India vs New Zealand, WTC Final 2021 Day 3 Highlights : ખરાબ રોશનીને કારણે ત્રીજા દિવસનો ખેલ ખતમ, ન્યુઝીલેન્ડ 101/02

Rahul Vegda
| Edited By: | Updated on: Jun 21, 2021 | 2:24 PM

India vs New Zealand WTC Final 2021 Live Score Day 3 : મેચના આજે ત્રીજા દિવસે, ભારત વધુ કેટલા રન કરી શકે છે તેના ઉપર રમતનો ઘણોબધો મદાર રહેલો છે. વિરાટ હોકલી અને અંજીક્ય રહાણેની જોડી આજે કેટલા રન ઉમેરી શકે છે તે જોવુ રહ્યું. તો સાથોસાથ સાઉથમ્પ્ટનમાં હવામાન કેવુ રહે છે તેના ઉપર પણ પરિણામનો આધાર રહેલો છે.

India vs New Zealand, WTC Final 2021 Day 3 Highlights : ખરાબ રોશનીને કારણે ત્રીજા દિવસનો ખેલ ખતમ, ન્યુઝીલેન્ડ 101/02
ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ

India vs New Zealand Live Score, WTC Final 2021 Day 3: ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે ટેસ્ટ ક્રિકેટ મેચના મહાસંગ્રામના બીજા દિવસે, ઓછા પ્રકાશને કારણે, રમત વહેલી બંધ કરી દેવાઈ હતી. મેચ બંધ રહી ત્યારે ભારતના 3 વિકેટના ભોગે, 146 રન કર્યા હતા. સાઉથમ્પ્ટનમાં રમાઈ રહેલી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (World Test Championship) મેચને લઇને લાંબા સમયથી ક્રિકેટ પ્રેમીઓમાં રાહ જોવાઈ રહી હતી.

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચના પ્રથમ દિવસની રમત વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. સાઉથમ્પ્ટનમાં પાંચ દિવસ દરમિયાન વરસાદનુ વિધ્ન નડતુ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન મેચના આજે ત્રીજા દિવસે, ભારત વધુ કેટલા રન કરી શકે છે તેના ઉપર રમતનો ઘણોબધો મદાર રહેલો છે. વિરાટ હોકલી અને અંજીક્ય રહાણેની જોડી આજે કેટલા રન ઉમેરી શકે છે તે જોવુ રહ્યું.

ખરાબ પ્રકાશને કારણે ત્રીજા દિવસની રમતનો અંત આવ્યો હતો. તેમ છતાં નિર્ધારિત સમય મુજબ, ત્રીજા દિવસે સમાપ્ત થવામાં ફક્ત 2-3-. મિનિટનો સમય હતો, પરંતુ સારી લાઇટિંગ થાય તો તેમાં અડધો કલાકનો વધારો થઈ શક્યો હોત. દિવસની છેલ્લી ઓવરમાં વિકેટ મેળવીને ભારતે તેમનો દિવસ કંઈક વધુ સારી ફેશનમાં સમાપ્ત કર્યો હતો. ન્યુઝીલેન્ડે 2 વિકેટ ગુમાવી 101 રન બનાવ્યા હતા. કેન વિલિયમસન અને રોસ ટેલર અણનમ પાછા ફર્યા.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 20 Jun 2021 11:11 PM (IST)

    ખરાબ રોશનીને કારણે ત્રીજા દિવસનો ખેલ ખતમ, ન્યુઝીલેન્ડ 101/02

    ખરાબ પ્રકાશને કારણે ત્રીજા દિવસની રમતનો અંત આવ્યો છે. તેમ છતાં નિર્ધારિત સમય મુજબ, ત્રીજા દિવસે સમાપ્ત થવામાં ફક્ત 2-3-. મિનિટનો સમય હતો, પરંતુ સારી લાઇટિંગ થાય તો તેમાં અડધો કલાકનો વધારો થઈ શક્યો હોત. દિવસની છેલ્લી ઓવરમાં વિકેટ મેળવીને ભારતે તેમનો દિવસ કંઈક વધુ સારી ફેશનમાં સમાપ્ત કર્યો હતો. ન્યુઝીલેન્ડે 2 વિકેટ ગુમાવી 101 રન બનાવ્યા હતા. કેન વિલિયમસન અને રોસ ટેલર અણનમ પાછા ફર્યા.

  • 20 Jun 2021 11:02 PM (IST)

    ઈશાંતે કર્યો કોનવેનો શિકાર, ભારતને બીજી સફળતા

    ભારતને વધુ એક સફળતાની જરુર હતી જે ઈશાંત શર્માએ મેળવી લીધી છે. ભારત માટે સંકટ સાબિત થઈ રહેલા ડેવન કોનવેને OUT કર્યા છે. ડેવન 54 રન બનાવી OUT થયા.

