India Vs Zimbabwe T20 Highlights : ભારતે ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યું, સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે

Nirupa Duva
| Edited By: | Updated on: Nov 06, 2022 | 5:16 PM

IND vs ZIM T20 World Cup 2022 T20 Highlights :ભારત ઝિમ્બાબ્વે સામે મોટી જીત મેળવીને ગ્રુપ 2માં ટોપ પર પહોંચી ગયું છે. આ સાથે હવે સેમિફાઈનલમાં તેનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે.

India Vs Zimbabwe  T20 Highlights :  ભારતે ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યું, સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે
ભારત આજે ઝિમ્બાબ્વે સામે ટકરાશેImage Credit source: TV9 Gujarati

IND vs ZIM : ભારતીય ટીમ આજે T20 વર્લ્ડ કપના સુપર 12ની છેલ્લી મેચમાં ઝિમ્બાબ્વે સામે ટક્કરાઈ હતી. ભારત પહેલાથી જ સેમીફાઈનલમાં પહોંચી ગયું છે,T20 વર્લ્ડ કપના ગ્રુપ 2 ની છેલ્લી મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યું. ઝિમ્બાબ્વે સામે મોટી જીત સાથે ભારત ગ્રુપ 2માં ટોપ પર પહોંચી ગયું છે. સેમીફાઈનલમાં હવે તેનો મુકાબલો ગ્રુપ 1ની બીજા નંબરની ટીમ ઈંગ્લેન્ડ સામે થશે. ભારતની જીત સાથે પાકિસ્તાન ગ્રુપ 2માં બીજા સ્થાને સરકી ગયું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 186 રન બનાવ્યા હતા.

ભારતે છેલ્લા 30 બોલમાં 79 રન બનાવ્યા

સૂર્યકુમાર યાદવે બેટથી હંગામો મચાવ્યો હતો. 187 રનના લક્ષ્‍યાંકનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ ભારતીય બોલરનો સામનો કરી શકી ન હતી અને આખી ટીમ ટુંકા સ્કોરમાં જ સમેટાઈ ગઈ હતી.ભારત માટે કેએલ રાહુલ બાદ સૂર્યકુમાર યાદવે તોફાની અડધી સદી ફટકારી હતી. રાહુલે 35 બોલમાં 51 રન બનાવ્યા હતા, જ્યારે સૂર્યાએ 25 બોલમાં 61 રનની અણનમ ઈનિંગ રમી હતી.રાહુલ અને કોહલી પછી ભારતના રનની ગતિ ચોક્કસપણે ધીમી થઈ ગઈ હતી, પરંતુ સૂર્યાએ છેલ્લી 5 ઓવરમાં તેનો સામનો કરી લીધો. ભારતે છેલ્લા 30 બોલમાં 79 રન બનાવ્યા હતા.

બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે

ટીમ ઈન્ડિયા પહેલાથી જ સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે અને આ જીતનો અર્થ એ છે કે ટીમે ગ્રુપ-2માં ટોચ પર રહીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતે ગ્રુપ ટુમાં તેની પાંચમાંથી ચાર મેચ જીતી અને આઠ પોઈન્ટ સાથે ટોપ પર રહી. તે જ સમયે આગ્માં ગ્રુપમાંથી ક્વોલિફાય થનારી બીજી ટીમ પાકિસ્તાન હતી. તેના છ પોઈન્ટ છે. હવે પ્રથમ સેમિફાઇનલમાં બુધવારે સિડનીમાં ન્યૂઝીલેન્ડનો મુકાબલો પાકિસ્તાન સાથે થશે. ટીમ ઈન્ડિયા ગુરુવારે એડિલેડ ઓવલમાં બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે.

ગ્રુપ વનમાં ન્યુઝીલેન્ડ પ્રથમ અને ઈંગ્લેન્ડ બીજા સ્થાને રહીને સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થયું હતું. સેમિફાઇનલમાં  ગ્રુપ વનમાં પ્રથમ સ્થાન મેળવનાર ટીમ ગ્રુપ ટુમાં બીજા સ્થાને રહેલ ટીમનો સામનો કરે છે અને ગ્રુપ ટુમાં પ્રથમ સ્થાને રહેલી ટીમ અને ગ્રુપ વનમાં બીજા સ્થાને રહેલી ટીમનો સામનો કરવામાં આવે છે.

ભારતે ઝિમ્બાબ્વે સામે 187 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 17.2 ઓવરમાં 115 રનમાં સમેટાઈ ગઈ હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Nov 2022 04:50 PM (IST)

    IND vs ZIM Live:સેમીફાઈનલમાં પહોંચી ભારતીય ટીમ

    ભારતે ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યું, સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડનો સામનો

  • 06 Nov 2022 04:48 PM (IST)

    IND vs ZIM Live: રવિચંદ્રન અશ્વિને ઝિમ્બાબ્વેને બે-બે ઝટકા આપ્યા

    16 ઓવર પછી ઝિમ્બાબ્વેએ 9 વિકેટના નુકસાને 111 રન બનાવ્યા હતા. હાલમાં સિકંદર રઝાને 34 રન પર પેવેલિયન મોકલ્યો છે અને તેન્ડાઈ ચતારા ક્રિઝ પર છે. 16મી ઓવરમાં રવિચંદ્રન અશ્વિને ઝિમ્બાબ્વેને બે-બે ઝટકા આપ્યા હતા. તેણે ઓવરના પહેલા બોલ પર વેલિંગ્ટન મસાકાડ્ઝાને રોહિતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તે એક રન બનાવી શક્યો હતો. આ પછી એન્ગારવા પાંચમા બોલ પર બોલ્ડ થયો હતો. એનર્ગવા પણ એક રન બનાવી શક્યો હતો.

