AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024 : ઓરેન્જ કેપની રેસમાં શિખર ધવન અને નિકોલસ પુરનની એન્ટ્રી, આ ખેલાડી પાસેથી પર્પલ કેપ લેવી મુશ્કેલ

પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવનની સાથે લખનૌ સુપર જાયન્ટસના વિસ્ફોટક બેટ્સમેન નિકોલસ પુરનની ઓરેન્જ કેપની રેસમાં સામેલ ટોપ -5 બેટ્સમેનમાં એન્ટ્રી થઈ છે. આઈપીએલમાં સૌથી સારા પ્રદર્શન કરનાર બેટ્સમેનને ઓરેન્જ કેપ તો બોલરને પર્પલ કેપ આપવામાં આવે છે.

IPL 2024 : ઓરેન્જ કેપની રેસમાં શિખર ધવન અને નિકોલસ પુરનની એન્ટ્રી, આ ખેલાડી પાસેથી પર્પલ કેપ લેવી મુશ્કેલ
Follow Us:
| Updated on: Mar 31, 2024 | 11:08 AM

આઈપીએલમાં 11 મેચ બાદ ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસ ખુબ રસપ્રદ રહી છે. બોલર અને બેટ્સમેન શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.લખનૌ સુપર જાયન્ટસ અને પંજાબ કિંગ્સ વચ્ચે આઈપીએલની 11મી મેચ રમાય હતી. ત્યારબાદ ઓરેન્જ કેપની રેસમાં સામેલ ટોપ -5 ખેલાડીઓમાં શિખર ધવન અને નિકોલસ પુરને પોતાનું સ્થાન બનાવી લીધું છે. પંજાબના કેપ્ટન શિખર ધવને લખનૌ વિરુદ્ધ 199 રનનો લક્ષ્યનો પીછો કરતા 70 રનની શાનદાર ઈનિગ્સ રમી હતી.

આઈપીએલ 2024 સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

લખનૌના નિકોલસ પુરને પંજાબ વિરુદ્ધ પહેલી ઈનિગ્સમાં 21 બોલમાં 42 રન બનાવ્યા હતા. ગબ્બરની આ ઈનિગ્સની સાથે આઈપીએલ 2024માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનમાં ત્રીજા તો નિકોલસ પુરન 5માં સ્થાને પહોંચી ગયો છે.શિખર ધવનના નામે આઈપીએલમાં 3 ઈનિગ્સમાં 137 રન છે. તો નિકોલસનના બેટમાંથી 2 મેચમાં 106 રન બનાવી ચૂક્યો છે. ઓરેન્જ કેપની રેસમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 181 રનની સાથે ટોપ પર છે. તો ટોપ-5 બેટ્સમેનના લીસ્ટમાં સનરાઈઝર્સ હૈદરાબાદના હેનરિક ક્લાસેન બીજા તો રાજસ્થાન રોયલ્સના રિયાન પરાગ ચોથા સ્થાન પર છે.

આઈપીએલ 2024માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

ચેન્નાઈ સુપર કિંગ્સના મુસ્તફિઝર રહમાન પાસેથી હજુ સુધી કોઈ પર્પલ કેપ લઈ શક્યું નથી. સીએસકેના આ ફાસ્ટ બોલરે 2 મેચમાં 6 વિકેટ લઈ આઈપીએલ 2024માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરના લિસ્ટમાં ટોપ પર છે. આ લિસ્ટમાં ટોપ -5માં એક માત્ર ભારતીય કેકેઆરનો હર્ષિત રાણા છે. આ ફાસ્ટ બોલરે 2 મેચમાં 5 વિકેટ લીધી છે. તો ટોપ-5માં સામેલ થનારા ફાસ્ટ બોલરમાં કાગિસા રબાડા, સૈમ કરન અને આંર્દ રસેલ છે.

આજનું રાશિફળ તારીખ : 29-04-2025
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓની તપાસ કોણ કરે છે?
ખાંડથી પણ વધુ ખતરનાક ધીમું ઝેર રોજ ખાઈ રહ્યા છે લોકો, નામ જાણીને ચોંકી જશો
Hidden Gold : તમારા ઘરની કઈ ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં હોય છે સોનું ? જાણો
AC Tips : સારી ઊંઘ માટે રાત્રે AC કેટલા પર રાખવું જોઈએ?
ચાખ્યા વગર કેવી રીતે ખબર પડે કે કાકડી કડવી છે કે નહીં ?

IPL 2024 ની પર્પલ કેપની રેસમાં, હર્ષિત એકમાત્ર લાખપતિ બોલર છે જે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની ટોપ 5 યાદીમાં સામેલ છે.ધોનીના ખેલાડીઓ હાલમાં પર્પલ કેપની રેસમાં ટોચના સ્થાને છે. ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાને પ્રથમ 2 મેચમાં CSK માટે 6 વિકેટ લીધી છે.

આ પણ વાંચો : IPL 2024 : આજે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને હૈદરાબાદ વચ્ચે મેચ, અહિ જોઈ શકાશે લાઈવ મેચ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">