  • 20 Jun 2021 10:41 PM (IST)

    કોનવેની શાનદાર ફિફ્ટી

    સતત ત્રીજા મેચમાં પણ કોનવેએ અર્ધશતક ફટકારી છે.

  • 20 Jun 2021 10:22 PM (IST)

    છવાઈ રહ્યા છે કાળા વાદળો

    ખેલાડીઓ અને દર્શકો માટે અત્યારે નિરાશ કરતાં સમાચાર આવી રહ્યા છે. સાઉથૈપ્ટનમાં કાળા વાદળો બાંધવાનું શરૂ થઈ ચૂક્યું છે અને અંધારું પણ થઈ રહ્યું છે. જો કે વચ્ચે વચ્ચે તડકો પણ નજર આવતો રહે છે.

  • 20 Jun 2021 10:01 PM (IST)

    ભારતને મળી પહેલી સફળતા, અશ્વિને કર્યો લાથમનો શિકાર

    ભારતને રમતની શરૂઆતથી જ વિકેટની શોધમાં હતું. અશ્વિનના બોલ પર કોહલીએ એ ટોમ લાથમનો શાનદાર કેચ કર્યો હતો. લાથમ 30 રન બનાવી OUT થયા.

  • 20 Jun 2021 09:46 PM (IST)

    ભારતને કિસ્મત નથી આપી રહ્યું સાથ

    અત્યારે તો એવું જ લાગી રહ્યું છે ટિમ ઈન્ડિયાને કિસ્મત સાથ નથી આપી રહી. કિનારે લાગીને બોલ ફિલદારોની વચ્ચેથી નીકળી રહી છે. આ અવખતે શમીની બોલને લાથમે પંચ કરી, પરંતુ બેટના કિનારે અથડાયને બેકવર્ડ પોઈન્ટ ફિલ્ડરની પાસેથી હવામાં ઊડતી નીકળી ગઈ ન્યૂઝીલેન્ડ 65/0

  • 20 Jun 2021 09:32 PM (IST)

    અશ્વિનની ટાઈટ બોલિંગ પણ વિકેટ નહીં

    અશ્વિન નિરંતર જોરદાર બોલિંગ કરી રહ્યો છે. પરંતુ તેને વધુ સ્પિન કે બાઉન્સ નથી મળી રહ્યા અને તેના કારણે હજુ સુધી કોઈ જ પ્રકારની અસર નથી દેખાડી રહી. જો કે પોતાની 6 માંથી 5 ઓવર તેને મેડેન કાઢી નાખી છે. પરંતુ અહી જરૂર અત્યારે વિકેટની છે.

  • 20 Jun 2021 08:40 PM (IST)

    Tea Break

    Tea Break સુધી ભારતને ન મળી સફળતા, ન્યુઝીલેન્ડ 36/0

  • 20 Jun 2021 08:31 PM (IST)

    સાઉથૈપ્ટનની ટક્કરથી પ્રભાવિત પૂર્વ ઇગ્લિશ કપ્તાન

    હાલમાં, સાઉથૈપ્ટનમાં બોલ અને બેટ વચ્ચે સખત લડત ચાલી રહી છે. ભારતીય બોલરોએ કિવિ ઓપનરોને મુશ્કેલીમાં મુક્યા છે, પરંતુ લાથમ અને કોનવે પણ તેમની લડાકુ બેટિંગ બતાવીને સ્થિર રહ્યા છે. પૂર્વ અંગ્રેજી કેપ્ટન માઇકલ વોન પણ આનાથી ખૂબ પ્રભાવિત હોય તેવું લાગી રહ્યું છે.

  • 20 Jun 2021 08:22 PM (IST)

    અશ્વિન-શમીની શાનદાર બોલિંગ

    એક તરફ, મોહમ્મદ શમી તેની શોર્ટ-ઓફ-લેન્થના બોલ અને લેટ સ્વીંગથી સતત કિવિ ઓપનરોને ટેસ્ટ કરી રહ્યો છે, તો અશ્વિને પણ તેને બાંધી રાખ્યો છે. જોકે અશ્વિન અપેક્ષા મુજબ પીચમાંથી કોઈ પણ પ્રકારનો સ્પિન મેળવી રહ્યો નથી, પરંતુ તેમાં બાઉન્સની ઝલક જોવા મળી હતી, જે બેટ્સમેન માટે થોડી મુશ્કેલી પેદા કરી શકે છે.