  • 06 Nov 2022 04:45 PM (IST)

    IND vs ZIM Live: ઝિમ્બાબ્વેને 8મો ઝટકો

    સિકંદર રઝા 24 બોલમાં 34 રન બનાવ્યા હતા.

  • 06 Nov 2022 04:45 PM (IST)

    IND vs ZIM Live: ભારત જીતની નજીક

    ઝિમ્બાબ્વે ટીમ મુશ્કેલીમાં છે તો ભારત જીતની નજીક છે,ઝિમ્બાબ્વેને મેચ જીતવા માટે 21 બોલમાં 76 રનની જરુર છે.

  • 06 Nov 2022 04:40 PM (IST)

    IND vs ZIM Live:ઝિમ્બાબ્વેને વધુ એક ઝટકો

    આર અશ્વિને વેલિંગ્ટન મસાકાદઝાના રૂપમાં પોતાનો બીજો શિકાર બનાવ્યો હતો. ઇનિંગની 16મી ઓવરના પહેલા બોલ પર અશ્વિને વેલિંગ્ટન મસાકાદઝાને કેપ્ટન રોહિત શર્માના હાથે કેચ કરાવીને ઝિમ્બાબ્વેને સાતમો ઝટકો આપ્યો હતો. મસાકાદઝા સાત બોલમાં એક રન બનાવીને આઉટ થયો હતો. આ પછી અશ્વિને નાગરવાને બોલ્ડ કરીને પોતાનો ત્રીજો શિકાર પૂરો કર્યો.

  • 06 Nov 2022 04:37 PM (IST)

    IND vs ZIM Live: ઝિમ્બાબ્વેને સાતમો ઝટકો

    વેલિંગ્ટન 7 બોલમાં 1 રન બનાવી પેવેલિયન પરત ફર્યો

  • 06 Nov 2022 04:34 PM (IST)

    IND vs ZIM Live:સિકંદર રઝાએ સિક્સ ફટકારી

    સિકંદર રઝા 18 બોલમાં 29 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યો છે.

  • 06 Nov 2022 04:32 PM (IST)

    IND vs ZIM Live: ઝિમ્બાબ્વેને જીતવા માટે 36 રનમાં 91 રનની જરુર છે

  • 06 Nov 2022 04:29 PM (IST)

    IND vs ZIM Live:ઝિમ્બાબ્વે મુશ્કેલીમાં, અડધી ટીમ પેવેલિયન પરત ફરી

    14મી ઓવરના બીજા બોલે રેયાન બર્લેને બોલ્ડ કરીને અશ્વિને ભારતને 6મી સફળતા અપાવી હતી. બર્લે 22 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો હતો.

  • 06 Nov 2022 04:27 PM (IST)

    IND vs ZIM Live: 13 ઓવરમાં 94 /5નો સ્કોર

    13મી ઓવર અક્ષર પટેલે નાંખી હતી.છેલ્લી બે ઓવરમાં, અશ્વિન અને અક્ષરે ઝિમ્બાબ્વે તરફ થોડી ગતિ શિફ્ટ કરવા માટે વધુ રન ખર્ચ્યા છે. અહીં ટીમ ઈન્ડિયા 6ઠ્ઠી વિકેટની શોધમાં છે.

  • 06 Nov 2022 04:26 PM (IST)

    IND vs ZIM Live: રેયાન બર્લે ચોગ્ગો ફટકાર્યો

    રેયાન બર્લ 20 બોલમાં 31 રન પર રમી રહ્યો છે.

  • 06 Nov 2022 04:23 PM (IST)

    IND vs ZIM Live: ભારત મજબૂત સ્થિતિમાં

    11ઓવર પછી ઝિમ્બાબ્વેનો સ્કોર પાંચ વિકેટે 81 છે. હાલમાં સિકંદર રઝા 11 બોલમાં 18 રન અને રેયાન બર્લે 17 બોલમાં 26 રન સાથે બેટિંગ કરી રહ્યા છે. અગાઉ વેસ્લી માધવેર અને રેગિસ ચકાબ્વા ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ભુવનેશ્વરને માધવેર અને ચકબવાને અર્શદીપ સિંહને પેવેલિયનમાં મોકલવામાં આવ્યા હતા. કેપ્ટન ક્રેગ ઈરવિન 15 બોલમાં 13 રન બનાવીને હાર્દિક પંડ્યાના હાથે આઉટ થયો હતો. તે જ સમયે, શોન વિલિયમ્સ 18 બોલમાં 11 રન અને ટોની મુન્યોંગા પાંચ રન બનાવીને આઉટ થયો હતા. આ બંનેને મોહમ્મદ શમીએ આઉટ કર્યા હતા.

