ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની શરુઆત થઈ ચુકી છે. સિરીઝની પ્રથમ મેચ ચટગાંવમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચ કુલદીપ યાદવ માટે ખાસ બની રહેવાની છે. આજે કુલદીપ યાદવનો 28મો જન્મદિવસ છે અને આ દિવસે ભારતીય ક્રિકેટ ટીમે તેને મોટી ગિફ્ટ આપી છે. ચટગાંવ ટેસ્ટ માટે તેનો પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ થયો છે. કુલદીપ આ દિવસને જોવા માટે 22 મહિનાથી રાહ જોઈ રહ્યો હતો. આમ લાંબી રાહ જોયા બાદ કુલદીપને ટીમ ઈન્ડિયામાં પરત ફરવાનો મોકો મળ્યો છે. જે તેના માટે મોટી બર્થડે ગિફ્ટ સમાન છે.
ભારતીય ટીમ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં 3 સ્પિનરો સાથે મેદાને ઉતરી છે. જેમાં અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલ સાથે કુલદીપ યાદવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણેય સ્પિનરોમાં કુલદીપની ફિરકીની અલગ વિશેષતા છે. કુલદીપ ત્રણેયમાં એક માત્ર કાંડાનો સ્પિનર બોલર છે. ચટગાંવની પિચ અને કંડીશનને જોઈને ટીમ ઈન્ડિયામાં કુલદીપને સમાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
ગત વર્ષ 2021ની શરુઆતમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ભારત પ્રવાસે આવી હતી. આ દરમિયાન ફેબ્રુઆરીમાં ચેન્નાઈમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામે કુલદીપ યાદવને તક અપાઈ હતી. ત્યારબાદ થી કુલદીપ પોતાના ફરીવારના મોકાની રાહ જોઈ રહ્યો હતો. જે મેચમાં કુલદીપે 2 વિકેટ ઝડપી હતી. હવે બાંગ્લાદેશ સામે તેને મોકો અપાયો છે. આ તેની 8મી ટેસ્ટ આંતરરાષ્ટ્રિય ટેસ્ટ મેચ છે અને જે અગાઉ તે પોતાની 7મી ટેસ્ટ મેચ 22 મહિના અગાઉ રહ્યો હતો.
1️⃣0️⃣5️⃣ international matches 👌
1️⃣8️⃣9️⃣ international wickets 💪
First #TeamIndia bowler to pick 2 hat-tricks in Men’s international cricket 👍Here’s wishing @imkuldeep18 a very happy birthday. 🎂 👏 pic.twitter.com/lkpBD6SXZb
— BCCI (@BCCI) December 14, 2022
2017માં ધર્મશાળામાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કરનાર કુલદીપ યાદવ અત્યાર સુધીમાં બાંગ્લાદેશ અગાઉ કુલદીપ યાદવ 7 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. જેમાં તેણે કુલ 26 વિકેટ ઝડપી છે. જેમાં બે વાર તે 5 વિકેટ મેળવી ચુક્યો છે. જ્યારે 2 વાર 4 વિકેટ મેળવવામાં સફળતા મેળવી છે. ડેબ્યૂ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ઈનીંગમાં જ તેણે 4 વિકેટ 68 રન ગુમાવીને ઝડપી હતી. આમ ડેબ્યૂ ટેસ્ટમાં જ સૌનુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતુ.
ભારતીય સુકાની કેએલ રાહુલે ચટગાંવ ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી છે. રોહિત શર્માની ગેરહાજરીમાં ભારત વતી કેએલ રાહુલ અને શુભમન ગિલની જોડી ઓપનીંગ કરવા માટે ઉતરી હતી.
Published On - 10:24 am, Wed, 14 December 22