IPL 2024 KKR vs SRH : કોલકાતા કે હૈદરાબાદ, કોણ જીતશે ફાઈનલ? આંકડાઓ પરથી સંપૂર્ણ ગણિત સમજો

|

May 26, 2024 | 5:55 PM

IPL ફાઈનલ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે યોજાવા જઈ રહી છે. આખી ટુર્નામેન્ટમાં બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં ચાહકો મૂંઝવણમાં છે કે ફાઈનલમાં કોણ જીતશે? આ સવાલનો જવાબ તો આજે ફાઈનલ મેચ બાદ બધાને ખબર પડી જ જશે, પંરતુ મેચ પહેલા આ આંકડાઓ પર એક નજર કરશો તો તમે કદાચ અંદાજો લગાવી શકશો કે આજે કોણ ચેમ્પિયન બનશે.

IPL 2024 KKR vs SRH : કોલકાતા કે હૈદરાબાદ, કોણ જીતશે ફાઈનલ? આંકડાઓ પરથી સંપૂર્ણ ગણિત સમજો
KKR vs SRH

Follow us on

IPL 2024ની ફાઈનલ ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. હૈદરાબાદ અને કોલકાતાના બેટ્સમેન હોય કે બોલરો, બંનેએ જબરદસ્ત પ્રદર્શન કર્યું અને ટીમને ટાઈટલની ટક્કર સુધી પહોંચાડી. પરંતુ હવે સવાલ એ છે કે IPLની અંતિમ લડાઈ કોણ જીતશે? IPLની ફાઈનલમાં કોણ જીતશે? સવાલનો જવાબ ઘણો મુશ્કેલ છે પરંતુ ચાલો તમને આંકડા સાથે જણાવીએ કે કોણ બની શકે છે IPL 2024નું ચેમ્પિયન?

ફોર્મ મામલે KKR આગળ

ક્રિકેટમાં સૌથી મહત્વની વસ્તુ ફોર્મ છે. જો ફોર્મ સારું હોય તો તમારી જીતની તકો હંમેશા વધારે હોય છે અને આ બાબતમાં KKR તેની હરીફ સનરાઈઝર્સ હૈદરાબાદ કરતા ઘણી આગળ છે. KKRએ તેની છેલ્લી પાંચ મેચ જીતી છે. બીજી તરફ સનરાઇઝર્સની ટીમ આ મામલે સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી શકી નથી. હૈદરાબાદે છેલ્લી પાંચ મેચમાંથી 3માં જીત મેળવી છે અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે.

સામ-સામે મુકાબલામાં KKRનો હાથ ઉપર

આ ટુર્નામેન્ટની વાત કરીએ તો, KKR અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે 2 મેચ રમાઈ હતી અને બંનેમાં KKR જીતી હતી. કોલકાતાએ ઈડન ગાર્ડન્સ ખાતે પ્રથમ મેચ જીતી હતી અને બીજી વખત તેઓ પ્રથમ ક્વોલિફાયરમાં મળ્યા હતા જ્યાં KKR ફરી એકવાર જીત્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

બેટિંગમાં SRH આગળ

બેટિંગની વાત કરીએ તો સનરાઈઝર્સ હૈદરાબાદ આ આંકડામાં થોડી આગળ દેખાય છે. હૈદરાબાદના ત્રણ બેટ્સમેનોએ આ સિઝનમાં 400થી વધુ રન બનાવ્યા છે. ટ્રેવિસ હેડના બેટમાંથી 567 રન આવ્યા હતા. ક્લાસને 463 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ પણ 482 રન બનાવ્યા છે. બીજી તરફ KKR તરફથી સુનીલ નારાયણે 482 રન બનાવ્યા છે. જ્યારે ફિલ સોલ્ટે 435 રન બનાવ્યા છે. મોટી વાત એ છે કે સોલ્ટ ઈંગ્લેન્ડ પરત ફર્યો છે.

બોલિંગમાં કોનો દબદબો રહ્યો?

બોલિંગની વાત કરીએ તો KKR સંપૂર્ણપણે હૈદરાબાદ પર પ્રભુત્વ ધરાવે છે. હૈદરાબાદ તરફથી માત્ર 2 બોલર 15 કે તેથી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યા છે. હૈદરાબાદ તરફથી નટરાજને 19 અને કમિન્સે 17 વિકેટ ઝડપી છે. કોલકાતાની વાત કરીએ તો તેના પાંચ બોલરોએ 15 કે તેથી વધુ વિકેટ લીધી છે. વરુણ ચક્રવર્તીએ સૌથી વધુ 20 વિકેટ લીધી છે. હર્ષિત રાણાના નામે 17 વિકેટ છે. સુનીલ નારાયણ અને આન્દ્રે રસેલે 16-16 વિકેટ લીધી છે. મિચેલ સ્ટાર્કના નામે પણ 15 વિકેટ છે. તે સ્પષ્ટ છે કે KKR ફોર્મ અને બોલિંગ મોરચે ઘણી આગળ છે અને ચેન્નાઈની પિચ તેના બોલરોને પણ પસંદ છે. આવી સ્થિતિમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે IPL જીતવી થોડી મુશ્કેલ લાગી રહી છે.

આ પણ વાંચો : ‘રોહિત બ્રિગેડ’ T20 વર્લ્ડ કપ જીતવા માટે નીકળી પરંતુ આ ખેલાડીઓ ટીમ સાથે જોવા ન મળ્યા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:55 pm, Sun, 26 May 24

Next Article