  • 06 Nov 2022 04:22 PM (IST)

    IND vs ZIM Live: રેયાન બર્લે ચોગ્ગો ફટકાર્યો

  • 06 Nov 2022 04:20 PM (IST)

    IND vs ZIM Live: રેયાન બર્લે સિક્સ ફટકારી

    11મી ઓવર અક્ષર પટેલ લઈને આવ્યો હતો. જેના પ્રથમ બોલ પર સિકંદર રઝાએ ચોગ્ગો ફટકાર્યો હતો. બીજા બોલ પર ઝિમ્બાબ્વેના ખાતામાં 2 રન આવ્યા હતા. ત્રીજા બોલમાં પણ 2 રન આવ્યા હતા. ચોથા બોલમાં માત્ર એક રન આવ્યો હતો.પાંચમાં બોલ પર રેયાન બર્લે સિક્સ ફટકારી હતી. આ ઓવરમાં ઝિમ્બાબ્વેના ખાતામાં 15 રન આવ્યા હતા.

  • 06 Nov 2022 04:18 PM (IST)

    IND vs ZIM Live: સિકંદર રઝાએ ચોગ્ગો ફટકાર્યો

  • 06 Nov 2022 04:17 PM (IST)

    IND vs ZIM Live:ઝિમ્બાબ્વેની ફિફ્ટી

    187 રનના લક્ષ્યનો પીછો કરતા ઝિમ્બાબ્વેએ 10 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 59 રન બનાવી લીધા હતા. અનુભવી સિકંદર રઝા અને રેયાન બુર્લેની જોડી ક્રીઝ પર ઉભી છે. રઝા નવ રન પર રમી રહ્યો છે જ્યારે રેયાન બર્લે તેને 14 રન પર સાથ આપી રહ્યો છે.

  • 06 Nov 2022 04:16 PM (IST)

    IND vs ZIM Live: 10મી ઓવર બાદ સ્કોર 59/5

    10મી ઓવર રવિચંદ્રન અશ્વિન નાંખી રહ્યો છે. પ્રથમ બોલ પર એક રન આવ્યો હતો.રિયાન બર્લે 10મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.આ ઓવર મોંધી સાબિત થઈ છે. ક્રિઝ પર રિયાન બર્લ અને રઝા રમી રહ્યા છે. આ ઓવરમાં 12 રન આવ્યા હતા. 10 ઓવર બાદ 59/5નો સ્કોર રહ્યો છે.

  • 06 Nov 2022 04:12 PM (IST)

    IND vs ZIM Live: રિયાન બર્લે ચોગ્ગો ફટકાર્યો

    રિયાન બર્લે 10મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 06 Nov 2022 04:10 PM (IST)

    IND vs ZIM Live: 9 ઓવરમાં 47/5નો સ્કોર

    ઝિમ્બાબ્વેએ 9 ઓવરમાં કુલ 47 રનમાં તેની પાંચ વિકેટ ગુમાવી દીધી છે. મોહમ્મદ શમીએ ટોની મુન્યોંગાને એલબીડબ્લ્યુ આઉટ કરીને ભારતને પાંચમી સફળતા અપાવી હતી. શમીએ ઇનિંગની આઠમી ઓવરના ત્રીજા બોલ પર ટોનીને પેવેલિયન મોકલી દીધો હતો.ઝિમ્બાબ્વેને જીતવા માટે 68 બોલ 145 રન પર છે.

  • 06 Nov 2022 04:10 PM (IST)

    IND vs ZIM Live: રિયાન બર્લે ચોગ્ગો ફટકાર્યો

  • 06 Nov 2022 04:05 PM (IST)

    IND vs ZIM Live:ઝિમ્બાબ્વેની અડધી ટીમ પેવેલિયન ફરી

    હાલમાં સિકંદર રઝા અનેરિયાન બર્લે ક્રિઝ પર છે. ઝિમ્બાબ્વે 8 ઓવર પછી 5 વિકેટે 39 રન છે. રઝા1 અને બર્લ 1 રન બનાવી ક્રિઝ પર છે.

  • 06 Nov 2022 04:02 PM (IST)

    IND vs ZIM Live: ટોની મુનાયોંગા આઉટ

    ઝિમ્બાબ્વેને સાતમી ઓવરમાં 31 રનમાં ચોથો ઝટકો લાગ્યો હતો. હાર્દિક પંડ્યાએ તેના જ બોલ પર કેપ્ટન ક્રેગ ઈરવિનનો કેચ પકડ્યો હતો. ઈરવિન 15 બોલમાં 13 રન બનાવી શક્યો હતો. હાલમાં સિકંદર રઝા અને ટોની મુન્યોંગા ક્રિઝ પર છે. ઝિમ્બાબ્વે સાત ઓવર પછી ચાર વિકેટે 32 રન છે. ક્રિઝ પર આવતા જ ટોની મુનાયોંગા આઉટ થયો હતો.

  • 06 Nov 2022 03:59 PM (IST)

    IND vs ZIM Live: ટોની મુનાયોંગા ચોગ્ગો ફટકાર્યો

    ટોની મુનાયોંગા ક્રિઝ પર આવતા જ ચોગ્ગો ફટકાર્યો છે

  • 06 Nov 2022 03:56 PM (IST)

    IND vs ZIM Live: ઝિમ્બાબ્વેને ચોથો ઝટકો

    ભારતને ચોથી સફળતા મળી છે. કેગ માત્ર 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે. 6 ઓવર બાદ ઝિમ્બાબ્વેનો સ્કોર 31/4 રન છે.