  • 20 Jun 2021 07:44 PM (IST)

    વરસાદના કારણે મેચ રોકાયો

    સાઉથૈપ્ટનમાં આજે પહેલી વાર રમતમાં રૂકાવટ આવી છે. હળવા વરસાદને કારણે મેચને રોકી દેવામાં આવી છે. ન્યુઝીલેન્ડનો સ્કોર 19/0.

  • 20 Jun 2021 07:37 PM (IST)

    બોલિંગમાં પહેલો બદલાવ, શમી અટેક પર

    ભારતીય બોલિંગમાં પ્રથમ બદલાવ આવ્યો છે. જસપ્રીત બુમરાહની જગ્યાએ મહમદ શમીને બોલિંગ માટે લગાવાયો છે.

  • 20 Jun 2021 07:23 PM (IST)

    ન્યૂઝીલેન્ડ શાનદાર શરૂઆત

    ન્યૂઝીલેન્ડના બંને ખેલાડીઓએ આવતાની સાથે જ શાનદાર ચોગ્ગા ફટકાર્યા હતા. લાથમ અને કોન્વેએ ન્યૂઝીલેન્ડની સારી શરૂઆત કરી હતી.

  • 20 Jun 2021 06:47 PM (IST)

    217 પર ભારત ઢેર

    ભારતની પ્રથમ પારી 217 રન પર સંકેલાય ગઈ છે. ટ્રેટ બોલ્ટે છેલ્લા બેટ્સમેન તરીકે રવિન્દ્ર જાડેજાને લેગ સાઈડમાં વિકેટ કીપરના હાથે કેચ આઉટ કરવી દીધો. જાડેજાએ બનાવ્યા 15 રન, ભારત 217/10

  • 20 Jun 2021 06:40 PM (IST)

    જૈમિસનની 5 વિકેટ, બૂમરાહ OUT

    જેમીસને પોતાની 5મી વિકેટ લીધી છે. ઈશાંત બાદ તેને જસપ્રીત બૂમરાહનો LBW કરી શિકાર કર્યો.

  • 20 Jun 2021 06:31 PM (IST)

    જૈમિસને કર્યો ઈશાંતનો શિકાર, ભારતને 8મો ઝટકો

    કાઇલ જૈમિસન ભારત માટે આફત બનીને આવ્યો છે. આ વખતે જેમીસને ઈશાંત શર્માને પોતાનો શિકાર બનાવ્યો છે. ભારતની આ આઠમી વિકેટ પડી છે. ઈશાંત શર્માએ બનાવ્યા 4 રન, ભારત 213/8

  • 20 Jun 2021 06:27 PM (IST)

    બીજી સેશનની રમત શરૂ, જાડેજા-ઈશાંત ક્રિઝ પર

    લંચ પછીનું બીજુ સેશન શરૂ થઈ રહ્યું છે, ખેલાડીઓ મેદાનમાં રમવા માટે આવતાની સાથે જ સૂર્ય પણ નીકળ્યો છે. સૌથેપ્ટનમાં સૂર્ય ખીલવાનું શરૂ થઈ ગયું છે. અને હવે ભારતીય બેટ્સમેન શક્ય તેટલા લાંબા સમય સુધી તેનો લાભ લેવાનું પસંદ કરશે.

  • 20 Jun 2021 05:49 PM (IST)

    Lunch Break , ભારત 211/7

    ન્યુઝિલેન્ડના નામે રહ્યું પ્રથમ સેશન, લંચ સુધી ભારત 211/7

  • 20 Jun 2021 05:26 PM (IST)

    અશ્વિન પણ OUT, ભારતને સાતમો ઝટકો

    ભારતની સાતમી વિકેટ પડી છે. ટિમ સાઉદીએ અશ્વિનને સ્લિપમાં લાથમના હાથમાં કેચ કરવી દીધો છે. અશવીને 22 રન બનાવ્યા. ભારત 205/7

  • 20 Jun 2021 05:13 PM (IST)

    ન્યૂઝીલેન્ડે બદલ્યો નવો બોલ, સ્વિંગ થઈ રહી રમત

    ન્યુઝીલેન્ડે નવો બોલ લીધો છે અને ટિમ સાઉથી વેગનર સાથે એટેક કરવા આવ્યો છે. બંનેને ઉત્તમ સ્વિંગ મળી રહી છે. સાઉદીને અત્યારે લંબાઈ જાળવવી મુશ્કેલ બની રહી છે. ભારતીય બેટ્સમેન રવિન્દ્ર જાડેજા અને અશ્વિન માટે આ સમય ખૂબ મુશ્કેલ રહેશે.

  • 20 Jun 2021 04:55 PM (IST)

    રહાણે પણ OUT, ભારતને ભારી પડ્યું પહેલું સેશન

    ભારતની છઠ્ઠી વિકેટ પડી ગઈ છે. અજિંક્ય રહાણે 46 રન બનાવીને કેચ OUT થઈ ગયા.

