AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS : ઈન્દોરમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 99 રને હરાવ્યું, સીરિઝ 2-0થી જીતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2023 | 10:42 PM
Share

IND vs AUS 2nd ODI 2023 : ઈન્દોરમાં રમાયેલ વનડે સીરિઝની બીજી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 99 રને હરાવી વાદને સીરિઝ પર 2-0થી કબજો કર્યો હતો. અંતિમ મેચ રાજકોટમાં રમાશે. રાજકોટમાં રોહિત, વિરાટ, હાર્દિક અને કુલદીપ કમબેક કરશે.

IND vs AUS : ઈન્દોરમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 99 રને હરાવ્યું, સીરિઝ 2-0થી જીતી

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 3 મેચની વનડે સિરીઝની બીજી મેચ આજે ઈન્દોરમાં રમાઈ હતી જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 99 રને હરાવી મેચ અને સીરિઝ (india vs Australia) બંને જીતી લીધી હતી. શુભમન ગિલ અને શ્રેયસ અય્યરની સદી બાદ અશ્વિન ને જાડેજાની બોલિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ ટકી શકી નહીં. આ પહેલા ભારતે મોહાલીમાં રમાયેલી પ્રથમ વનડે 5 વિકેટે જીતી હતી. સીરિઝની ભારત ત્રીજી અને અંતિમ મેચ રાજકોટમાં 27 તારીખે રમાશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 24 Sep 2023 10:08 PM (IST)

    IND vs AUS live score : જાડેજાએ લીધી અંતિમ વિકેટ

    IND vs AUS live score : રવીન્દ્ર જાડેજાએ સીન એબોટને આઉટ કરી ભારતે ઈન્દોર વનડેમાં જીત અપાવી હતી. ભારતે મેચ 99 રને જીતી લીધી હતી અને સાથે જ વનડે સીરિઝ પણ પર કબજો કર્યો હતો.

  • 24 Sep 2023 10:01 PM (IST)

    India vs Australia cricket live score : મહોમ્મદ શમીએ લીધી વિકેટ

    India vs Australia cricket live score : મહોમ્મદ શમીએ હેઝલવૂડને આઉટ કરી ભારતને નવમી સફળતા અપાવી હતી. હવે ભારતને મેચ જીતવા માત્ર એક વિકેટની જરૂર.

  • 24 Sep 2023 09:56 PM (IST)

    India vs Australia match live score : સીન એબોટની ફિફ્ટી

    India vs Australia match live score : ઓસ્ટ્રેલિયાના પૂંછડિયા બેસ્ટમેન સીન એબોટે દમદાર ફિફ્ટી ફટકારી હતી. સીન એબોટે કારકિર્દીની સૌપ્રથમ અર્ધ સદી ફટકારી હતી.

  • 24 Sep 2023 09:52 PM (IST)

    India vs Australia live score : સીન એબોટની ફટકાબાજી

    India vs Australia live score : ઓસ્ટ્રેલિયાએ આઠ વિકેટ ગુમાવી દીધી હોવા છતાં ઓસ્ટ્રેલિયાના પૂંછડિયા બેટ્સમેનોએ હાર માની નથી. સીન એબોટ અને જોશ હેઝલવુડ જોરદાર ફટકાબાજી કરી રહ્યા છે. એબોટ ફિફ્ટીની નજીક પહોંચ્યો છે. 

  • 24 Sep 2023 09:31 PM (IST)

    IND vs AUS cricket live score : જાડેજાએ ઝમ્પાને કર્યો બોલ્ડ

    IND vs AUS cricket live score : રવીન્દ્ર જાડેજાએ કમાલ બોલિંગ કરતાં ઝમ્પાને ક્લીન બોલ્ડ કર્યો હતો. ભારતને આઠમી સફળતા અપાવી હતી.

  • 24 Sep 2023 09:29 PM (IST)

    IND vs AUS live score : ઈશાન કિશનનો જોરદાર રન આઉટ

    IND vs AUS live score : વિકેટ કીપર ઈશાન કિશને જોરદાર થ્રો કરી સ્ટમ્પ પર નિશાનો લગાવી કેમરૂન ગ્રીનને રન આઉટ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ સાતમી વિકેટ ગુમાવી હતી.

  • 24 Sep 2023 09:18 PM (IST)

    India vs Australia match live score : રવીન્દ્ર જાડેજાએ ઝડપી વિકેટ

    India vs Australia match live score : રવિચંદ્રન અશ્વિન બાદ રવીન્દ્ર જાડેજાએ વિકેટ ઝડપી હતી. જાડેજાએ એલેક્સ કેરીને આઉટ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વિકેટ ગુમાવી હતી.

