IPL 2024 : રિષભ પંતે 100મી મેચમાં જીત્યો ટોસ, સંજુની ટીમને પહેલા બેટિંગનું આપ્યું આમંત્રણ

IPL 2024ની નવમી મેચમાં રિષભ પંત અને સંજુ સેમસનની ટીમો સામસામે છે. જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ ખૂબ જ રોમાંચક બનવા જઈ રહી છે કારણ કે બંને ટીમો એક શ્રેષ્ઠ હિટર સાથે મેદાનમાં ઉતરશે. આજની મેચમાં દિલ્હીએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી.

IPL 2024 : રિષભ પંતે 100મી મેચમાં જીત્યો ટોસ, સંજુની ટીમને પહેલા બેટિંગનું આપ્યું આમંત્રણ
RR vs DC
Follow Us:
| Updated on: Mar 28, 2024 | 7:32 PM

IPL 2024માં આજે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો યોજાશે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં દિલ્હીના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને રાજસ્થાનને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

બને ટીમમાં મજબૂત ખેલાડીઓ

રાજસ્થાનની ટીમ પાસે યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન જેવા ખેલાડીઓ છે જ્યારે દિલ્હી પાસે ડેવિડ વોર્નર, મિશેલ માર્શ અને રિષભ પંત જેવા છ હિટર્સ છે. આ સાથે જ બોલિંગમાં રાજસ્થાનનો દબદબો જોવા મળી રહ્યો છે. ટીમમાં ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ અને આર અશ્વિન જેવા અનુભવી બોલરો છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

રાજસ્થાને 14, દિલ્હીએ 13માં જીત મેળવી

જોકે, દિલ્હીમાં નોરખિયા, કુલદીપ યાદવ અને ઈશાંત જેવી પ્રતિભાઓ પણ છે. આંકડાઓની વાત કરીએ તો રાજસ્થાન અને દિલ્હી વચ્ચે હંમેશા રસપ્રદ મુકાબલો જોવા મળે છે. બંને ટીમો વચ્ચે કુલ 27 મેચ રમાઈ છે, જેમાંથી રાજસ્થાને 14 અને દિલ્હીએ 13માં જીત મેળવી છે.

રિષભ પંતની 100મી મેચ

કાર અકસ્માતમાં ગંભી રીતે ઘાયલ થયા બાદ એક વર્ષ બાદ કમબેક કરનાર રિષભ પંત આજે IPLમાં 100 મી મેચ રમશે. દિલ્હી કેપિટલ્સની ટીમ મેનેજમેન્ટે મેચ પહેલા રિષભ પંતનું સન્માન કર્યું હતું અને તેને એક ખાસ ટી-શર્ટ ગિફ્ટ કરી હતી.

દિલ્હીની ટીમમાં 2 ફેરફાર

દિલ્હી કેપિટલ્સના પ્લેઈંગ-11માં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ગત મેચમાં ટીમમાં સામેલ ઈશાંત શર્મા અને શે હોપને બહાર કરી તેમની સામે નોરખિયા અને મુકેશ કુમારને પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવ્યા છે.

દિલ્હીની પ્લેઈંગ ઈલેવન

ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, રિકી ભુઈ, રિષભ પંત, ટ્રીસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, એનરિક નોરખિયા, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ખલીલ અહેમદ, રિકી ભુઈ.

રાજસ્થાનમાં કોઈ ફેરફાર નહીં

રાજસ્થાન રોયલ્સની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગત મેચની પ્લેઈંગ 11 સાથે જ સંજુ સેમસન મેદાનમાં ઉતરશે. ટીમમાં બટલર, યશસ્વી જયસ્વાલ, હેટમાયર જેવા બેટ્સમેનો સામેલ છે, જ્યારે બોલિંગમાં અશ્વિન,ટ્રેન્ટ બોલ્ટ અને ચહલ સામેલ છે.

રાજસ્થાનની પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન, રેયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, નાન્દ્રે બર્જર, આર અશ્વિન, અવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.

આ પણ વાંચો : IPL 2024 : હાર્દિક પંડ્યા માટે વધુ એક ખરાબ સમાચાર, મુંબઈ ઈન્ડિયન્સની હાલત થશે ખરાબ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">