T20 વર્લ્ડ કપમાં સૌથી લાંબો છક્કો, પાકિસ્તાનના ઈફ્તિખાર અહમદનો જોરદાર વાર

ઈફ્તિખાર અહમદે આજે સિડનીમાં તાબડતોડ બેટિંગ કરીને પાકિસ્તાનની ટીમને મુશ્કેલીમાંથી બહાર લાવવામાં મદદ કરી હતી. તે જ સમયે તેણે T20 વર્લ્ડ કપનો સૌથી લાંબો છક્કો પણ માર્યો હતો. આ શોર્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

T20 વર્લ્ડ કપમાં સૌથી લાંબો છક્કો, પાકિસ્તાનના ઈફ્તિખાર અહમદનો જોરદાર વાર
iftikhar ahmed hit longest six of t20 world cupImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2022 | 6:56 PM

ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં હમણા સુધી એકથી એક રોમાંચક મેચ જોવા મળી છે. આજે પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ હતી. ઝિમ્બાબ્વે જેવી ટીમ સામે હાર્યા બાદ પાકિસ્તાનની ટીમ ભારે ટ્રોલ થઈ હતી. પાકિસ્તાનના ખિલાડી ઇફ્તિખાર અહમદને ઘણા સમયથી તેમની ઉંમરને કારણે ચિઢવવામાં આવી રહ્યા હતા. તેના પ્રદર્શન પર સવાલ ઊભા થઈ રહ્યા હતા. તે જ ખેલાડી એ હાલમાં કમાલ કરી બતાવ્યુ છે. ઈફ્તિખાર અહમદે આજે સિડનીમાં તાબડતોડ બેટિંગ કરીને પાકિસ્તાનની ટીમને મુશ્કેલીમાંથી બહાર લાવવામાં મદદ કરી હતી. તે જ સમયે તેણે T20 વર્લ્ડ કપનો સૌથી લાંબો છક્કો પણ માર્યો હતો. આ શોર્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

ઈફ્તિખાર અહમદે આ છક્કો સાઉથ આફ્રિકા સામેની 16મી ઓવરમાં ફટકાર્યો હતો. લુન્ગી એન્ગિડીની શોર્ટ બોલ પર ઈફ્તિખાર અહમદે જોરદાર પુલ શોર્ટ માર્યો હતો. ઈફ્તિખાર અહમદના બેટ પર બોલ લાગીને 106 મીટર દૂર ગયો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે ઈફ્તિખાર અહમદ આ ટૂર્નામેન્ટમાં સૌથી લાંબો છક્કો મારનાર ખેલાડી બની ગયો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

T20 વર્લ્ડ કપનો સૌથી લાંબો છક્કો

View this post on Instagram

A post shared by ICC (@icc)

આ પહેલા આ વર્લ્ડ કપમાં ડેવિડ મિલરે ભારત વિરુદ્ધ પર્થમાં 104 મીટરનો છક્કો માર્યો હતો. તે સિવાય એરોન ફિન્ચ અને મિચેલ માર્શે 102 મીટરનો છક્કો માર્યો હતો. માર્કસ સ્ટોયનિસે પણ 101 મીટરનો છક્કો માર્યો હતો. ઈફ્તિખાર અહમદે આ બધા ખેલાડીના રેકોર્ડ તોડયા હતા.

સેમિફાઈનલ માટેની આશા જીવંત

પાકિસ્તાનની ટીમ પોતાની સેમિફાઈનલમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખવામાં સફળ રહ્યુ છે. આજે સિડનીમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને વરસાદની મદદથી દક્ષિણ આફ્રિકાને 33 રનના મોટા માર્જિનથી હરાવ્યુ હતુ. આ સાથે પાકિસ્તાનના 4 પોઈન્ટ થઈ ગયા છે, જેના આધારે પાકિસ્તાન છેલ્લી મેચ સુધી પોતાની આશા જાળવી રાખવામાં સફળ રહ્યુ છે. બીજી તરફ આ પરિણામથી દક્ષિણ આફ્રિકાને ઝટકો લાગ્યો છે, જ્યારે ભારતીય ટીમ પણ સંપૂર્ણપણે સુરક્ષિત નથી અને તેને પોતાની છેલ્લી મેચ જીતવી પડશે તો જ પાકિસ્તાનને પરોક્ષ રીતે હરાવી ભારત સેમિફાઈનલમાં પહોંચી શકશે. આવનારા સમયમાં દરેક મેચ નિર્ણાયક રહેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">