AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN, 1st Test: ચટગાંવ ટેસ્ટમાં ભારતે 3 સ્પિનર અને 2 ઝડપી બોલર ઉતાર્યા, ભારતે જીત્યો ટોસ, જુઓ કેવી છે પ્લેઈંગ ઈલેવન

ચટગાંવમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પ્રથમ ટેસ્ટ માટેનો ટોસ ઉછળી ચુક્યો છે અને બંને ટીમોએ પોત પોતાની પ્લેઈંગ ઈલેવન પણ જાહેર કરી દીધી છે.

IND vs BAN, 1st Test: ચટગાંવ ટેસ્ટમાં ભારતે 3 સ્પિનર અને 2 ઝડપી બોલર ઉતાર્યા, ભારતે જીત્યો ટોસ,  જુઓ કેવી છે પ્લેઈંગ ઈલેવન
ભારતે ટોસ જીતી બેટિગ પસંદ કરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2022 | 9:12 AM
Share

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચોની શ્રેણીની શરુઆત થઈ છે. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ ચટગાંવમા રમાઈ રહી છે. આ માટે ટોસ ઉછળી ચુક્યો છે અને ભારતીય સુકાની કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે. ભારતીય ટીમ 3 સ્પિનરો અને 2 ઝડપી બોલર સાથે ચટગાંવ ટેસ્ટમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. ટોસ સાથે જ ભારત અને બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન જાહેર કરવામાં આવી છે. યજમાન બાંગ્લાદેશની ટીમ 7 બેટ્સમેનો સાથે ભારત સામે મેદાને ઉતર્યુ છે.

સૌરાષ્ટ્રના સ્ટાર ખેલાડી જયદેવ ઉનડકટને બાંગ્લાદેશ પ્રવાસમાં ટેસ્ટ શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો હતો. મોહમ્મદ શમી ઈજાને લઈ ટેસ્ટ સ્ક્વોડ માટે ઉપલબ્ધ નહીં રહેતા ભારતીય ક્રિકેટ બોર્ડે ઉનડકટને બાંગ્લાદેશ મોકલવા માટે નિર્ણય કર્યો હતો. આ દરમિયાન તેના વિઝા પેપર મેચની પૂર્વ સંધ્યા સુધી ઉપલબ્ધ નહીં થતા ઉનડકટ બાંગ્લાદેશ જઈ શક્યો નહોતો.

ભારતે અક્ષર પટેલ અને અશ્વિનનો કર્યો સમાવેશ

કુલદીપ યાદવને તેના જન્મ દિવસે ટીમ મેનેજમેન્ટ દ્વારા બર્થડે ગીફ્ટ રુપ ચટગાંવ ટેસ્ટમાં મોકો આપવામાં આવ્યો છે. આમ ટેસ્ટ ક્રિકેટમાં કુલદીપ પરત ફર્યો છે. ભારતે અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિનનો ટીમમાં સમાવેશ કર્યો છે. અક્ષર પટેલને પણ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં સમાવેશ કર્યો છે.

બાંગ્લાદેશના ખેલાડીએ કર્યુ ડેબ્યૂ

ચટગાંવમાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ માટે બાંગ્લાદેશે પણ પોતાની પ્લેઈંગ ઈલેવન જાહેર કરી છે. બાંગ્લાદેશ તરફથી એક ખેલાડીએ ડેબ્યૂ કર્યુ છે. જાકીર હસનને આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરવાનો મોકો ભારત સામે મળ્યો છે. તેને કેપ્ટન શાકિબ અલ હસેને ટેસ્ટ કેપ આપી હતી. બાંગ્લાદેશ વતીથી તે 101 મો ટેસ્ટ ખેલાડી બન્યો છે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારતની પ્લેઈંગ ઈલેવન: કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત, આર. અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ

બાંગ્લાદેશ પ્લેઈંગ ઈલેવન: ઝાકિર હસન, નજમુલ હુસેન શાંતો, યાસિર અલી, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન (કેપ્ટન), લિટન દાસ, નુરુલ હસન, મેંહદી હસન, તૈજુલ ઈસ્લામ, ખાલેદ અહેમદ, ઈબાદત હુસૈન

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">