  • 06 Nov 2022 03:53 PM (IST)

    IND vs ZIM Live: સીન વિલિયમ્સ આઉટ

    6ઠ્ઠી ઓવરના છેલ્લા બોલ પર મોહમ્મદ શમીએ વિલિયમ્સને બાઉન્સર પર કેચ આઉટ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભારતને ત્રીજી વિકેટ મળી. ઝિમ્બાબ્વે 6 ઓવર પછી 28/3

  • 06 Nov 2022 03:49 PM (IST)

    IND vs ZIM Live: સીન વિલિયમ્સે સિક્સ ફટકારી

    સીન વિલિયમ્સ 16 બોલમાં 11 રન બનાવીને રમી રહ્યો છે

  • 06 Nov 2022 03:47 PM (IST)

    IND vs ZIM Live: સૂર્યા બાદ ભારતીય બોલરોનું તોફાન

    ટીમ ઈન્ડિયાના બોલરોએ ઝિમ્બાબ્વે પર તબાહી મચાવી દીધી છે. ભુવનેશ્વર કુમાર બાદ હવે અર્શદીપ સિંહે ઝિમ્બાબ્વેને ઝટકો આપ્યો છે. રેગિસ ચકાબ્વા ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો અને ઝિમ્બાબ્વેનો સ્કોર 5 ઓવરમાં 21/2 છે.

  • 06 Nov 2022 03:41 PM (IST)

    IND vs ZIM Live: એર્વિને ચોગ્ગો ફટકાર્યો

    4 ઓવર બાદ ઝિમ્બાબ્વેનો સ્કોર 13 ઓવરમાં 2 વિકેટનું નુકશાન થયું છે. ઝિમ્બાબ્વેને જીતવા માટે 96 રનમાં 174 રનની જરુર છે.

  • 06 Nov 2022 03:38 PM (IST)

    IND vs ZIM Live: 3 ઓવર બાદ ઝિમ્બાબ્વેનો સ્કોર 7/2

    3 ઓવર બાદ ઝિમ્બાબ્વેનો સ્કોર 7/2 છે.  ભારતે ઝિમ્બામ્વવેને 187 રનનો ટાર્ગેટ આપ્યો છે.

  • 06 Nov 2022 03:33 PM (IST)

    IND vs ZIM Live : ભારતની શાનદાર શરૂઆત

    ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ઝિમ્બાબ્વેને વધુ એક ઝટકો આપ્યો છે. અર્શદીપે પોતાની પ્રથમ ઓવરના ચોથા બોલ પર રેગિસ ચકાબ્વાને બોલ્ડ કરીને ઝિમ્બાબ્વેને બીજો ઝટકો આપ્યો હતો.

  • 06 Nov 2022 03:25 PM (IST)

    IND vs ZIM Live: ઝિમ્બાબ્વેએ તેની પ્રથમ વિકેટ ગુમાવી

    187 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની પ્રથમ વિકેટ ઇનિંગ્સના પ્રથમ બોલ પર પડી હતી. મધેવેરે ભુવનેશ્વરને કવર તરફ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ સીધો શોર્ટ કવરમાં ઉભેલા વિરાટ કોહલી પાસે ગયો. કોહલીએ શાનદાર કેચ લઈને ભારતીય ટીમને પ્રથમ સફળતા અપાવી હતી.

  • 06 Nov 2022 03:10 PM (IST)

    IND vs ZIM Live:ભારતે 187 રનનો લક્ષ્યાંક આપ્યો

    ભારતે ઝિમ્બાબ્વેને 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો, સૂર્યકુમારે 25 બોલમાં તોફાની 61 રન બનાવ્યા હતા. 20મી ઓવરમાં 21 રન આવ્યા હતા. સૂર્યકુમાર યાદવે 2 સિક્સર અને 1 ફોર ફટકારી હતી. તે 25 બોલમાં 61 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારતે 5 વિકેટે 186 રન બનાવ્યા છે.

  • 06 Nov 2022 03:08 PM (IST)

    IND vs ZIM Live: સૂર્યકુમાર યાદવે ચોગ્ગો ફટકાર્યો

  • 06 Nov 2022 03:06 PM (IST)

    IND vs ZIM Live: સૂર્યકુમાર યાદવે સિક્સ ફટકારી

    હાર્દિક પંડ્યા આઉટ થતાં તેના સ્થાને અક્ષર પટેલ આવ્યો છે.સૂર્યકુમાર યાદવે અડધી સદી ફટકારી 23 બોલમાં 51 રન બનાવ્યા છે.

  • 06 Nov 2022 03:03 PM (IST)

    IND vs ZIM Live: હાર્દિક પંડ્યા આઉટ

    હાર્દિક પંડ્યા 18 બોલમાં 18 રન બનાવી નાગરવાનો શિકાર બન્યો હતો. ભારતનો સ્કોર 5 વિકેટે 166 રન છે.

  • 06 Nov 2022 03:02 PM (IST)

    IND vs ZIM Live: સૂર્યકુમારની તોફાની બેટિંગ

    19 ઓવર પછી ભારતે ચાર વિકેટે 152 રન બનાવ્યા હતા. હાલમાં સૂર્યકુમાર યાદવ 21 બોલમાં 43 રન અને હાર્દિક પંડ્યા 15 બોલમાં 18 રન બનાવીને ક્રિઝ પર છે. બંને વચ્ચે અડધી સદીની ભાગીદારી રહી છે.

  • 06 Nov 2022 03:00 PM (IST)

    IND vs ZIM Live: સૂર્યકુમાર યાદવે ચોગ્ગો ફટકાર્યો

    સૂર્યકુમાર યાદવ 20 બોલમાં 43 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યો છે.

  • 06 Nov 2022 02:58 PM (IST)

    IND vs ZIM Live: હાર્દિક પંડ્યાએ ચોગ્ગો ફટકાર્યો

    હાર્દિક પંડ્યાએ 19મી ઓવરના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 06 Nov 2022 02:58 PM (IST)

    IND vs ZIM Live: ભારતનો સ્કોર 152/4

    18મી ઓવરના પ્રથમ બોલ પર એક રન તો બીજા બોલ પર સૂર્ય કુમાર યાદવે ચોગ્ગો ફટકાર્યો હતો. ત્રીજા બોલ પર હાર્દિક અને સૂર્યકુમારે 2 રન લીધાહતા. ચોથા બોલ પર એક રન અને પાંચમાં બોલ પર હાર્દિક પંડ્યાએ 1 રન લીધો હતો. છેલ્લા બોલ પર  સિક્સ ફટકારી હતી.

  • 06 Nov 2022 02:57 PM (IST)

    IND vs ZIM Live: સૂર્યકુમાર યાદવે સિક્સ ફટકારી

  • 06 Nov 2022 02:53 PM (IST)

    અંજાર વિધાનસભાના ઉમેદવાર કોંગ્રેસના રમેશ ડાંગરને ટિકિટ અપાઇ

    કચ્છની અંજાર વિધાનસભા બેઠક પર કોગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. અંજાર વિધાનસભા બેઠક પર  કોંગ્રેસે રમેશ ડાંગરને ટિકિટ અપાઇ છે. કોગ્રેસના ઉમેદવારે સાપેડા ગામેથી પ્રચારની શરૂઆત કરી છે. સમર્થકો સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે.

  • 06 Nov 2022 02:53 PM (IST)

    IND vs ZIM Live: સૂર્ય કુમાર યાદવે ચોગ્ગો ફટકાર્યો

    સૂર્ય કુમાર યાદવે ચોગ્ગો ફટકાર્યો

  • 06 Nov 2022 02:51 PM (IST)

    IND vs ZIM Live: ભારતનો સ્કોર 137/4

    17 ઓવર બાદ ભારતનો સ્કોર 137/4 છે. હાર્દિક પંડ્યા 9 અને સૂર્યકુમાર યાદવ 24 પર ક્રિઝ પર છે. આ ઓવરમાં ભારતના ખાતામાં કુલ 11 રન આવ્યા છે.

  • 06 Nov 2022 02:49 PM (IST)

    IND vs ZIM Live: સૂર્યકુમારે સિક્સ ફટકારી

  • 06 Nov 2022 02:48 PM (IST)

    IND vs ZIM Live: સૂર્યકુમાર યાદવે ચોગ્ગો ફટકાર્યો

    સૂર્યકુમાર યાદવે 17મી બોલના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 06 Nov 2022 02:48 PM (IST)

    IND vs ZIM Live: ભારતનો સ્કોર 125/4

    હાર્દિક પંડ્યાએ 16મી ઓવરમાં ઉપરા ઉપરી 2 ચોગ્ગા ફટકાર્યા હતા. સૂર્ય કુમાર યાદવ પણ ચોગ્ગાનો વરસાદ કરી રહ્યો છે. ભારતનો સ્કોર 103/4 રહ્યો છે, હાર્દિક પંડ્યા 8 અને સૂર્યકુમાર યાદવ 14 બનાવી ક્રિઝ પર રમી રહ્યો છે.

  • 06 Nov 2022 02:45 PM (IST)

    IND vs ZIM Live: હાર્દિક પંડ્યાએ ચોગ્ગો ફટકાર્યો

    ભારતીય ટીમ સતત વિકેટો ગુમાવી રહી છે, જેના કારણે તેના રન રેટનો અંત આવી ગયો છે. સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા હવે બાકીની પાંચ ઓવરમાં વધુમાં વધુ રન ઉમેરવા ઈચ્છશે.

  • 06 Nov 2022 02:44 PM (IST)

    IND vs ZIM Live: સૂર્યકુમાર યાદવે ચોગ્ગો ફટકાર્યો

  • 06 Nov 2022 02:43 PM (IST)

    IND vs ZIM Live: સૂર્યકુમાર યાદવે સિક્સ ફટકારી

    સૂર્યકુમાર યાદવ 7 બોલમાં 9 બનાવી ક્રિઝ પર રમી રહ્યો છે

  • 06 Nov 2022 02:40 PM (IST)

    IND vs ZIM Live: રિષભ પંત 3 રન બનાવી આઉટ

    વિકેટકીપર રિષભ પંતે નિરાશ કર્યા છે. પંતને આજે દિનેશ કાર્તિકની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી હતી પરંતુ તે 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. વેલિંગ્ટન વિલિયમ્સે પંતને રેયાન બર્લેના હાથે કેચ કરાવ્યો હતો. ભારતે 14 ઓવરમાં 103 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.

  • 06 Nov 2022 02:39 PM (IST)

    IND vs ZIM Live: ભારતનો સ્કોર 103/4

    14 ઓવર બાદ ભારતનો સ્કોર 103/4 છે. 14મી ઓવરમાં પંત કેચ આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા તેના સ્થાને આવ્યો 3 બોલમાં 1 રન બનાવી ક્રિઝ પર છે. તો સૂર્ય કુમાર 3 બોલમાં 4 રન બનાવી ક્રિઝ પર છે.

