ગુરુવારે IPL 2023ની બે મોટી મેચ રમાઈ હતી. પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો પંજાબ કિંગ્સ સામે થયો હતો જ્યારે સાંજની મેચમાં દિલ્હી કેપિટલ્સનો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થયો હતો. આ બે મેચો પછી, ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસમાં સામેલ ખેલાડીઓની યાદીમાં ઘણા ફેરફારો થયા હતા, જોકે દિવસના અંતે બંને કેપ આરસીબીના ખેલાડીઓના માથા પર શોભી રહી છે.
બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુપ્લેસીએ IPL 2023માં સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ કબજે કરી છે, જ્યારે મોહમ્મદ સિરાજે પંજાબ સામે ઝડપી બોલિંગ કરીને પર્પલ કેપ જીતી છે.
સૌથી પહેલા વાત કરીએ ઓરેન્જ કેપની રેસમાં સામેલ ટોપ 5 બેટ્સમેનોની. ફાફ ડુ પ્લેસિસ 343 રન સાથે ટોચ પર છે. ડુ પ્લેસિસ સિવાય હજુ સુધી કોઈ બેટ્સમેન ટૂર્નામેન્ટમાં 300 રનનો આંકડો પાર કરી શક્યો નથી. આ યાદીમાં ટોપ-5માં તેના સિવાય ડેવિડ વોર્નર, વિરાટ કોહલી, જોસ બટલર અને વેંકટેશ ઐયર છે. અય્યર પાસે દિલ્હી સામે રન બનાવીને આ યાદીમાં પોતાને પ્રમોટ કરવાની મોટી તક હતી, પરંતુ તે ચૂકી ગયો. તે ડીસી સામે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.
આ પણ વાંચો : Sachin Tendulkar સાથે બોલિંSachin Tendulkar સાથે બોલિંગ કરતો જોવા મળ્યો MC Stan, યુઝર્સે કહ્યું – હક સે Video વાયરલગ કરતો જોવા મળ્યો MC Stan, યુઝર્સે કહ્યું – હક સે Video વાયરલ
પર્પલ કેપની વાત કરીએ તો મોહમ્મદ સિરાજે પંજાબ કિંગ્સ સામે શાનદાર બોલિંગ કરીને માર્ક વુડ પાસેથી આ કેપ છીનવી લીધી છે.આ તમામ સફળતાઓ સાથે તે 12 વિકેટ સાથે પર્પલ કેપની રેસમાં સામેલ ખેલાડીઓની યાદીમાં ટોચ પર પહોંચી ગયો છે. તેમની પાછળ માર્ક વુડ, યુઝવેન્દ્ર ચહલ, રાશિદ ખાન અને મોહમ્મદ શમી જેવા અનુભવી બોલરો છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો