હૈદરાબાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા સાથે થયું ખોટું, આઉટ છતાં ખેલાડીને નોટ આઉટ આપ્યો!

હૈદરાબાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા સાથે એક એવી 'ગેમ' થઈ જેના વિશે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. પ્રથમ ટેસ્ટના પહેલા સેશનમાં ઈંગ્લેન્ડનો બેટ્સમેન જો રૂટ ટેકનિકલ ખામીને કારણે આઉટ થતા બચ્યો અને બાદમાં 29 રનની ઈનિંગ પણ રમી ગયો. જાણો કેવી રીતે થયું આ બધું?

હૈદરાબાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા સાથે થયું ખોટું, આઉટ છતાં ખેલાડીને નોટ આઉટ આપ્યો!
India vs England
Follow Us:
| Updated on: Jan 25, 2024 | 2:33 PM

ક્રિકેટમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જેથી મેદાન પર યોગ્ય નિર્ણય લઈ શકાય. પરંતુ કેટલીકવાર આ ટેકનિકથી ઘણું નુકસાન પણ થાય છે. હૈદરાબાદ ટેસ્ટના પહેલા દિવસના પહેલા સેશનમાં ટીમ ઈન્ડિયા સાથે પણ આવું જ થયું.

અલ્ટ્રાએજ ટેક્નોલોજીથી ટીમ ઈન્ડિયાને થયું નુકસાન

આંતરરાષ્ટ્રીય મેચોમાં અલ્ટ્રાએજ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જેના દ્વારા ખબર પડે છે કે બોલ બેટને અડ્યો છે કે નહીં. પરંતુ આ ટેકનિકથી ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન થયું હતું. હૈદરાબાદ ટેસ્ટની 15મી ઓવરમાં બોલ જાડેજાના હાથમાં હતો અને સામે જો રૂટ હતો. પછી જે બન્યું તે ખરેખર આશ્ચર્યજનક હતું.

પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક

શું જો રૂટ આઉટ હતો?

જાડેજાના સીધા બોલને જો રૂટે સ્વીપ કર્યો હતો. બોલ તેના બેટની ખૂબ જ નજીક આવ્યો અને તેના પેડ સાથે અથડાયો. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ એલબીડબ્લ્યુની અપીલ કરી હતી અને જાડેજાના કહેવા પ્રમાણે, બોલ રૂટના બેટને સ્પર્શ્યો ન હતો. આ પછી ટીમ ઈન્ડિયાએ રિવ્યુ કર્યો અને પછી અલ્ટ્રા એજમાં જે જોવા મળ્યું તે આશ્ચર્યજનક હતું. વાસ્તવમાં બોલ રૂટના બેટથી દૂર હતો પરંતુ અલ્ટ્રા એજ બતાવી રહ્યું હતું કે બોલ અને બેટ વચ્ચે સંપર્ક છે. આ કારણે ટીમ ઈન્ડિયાનો રિવ્યુ બગડ્યો અને રૂટને નોટઆઉટ આપવામાં આવ્યો.

ટીમ ઈન્ડિયાને 29 રનનું નુકસાન

તમને જણાવી દઈએ કે અલ્ટ્રા એજમાં ખામીના કારણે ટીમ ઈન્ડિયાને 29 રનનું નુકસાન થયું હતું. વાસ્તવમાં, જ્યારે જો રૂટની વિકેટ માટે અમ્પાયર સામે અપીલ કરવામાં આવી ત્યારે તે 0 પર હતો, રૂટને નોટ આઉટ આપવામાં આવ્યા બાદ રૂટે આ ઈનિંગમાં 29 રન બનાવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે જો રૂટને જાડેજાએ જ આઉટ કર્યો હતો. જો રૂટ ક્રિઝ પર સેટ હતો પરંતુ લંચ પછી જાડેજાના બોલને સ્વીપ કરવાનો પ્રયાસ કરતી વખતે તે બુમરાહના હાથે કેચ આઉટ થયો હતો.

જાડેજાએ રૂટને નવમી વખત આઉટ કર્યો

તમને જણાવી દઈએ કે જો રૂટને રવીન્દ્ર જાડેજાની સામે રમવામાં હંમેશાથઈ મુશ્કેલી પડી છે. રવીન્દ્ર જાડેજાએ જો રૂટને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવમી વખત આઉટ કર્યો હતો. જો કે, જસપ્રીત બુમરાહે 10 વખત જો રૂટને આઉટ કર્યો છે. જ્યારે અશ્વિને રૂટને 7 વખત આઉટ કર્યો છે. જો કે રૂટ ટેસ્ટમાં પેટ કમિન્સ સામે સૌથી વધુ સંઘર્ષ કરે છે. કમિન્સે રૂટને 11 વખત આઉટ કર્યો છે.

આ પણ વાંચો : અશ્વિન-જાડેજાએ તોડ્યો મોટો રેકોર્ડ, ઈંગ્લેન્ડ સામે કર્યું આ અદ્ભુત કામ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત
ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત
Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો
Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">