  • 06 Nov 2022 02:35 PM (IST)

    IND vs ZIM Live: પંત આઉટ

    પંત આઉટ થતા ક્રિઝ પર હાર્દિક પંડ્યા આવ્યો છે. પંત ક્રિઝ પર વધુ સમય ટકી શક્યો નહિ

  • 06 Nov 2022 02:31 PM (IST)

    IND vs ZIM Live: કે.એલ રાહુલ આઉટ થતા ક્રિઝ પર પંત આવ્યો

    13 ઓવર બાદ ભારતનો સ્કોર 98/3

  • 06 Nov 2022 02:28 PM (IST)

    IND vs ZIM Live: કે.એલ રાહુલ આઉટ

    વિરાટ કોહલી 26 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે. વિલિયમ્સે કોહલીને રેયાન બર્લેના હાથે કેચ કરાવ્યો હતો. વિરાટે 25 બોલમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. ભારતે 12 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 89 રન બનાવ્યા છે. કે.એલ રાહુલ પણ 51 રન બનાવી આઉટ થયો છે

  • 06 Nov 2022 02:28 PM (IST)

    IND vs ZIM Live: કે.એલ રાહુલ સિક્સ ફટકારી

  • 06 Nov 2022 02:27 PM (IST)

    IND vs ZIM Live: ક્રિઝ પર સૂર્યકુમાર યાદવ

    વિરાટ કોહલી આઉટ થતા ક્રિઝ પર સૂર્યકુમાર યાદવ આવ્યો છે

  • 06 Nov 2022 02:25 PM (IST)

    IND vs ZIM Live: વિરાટ કોહલી આઉટ

    વિરાટ કોહલી 12મી ઓવરના પાંચમાં બોલ પર આઉટ થયો

  • 06 Nov 2022 02:23 PM (IST)

    IND vs ZIM Live:રાહુલ અડધી સદીની નજીક

    11 ઓવર પછી ભારતે એક વિકેટના નુકસાને 85 રન બનાવ્યા છે. હાલમાં કેએલ રાહુલ 32 બોલમાં 44 રન અને વિરાટ કોહલી 21 બોલમાં 25રન બનાવીને બેટિંગ કરી રહ્યા છે. બંને વચ્ચે બીજી વિકેટ માટે અત્યાર સુધીમાં 37 બોલમાં 52 રનની ભાગીદારી થઈ છે. કોહલી ટી20 ઈન્ટરનેશનલમાં તેની 22મી અડધી સદીની નજીક છે.

  • 06 Nov 2022 02:18 PM (IST)

    IND vs ZIM Live:10 ઓવરમાં ભારતનો સ્કોર 79/1

    વિરાટ કોહલી અને કેએલ રાહુલની જોડી ભારતની ઇનિંગ્સને આગળ વધારવામાં વ્યસ્ત છે. ભારતે 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 79 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 22 અને કેએલ રાહુલ 41 રન બનાવીને રમી રહ્યા છે.

  • 06 Nov 2022 02:15 PM (IST)

    IND vs ZIM Live:કે.એલ રાહુલે ચોગ્ગો ફટકાર્યો

  • 06 Nov 2022 02:11 PM (IST)

    IND vs ZIM Live:ભારતનો સ્કોર 50 રનને પાર

    ભારતીય ટીમે સાતમી ઓવરમાં પચાસ રન પૂરા કર્યા. કેએલ રાહુલ 35 અને વિરાટ કોહલી 20 રન બનાવીને રમી રહ્યા છે. 9 ઓવર બાદ ભારતનો સ્કોર 71 રનમાં એક વિકેટનું નુકસાન થયું છે.

  • 06 Nov 2022 02:10 PM (IST)

    IND vs ZIM Live: કે.એલ રાહુલ ક્રિઝ પર જામ્યો

    8 ઓવર બાદ ભારતે એક વિકેટના નુકસાને68 રન બનાવ્યા હતા. હાલમાં વિરાટ કોહલી18 રન અને કેએલ રાહુલ 34 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે.

  • 06 Nov 2022 02:08 PM (IST)

    IND vs ZIM Live: કે.એલ રાહુલે સિક્સ ફટકારી

    કે.એલ રાહુલે 8મી ઓવરના ચોથા બોલ પર સિક્સ અને પાંચમાં બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 06 Nov 2022 02:02 PM (IST)

    IND vs ZIM Live: વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો

  • 06 Nov 2022 02:01 PM (IST)

    IND vs ZIM Live:પાવરપ્લેમાં ભારતનો સ્કોર 46/1

    ભારતે પાવરપ્લેમાં 46 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને કેએલ રાહુલની જોડી ક્રિઝ પર ઉભી છે.