  • 24 Sep 2023 09:04 PM (IST)

    India vs Australia live score : અશ્વિનની ત્રીજી વિકેટ

    India vs Australia live score : અશ્વિનના સ્પિન સામે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ફેઈલ, અશ્વિને જોશ ઇંગ્લિશને LBW આઉટ કરી ભારતને પાંચમી સફળતા અપાવી હતી. ભારત મજબૂત સ્થિતિમાં.

  • 24 Sep 2023 09:00 PM (IST)

    IND vs AUS cricket live score : અશ્વિને વોર્નરને કર્યો આઉટ

    IND vs AUS cricket live score : રવિચંદ્રન અશ્વિને ભારતને બેક ટુ બેક સફળતા અપાવી હતી. અશ્વિને વોર્નરને LBW આઉટ કર્યો હતો. વોર્નર ફિફ્ટી ફટકાર્યા બાદ આઉટ થયો હતો.

  • 24 Sep 2023 08:55 PM (IST)

    IND vs AUS live score : અશ્વિને લબુશેનને કર્યો બોલ્ડ

    IND vs AUS live score : અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિને ભારતને મેચમાં ત્રીજી સફળતા અપાવી હતી. અશ્વિને સેટ બેટ્સમેન લબુશેનને ક્લીન બોલ્ડ કર્યો હતો. લબુશેન 27 રન બનાવી આઉટ થયો હતો.

  • 24 Sep 2023 08:33 PM (IST)

    India vs Australia cricket live score : ઓસ્ટ્રેલિયાને 33 ઓવરમાં 317 રનનો ટાર્ગેટ

    India vs Australia cricket live score : ઈન્દોરમાં મેચ બંધ થયા બાદ કવર હટાવવામાં આવ્યા, ભારતીય ખેલાડીઓ મેદાનમાં પહોંચ્યા, જલ્દી મેચ શરૂ થશે.  ઓસ્ટ્રેલિયાને 33 ઓવરમાં 317 રનનો ટાર્ગેટ મળ્યો છે. વરસાદના કારણે ઓવર ઓછી કરવામાં આવી.

  • 24 Sep 2023 07:27 PM (IST)

    India vs Australia match live score : મેચમાં વરસાદનું વિઘ્ન

    India vs Australia match live score : 400 રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલ ઓસ્ટ્રેલિયન ટીમની 9 ઓવર સમાપ્ત થઈ ત્યારે વરસાદ શરૂ થયો હતો, જેના કારણે મેચને રોકવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાએ 9 ઓવરમાં બે વિકેટ ગુમાવી 56 રન બનાવી લીધા છે.

  • 24 Sep 2023 06:49 PM (IST)

    IND vs AUS live score : પ્રસિદ્ધ કૃષ્ણાએ બે બોલમાં બે વિકેટ ઝડપી

    IND vs AUS live score : ભારતીય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ તેની પહેલી જ ઓવરમાં બે બોલમાં બે મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી, પહેલા શૉર્ટને આઉટ કર્યો,  બાદમાં કેપ્ટન સ્મિથને પોવેલિયન મોકલ્યો.

  • 24 Sep 2023 06:15 PM (IST)

    India vs Australia live score : 400 રનનો ટાર્ગેટ

    India vs Australia live score : શ્રેયસ અય્યર અને શુભમન ગિલની દમદાર સેન્ચુરી બાદ કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવની ધમાકેદાર ફિફ્ટીની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામે 399 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાને જીતવા 400 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

  • 24 Sep 2023 05:51 PM (IST)

    India vs Australia match live score : રાહુલ ક્લીન બોલ્ડ

    India vs Australia match live score : ભારતીય કેપ્ટન કેએલ રાહુલ દમદાર અને વિસ્ફોટક ફિફ્ટી ફટકારી આઉટ થયો હતો, ભારત મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યું છે.

  • 24 Sep 2023 05:39 PM (IST)

    IND vs AUS cricket live score : સૂર્યાની વિસ્ફોટક બેટિંગ

    IND vs AUS cricket live score : સૂર્યકુમાર યાદવે કેમરૂન ગ્રીનની એક ઓવરમાં ચાર બોલમાં ચાર છગ્ગા ફટકારી હાહાકાર મચાવ્યો હતો. એક ઓવરમાં 26 રન આવ્યા હતા.