  • 20 Jun 2021 04:49 PM (IST)

    રહાણે અને જાડેજાએ ફટકાર્યા ચોગ્ગા

    કેન વિલિયમ્સે કોલીન ડી ગ્રાન્ડહોમને એટેક પર લગાવ્યો છે. આજે તે પ્રથમ વાર બોલિંગ માટે આવતાની સાથે જ પ્રથમ બોલ લેગ સ્ટમ પર નાખ્યો,  જેને રહાણેએ હળવેથી ફાઇન લેગ પર ફટકારીને 4 રન મેળવી લીધા. જ્યારે જાડેજાએ પણ ફૂલ લેન્થ બોલ પર એક શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો. ભારત - 180/5

  • 20 Jun 2021 04:48 PM (IST)

    રહાણેની દમદાર બેટિંગ

    રહાણે બેહદ નિયંત્રણમાં જોવા મળી રહ્યા છે. અને ઘણી ચાલાકીથી બોલને પારખીને ફટકારી રહ્યા છે. રહાનેની આ પારી મેલબોર્ન ટેસ્ટ જેવી જ સાબિત થઈ રહી છે. અથવા તો 2014ની લોર્ડસ ટેસ્ટ જેવી

    ભારત - 171/5

  • 20 Jun 2021 04:38 PM (IST)

    ભારતીય ટિમ મુશ્કેલીમાં

    ભારતીય ટિમ મુશ્કેલીમાં મુકાઇ છે. ત્રીજા દિવસના પહેલા જ સેશનમાં લગભગ 45 મિનિટની રમતમાં માત્ર 10 રન જ બનાવ્યા છે જ્યારે 2 વિકેટ ગુમાવી દીધી છે. ઋષભ પંતનો ભારતને પાંચમો ઝટકો લાગ્યો છે.

  • 20 Jun 2021 04:13 PM (IST)

    ક્રિઝ પર ઋષભ પંત, તેની સામે પણ જોરદાર અપીલ

    જેમિસન પહેલેથી જ બીજી વિકેટ લઇ ચૂક્યો હતો. પંતની સામે પ્રથમ રાઉન્ડની વિકેટ બોલિંગ કરનાર જેમીસન છેલ્લો બોલ માટે વિકેટ ઉપર આવ્યો હતો અને આ બોલ લેગ સ્ટમ્પ પર પડેલો આ બોલ પંતના પેડ પર અથડાયો હતો. સખત અપીલ પર અમ્પાયરે પંતની તરફેણમાં ચુકાદો આપ્યો, જેના આધારે કેન વિલિયમસનએ DRS લીધો. બોલ લાઇન પર હતો, પેડ પરની વિકેટની લાઇન પર પણ, પરંતુ સ્ટમ્પને ફટકારવાના કિસ્સામાં 'અમ્પાયર્સ કોલ' આપ્યો હતો. પંત પણ બચી ગયો અને ન્યુઝીલેન્ડનું રિવ્યુ પણ બચ્યું.

  • 20 Jun 2021 04:06 PM (IST)

    ત્રીજા દિવસે ભારતની ખરાબ શરૂઆત, વિરાટ OUT

    ત્રીજા દિવસે ભારતની ખરાબ શરૂઆત થઈ છે. વિરાટ કોહલી સામે એલબીડબ્લ્યુની જોરદાર અપીલ કરવામાં આવી છે અને અમ્પાયરે તેને આઉટ કરી દીધો છે. ત્રીજા દિવસના 18 મા બોલ પર જ ભારતની સૌથી મોટી વિકેટ પડી છે.  ત્રીજા અમ્પાયરના રિપ્લેમાં ત્રણેય લાલ નિશાનીઓ જોવા મળી હતી અને વિકેટ સાથે ભારતે DRS ગુમાવી દીધું હતું. જેમીસને બીજી વાર કોહલીની વિકેટ ઝડપી છે.

  • 20 Jun 2021 03:39 PM (IST)

    ત્રીજા દિવસની રમત શરૂ

    ત્રીજા દિવસની રમત શરૂ થઈ છે. ભારતીય કપ્તાન વિરત કોહલી અને ઉપ કપ્તાન અજિંક્ય રહાણે ક્રિઝ પર આવી ગયા છે. વિરાટ કોહલી સ્ટ્રાઈક પર છે અને તેની સામે છે ટ્રેટ બોલ્ટ. કોહલીએ પ્રથમ દિવસે 44 રન બનાવ્યા હતા, જ્યારે રહાણેએ 29 રન. ટ્રેટ બોલ્ટે એક વિકેટ મેળવી હતી.

Published On - Jun 20,2021 11:11 PM

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">