  • 06 Nov 2022 02:01 PM (IST)

    IND vs ZIM Live: 6ઠ્ઠી ઓવરમાં ભારતના ખાતામાં 10 રન

    ભારતને પહેલો ફટકો ચોથી ઓવરમાં લાગ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા 13 બોલમાં બે ચોગ્ગાની મદદથી 15 રન બનાવીને આઉટ થયો હતો. તે મસાકાદઝાના હાથે કેચ થયો હતો. રોહિત જ્યારે આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 27 રન હતો. આ પછી વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો. મેદાન પર આવતાની સાથે જ તેણે પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. 6 ઓવર પછી ભારતનો સ્કોર એક વિકેટે 46 રન છે. હાલમાં કેએલ રાહુલ 17 બોલમાં 20 રન અને વિરાટ કોહલી 6 બોલમાં 10 રન બનાવીને ક્રિઝ પર છે. આ ઓવરમાં ભારતના ખાતામાં કુલ 10 રન આવ્યા છે

  • 06 Nov 2022 01:57 PM (IST)

    IND vs ZIM Live: કે.એલ રાહુલ ચોગ્ગો ફટકાર્યો

    કે.એલ રાહુલે 6ઠ્ઠી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 06 Nov 2022 01:56 PM (IST)

    IND vs ZIM Live: ભારતનો સ્કોર 36/1

    પાંચ ઓવર બાદ ભારતનો સ્કોર 35/1 રન છે. કે,એલ રાહુલ 12 બોલમાં 14 રન અને વિરાટ કોહલી 4 બોલમાં 6 રન બનાવી ક્રિઝ પર છે.

  • 06 Nov 2022 01:52 PM (IST)

    IND vs ZIM Live: રોહિત શર્માએ ચોગ્ગો ફટકાર્યો

    રોહિત શર્મા ક્રિઝ પર આવતા જ ચોગ્ગો ફટકાર્યો હતો

  • 06 Nov 2022 01:49 PM (IST)

    IND vs ZIM Live: રોહિત શર્મા આઉટ

    રોહિત શર્મા આઉટ થતા વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો

  • 06 Nov 2022 01:48 PM (IST)

    IND vs ZIM Live:ભારત ત્રણ ઓવર પછી 18/0

    ત્રણ ઓવર પછી ભારતે કોઈ વિકેટ ગુમાવ્યા વિના 18 રન બનાવી લીધા હતા. હાલમાં રોહિત શર્મા આઠ બોલમાં સાત રન અને કેએલ રાહુલ 10 બોલમાં 11 રન સાથે બેટિંગ કરી રહ્યો છે. રાહુલે ત્રીજી ઓવરમાં મેચની પ્રથમ છગ્ગો ફટકારી હતી. બીજી ઓવરમાં, રોહિતે મેચની પ્રથમ બાઉન્ડ્રી ફટકારી. ભારતને મોટા સ્કોર સુધી લઇ જવા માટે આ બંનેએ મોટી ઇનિંગ્સ રમવી પડશે.

  • 06 Nov 2022 01:47 PM (IST)

    IND vs ZIM Live:ક્રિઝ પર રાહુલ-રોહિતની જોડી, 2 ઓવરમાં સ્કોર 6/0

    કેએલ રાહુલ અને રોહિત શર્માની જોડીએ ભારતને સારી શરૂઆત અપાવી છે. ભારતે બે ઓવરમાં કોઈપણ નુકશાન વિના 6 રન બનાવી લીધા છે. ઝિમ્બાબ્વે તરફથી રિચર્ડ નાગરવાએ પ્રથમ ઓવર ફેંકી હતી. કેએલ રાહુલ પ્રથમ ઓવરમાં કોઈ રન બનાવી શક્યો નહોતો.

  • 06 Nov 2022 01:39 PM (IST)

    IND vs ZIM Live: રોહિત શર્માએ ચોગ્ગો ફટકાર્યો

    બીજી ઓવર બાદ ભારતનો સ્કોર 7/0

  • 06 Nov 2022 01:37 PM (IST)

    IND vs ZIM Live: બીજી ઓવર તેંદઈ ચતારા કરી રહ્યો છે

    બીજી ઓવરના પાંચમા બોલ પર રાહુલે ખાતું ખોલ્યું

  • 06 Nov 2022 01:36 PM (IST)

    IND vs ZIM Live:પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં

    તમને જણાવી દઈએ કે દિવસની બીજી મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને પાંચ વિકેટથી હરાવ્યું અને સેમીફાઈનલની ટિકિટ પણ મેળવી લીધી. મતલબ કે ભારત અને પાકિસ્તાન ગ્રુપ 2માંથી સેમીફાઈનલમાં પહોંચી ગયા છે.

  • 06 Nov 2022 01:35 PM (IST)

    IND vs ZIM Live:ઝિમ્બાબ્વે મેડન ઓવર સાથે શરુઆત કરી

    પ્રથમ ઓવરમાં ભારતીય ટીમના ખાતામાં એક પણ રન આવ્યો ન હતો. આ ઓવર મેડન ઓવર રહી હતી.

  • 06 Nov 2022 01:32 PM (IST)

    IND vs ZIM Live: મેચ શરુ રોહિત શર્મા અને કે.એલ રાહુલ ક્રિઝ પર

    ભારત તરફથી કેએલ રાહુલ અને કેપ્ટન રોહિત શર્માએ ઇનિંગની શરૂઆત કરી હતી. બીજી તરફ ઝિમ્બાબ્વે તરફથી ફાસ્ટ બોલર રિચર્ડ નાગરવા બોલિંગ કરવા આવ્યો છે.

  • 06 Nov 2022 01:29 PM (IST)

    IND vs ZIM Live:મેચ થોડીવારમાં શરૂ થશે

    ભારત અને ઝિમ્બાબ્વેની ટીમો મેદાનમાં છે. બંનેના રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યા હતા અને હવેથી મેચ શરૂ થશે.

