IPL 2024 : કોણ છે ફાસ્ટ,ફાસ્ટ, ફાસ્ટ ,ફાસ્ટ બોલર મયંક યાદવ ,આઈપીએલમાં ડેબ્યુ કરતાની સાથે 155.8ની સ્પીડે બોલિંગ કરી
મયંક યાદવની ફાસ્ટ બોલિંગ જોઈ પૂર્વ દિગ્ગજ બ્રેટ લીએ રિએક્ટ કર્યું છે. જેનાથી ધમાલ મચી ગઈ છે. મયંકની બોલિંગ જોઈ બ્રેટ લીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે.આઈપીએલના ઈતિહાસમાં ફાસ્ટ બોલરનો રેકોર્ડ શૉન ટૈટનું નામ છે.
આઈપીએલ 2024માં મયંક યાદવનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. 22 વર્ષના ફાસ્ટ બોલરે આઈપીએલમાં 2024માં સૌથી ફાસ્ટ બોલિંગ નાંખી ધમાલ મચાવી દીધી છે. 155.8ની સ્પીડની સાથે બોલિંગ કરી ઈતિહાસ રચી દીધો છો. મયંકે આઈપીએલના ઈતિહાસમાં 155+ની બોલિંગ સાથે ફાસ્ટ બોલિંગ ફેકનાર ભારતનો માત્ર બીજો બોલર બની ગયો છે. તેના પહેલા ઉમરાન મલિકે આ કારનામું કર્યું હતુ. તમને જણાવી દઈએ કે, આઈપીએલ 2024ની 11મી મેચમાં પોતાની પહેલી જ આઈપીએલ મેચમાં રમી રહેલા મયંક યાદવે ધમાલ મચાવી દીધી છે.
goes
. / by Mayank Yadav
Relishing the raw and exciting pace of the debutant who now has 2️⃣ wickets to his name #PBKS require 71 from 36 delivers
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia #TATAIPL |… pic.twitter.com/rELovBTYMz
— IndianPremierLeague (@IPL) March 30, 2024
ભારતને ફાસ્ટ બોલર મળી ગયો
મયંક યાદવની ફાસ્ટ બોલિંગ જોઈ પૂર્વ દિગ્ગજ બ્રેટ લીએ પણ રિએક્ટ કર્યું છે. મયંકની બોલિંગ જોઈ બ્રેટલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે અને લખ્યું, ભારતને પોતાના સૌથી ફાસ્ટ બોલર મળી ગયા છે મયંક યાદવ માત્ર બ્રેટ લીએ જ નહિ પરંતુ કેવિન પીટરસને પણ મયંકની બોલિંગને લઈ રિએક્ટ કર્યું છે.પીટરસને પોસ્ટ શેર કરી લખ્યું, મયંક યાદવની બોલિંગ 155kph, વધુ એક ફાસ્ટ,ફાસ્ટ, ફાસ્ટ ,ફાસ્ટ બોલર
India has just found its fastest bowler. Mayank Yadav! Raw pace Very impressive @IPL @JioCinema @BCCI
— @BrettLee_58 (@BrettLee_58) March 30, 2024
આઈપીએલના ઈતિહાસમાં ફાસ્ટ બોલરનો રેકોર્ડ શૉન ટૈટનું નામ
તમને જણાવી દઈએ કે, મયંક અગ્રવાલે આઈપીએલમાં ડેબ્યુ મેચમાં 4 ઓવરની બોલિંગ કરી અને 27 રન આપી 3 વિકેટ લીધી હતી. લખનૌની જીતમાં મયંક તરફથી શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આઈપીએલના ઈતિહાસમાં ફાસ્ટ બોલરનો રેકોર્ડ શૉન ટૈટનું નામ છે. શૉન ટૈટે આઈપીએલમાં 157.71ની સ્પીડની સાથે બોલ નાંખવાનો રેકોર્ડ નોંધાયેલો છે,
Mayank Yadav bowling 155kph!!!!! @irbishi will be happy! A fast fast fast fast fast bowler!!!!!
— Kevin Pietersen (@KP24) March 30, 2024
આઈપીએલમાં સૌથી ફાસ્ટ બોલ નાંખનાર બોલરો
- શૉન ટૈટ- 157.71 કિમી/કલાક
- લોકી ફર્ગ્યુસન – 157.3 કિમી/કલાક
- ઉમરાન મલિક – 157 કિમી/કલાક
- એનરિક નોર્ટજે – 156.22 કિમી/કલાક
- મયંક યાદવ- 1558.8 કિમી/કલાક
- ઉમરાન મલિક-155.7 કિમી/કલાક
- એનરિક નૉર્ટજ- 155.1 કિમી/કલાક
- ઉમરાન મલિક- 154.8 કિમી/કલાક
- એનરિક નોર્ટજે – 154.7 કિમી/કલાક
- ડેલ સ્ટેન-154.4 કિમી/કલાક
- કાગિસો રબાડા- 154.23 કિમી/કલાક
આ પણ વાંચો : IPL 2024 : ઓરેન્જ કેપની રેસમાં શિખર ધવન અને નિકોલસ પુરનની એન્ટ્રી, આ ખેલાડી પાસેથી પર્પલ કેપ લેવી મુશ્કેલ