમિટેડ રહેવું તમામ ત્યાગનું પરિણામ છે. આ બધું એક ભરોસા જેવું છે. એક ઈનામ ઘણા બધા લોકો હારથી શીખે છે. પરંતુ કેટલાક એવા પણ લોકો હોય છે જે નિરાશ થઈ જાય છે. તમે જ્યારે ખુબ મહેનત પછી જીતો તો તમને તમારી મહેનતની સાથે ન્યાયનો પણ અનુભવ થાય છે. તેમજ તમને મહેનત કરવાની પ્રેરણા મળે છે.

Virat Kohli Anushka Sharma Love Story : આ એક જાહેરાતે વિરાટ-અનુષ્કાની લાઈફ સેટ કરી દીધી અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">