  • 06 Nov 2022 01:26 PM (IST)

    IND vs ZIM Live:ભારતીય ટીમ માટે વિલન બનશે મેલબોર્નનું વાતાવરણ?

    આ T20 વર્લ્ડ કપમાં ઘણો વરસાદ જોવા મળ્યો છે. તેમાં ઘણી ટીમોએ મેચ હારી હતી. સેમીફાઈનલના સમીકરણમાં પણ વરસાદે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેની અસર બાંગ્લાદેશ સામેની ભારતની મેચ પર પણ જોવા મળી હતી. આ પણ વાંચો : India vs Zimbabwe Weather Report: ભારતીય ટીમ માટે વિલન બનશે મેલબોર્નનું વાતાવરણ?

  • 06 Nov 2022 01:17 PM (IST)

    IND vs ZIM Live:છ વર્ષ બાદ બંને ટીમો T20માં આમને-સામને

    ભારત અને ઝિમ્બાબ્વે છ વર્ષ બાદ T20 ફોર્મેટમાં સામસામે ટકરાશે. બંને વચ્ચે છેલ્લી મેચ 22 જૂન 2016ના રોજ હરારેમાં રમાઈ હતી. ત્યારબાદ ભારતીય ટીમે રોમાંચક મેચ ત્રણ રને જીતી લીધી હતી. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની કુલ T20 મેચોની વાત કરીએ તો બંને ટીમો સાત વખત એકબીજા સામે રમી છે. જેમાં ભારત પાંચ અને ઝિમ્બાબ્વે બે વખત જીત્યું છે. યોગાનુયોગ તમામ મેચ ઝિમ્બાબ્વેની રાજધાની હરારેમાં રમાઈ છે. આવી સ્થિતિમાં પહેલીવાર બંને ટીમો બીજા મેદાન પર આમને-સામને થશે.

  • 06 Nov 2022 01:15 PM (IST)

    IND vs ZIM:ભારતની પ્લેઈંગ 11

    ભારત: કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટમેન), અક્ષર પટેલ, આર અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.

  • 06 Nov 2022 01:10 PM (IST)

    IND vs ZIM:ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

    ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે પ્લેઇંગ 11માં એક ફેરફાર કર્યો છે. દિનેશ કાર્તિક આ મેચ રમી રહ્યો નથી. તેના સ્થાને આજે રિષભ પંત વિકેટ કીપિંગ કરતો જોવા મળશે.

  • 06 Nov 2022 01:09 PM (IST)

    IND vs ZIM: ટૉસ થોડી વારમાં થશે

    ભારત અને ઝિમ્બાબ્વેની ટીમ મેલબોર્નના મેદાન પર પહોંચી ગઈ છે. મેચનો ટોસ થોડી વારમાં થશે.

  • 06 Nov 2022 01:07 PM (IST)

    IND vs ZIM: ઝિમ્બાબ્વે મોટો ફેરફાર કરી શકે છે

    ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી-20 વર્લ્ડ કપમાં એક નહીં, બે નહીં પરંતુ 7 એવા ફેરફાર થયા છે, જેના પછી એ કહેવું યોગ્ય રહેશે કે નબળા દિલના લોકોએ આ ટૂર્નામેન્ટ ન જોવી જોઈએ. T20 વર્લ્ડ કપ 2022માં ઘણી મોટી ટીમોની હાલત ખરાબ રહી છે.

  • 06 Nov 2022 01:07 PM (IST)

    IND vs ZIM: સૂર્યકુમાર યાદવ કરશે 1000 રન?

    આવી સ્થિતિમાં ભારતને તેના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પાસેથી કંઈક મોટું કરવાની અપેક્ષા રાખવામાં આવશે. ઝિમ્બાબ્વે વિરૂદ્ધ જો તે અપેક્ષા કરતા થોડો વધારે આપે તો તે 1000 રન પણ બનાવી શકે છે.

  • 06 Nov 2022 01:04 PM (IST)

    IND vs ZIM: ભારત ઝિમ્બાબ્વેને હળવાશથી નહીં લે

    T20 વર્લ્ડ કપમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આ પહેલી મુલાકાત છે, પરંતુ ODI વર્લ્ડ કપમાં બંને ટીમો ઘણી વખત ટકરાઈ છે અને દરેક વખતે ભારત માટે જીત આસાન નથી રહી. ટીમ ઈન્ડિયાએ માત્ર જીત માટે જ સંઘર્ષ કર્યો નથી, પરંતુ હારનો પણ સામનો કરવો પડ્યો છે.

  • 06 Nov 2022 01:03 PM (IST)

    IND vs ZIM: સેમી ફાઇનલમાં ભારત

    ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ બાદ ભારત ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઈ છે. તેણે પહેલા તેના ગ્રુપમાંથી સેમિફાઇનલની ટિકિટ કાપી લીધી છે. હવે ફાઇનલમાં ભારતનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થવાની શક્યતા છે.

  • 06 Nov 2022 12:57 PM (IST)

    IND vs ZIM: ભારત આજે ઝિમ્બાબ્વે સામે ટકરાશે

    T20 વર્લ્ડ કપમાં આજે સુપર 12ની છેલ્લી મેચમાં ભારત ઝિમ્બાબ્વે સામે ટકરાશે. ટીમ ઈન્ડિયા મેલબોર્નના મેદાન પર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેવાનો પ્રયાસ કરશે.

Published On - Nov 06,2022 12:55 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">