  • 24 Sep 2023 05:21 PM (IST)

    IND vs AUS live score : ઈશાન કિશનની આઉટ

    IND vs AUS live score : શ્રેયસ અય્યર અને શુભમન ગિલની સદી બાદ કેએલ રાહુલ અને ઈશાન કિશને ફટકાબાજી શરૂ કરી હતી, એવામાં લાંબો શોટ રમવા જતા ઈશાન કિશન કેચ આઉટ થયો હતો. ઈશાને 31 રન બનાવ્યા હતા.

  • 24 Sep 2023 05:04 PM (IST)

    IND vs AUS 2nd ODI Live Score: ભારતનો સ્કોર ત્રણ વિકેટે 276 રન

    હાલમાં કેપ્ટન કેએલ રાહુલ અને ઈશાન કિશન ક્રિઝ પર છે. 38 ઓવર બાદ ભારતનો સ્કોર ત્રણ વિકેટે 276 રન છે.

  • 24 Sep 2023 05:01 PM (IST)

    IND vs AUS 2nd ODI Live Score: ભારતનો સ્કોર 300ને નજીક પહોંચ્યો

    37 ઓવર પછી ભારતનો સ્કોર ત્રણ વિકેટે 271 રન છે. હાલમાં કેપ્ટન કેએલ રાહુલ અને ઈશાન કિશન ક્રિઝ પર છે. ઈશાન કિશન 5 બોલમાં 9 રન અને કે.એલ રાહુલ 19 બોલમાં 36 રન બનાવી રમી રહ્યા છે.

  • 24 Sep 2023 04:51 PM (IST)

    IND vs AUS 2nd ODI Live Score: કે.એલ રાહુલે ચોગ્ગો ફટકાર્યો

    રાહુલે 36મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો ત્યારબાદ પાંચમા બોલ પર ફરી એક ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યાર બાદ 37મી ઓવરમાં વધુ એક સિક્સ ફટકારી હતી,

  • 24 Sep 2023 04:49 PM (IST)

    IND vs AUS Live Score: ઈશાન કિશને સિક્સ ફટકારી ખાતું ખોલ્યું

  • 24 Sep 2023 04:47 PM (IST)

    IND vs AUS Live Score: ગિલ 104 રન બનાવી પેવેલિયન પરત ફર્યો

    સ્ટાર ભારતીય ઓપનર શુભમન ગિલે પોતાની ODI કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી છે. તેણે આ સદી 92 બોલમાં પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 4 સિક્સર અને 6 ફોર ફટકારી હતી. પરંતુ તેની સદી ફટકારતા જ ગિલ કેચ આઉટ થયો હતો. તેણે 97 બોલમાં 104 રન બનાવ્યા હતા.

  • 24 Sep 2023 04:46 PM (IST)

    IND vs AUS Live Score: કે.એલ રાહુલે સિક્સ ફટકારી

    રાહુલે 35મી ઓવરના ત્રીજા બોલ પર સિક્સ ફટકારી

  • 24 Sep 2023 04:44 PM (IST)

    IND vs AUS Live Score: શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે ગિલ

    34 ઓવર પછી ભારતનો સ્કોર બે વિકેટે 235 રન છે. શુભમન 95 બોલમાં 103 રન અને કેએલ રાહુલ 11 રન પર બેટિંગ કરી રહ્યો છે. આ પહેલા શ્રેયસ અય્યર 90 બોલમાં 105 રન બનાવીને આઉટ થયો હતો.

  • 24 Sep 2023 04:41 PM (IST)

    IND vs AUS Live Score: શુભમન ગિલનો જાદુ જોવા મળ્યો

    શ્રેયસ અય્યર બાદ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં શુભમન ગિલનો જાદુ જોવા મળ્યો છે. તેણે તેની ODI કારકિર્દીની છઠ્ઠી સદી અને 92 બોલમાં એકંદરે નવમી સદી ફટકારી. વનડેમાં છ સદી ઉપરાંત તેણે ટેસ્ટમાં બે સદી અને ટી20માં એક સદી ફટકારી છે.

  • 24 Sep 2023 04:37 PM (IST)

    IND vs AUS Live Score: શુભમન ગિલે સદી ફટકારી

    શુભમન ગિલે આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં દરેક ફોર્મેટમાં ઘણા રન બનાવ્યા છે. ખાસ કરીને વનડેમાં તેણે પોતાના બેટથી ઘણી સદી ફટકારી છે. ઈન્દોરમાં જ ગિલે 8 મહિનામાં આ બીજી વનડે સદી ફટકારી છે. આ પહેલા તેણે જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી હતી.

  • 24 Sep 2023 04:34 PM (IST)

    IND vs AUS Live Score: ગિલ સદીથી માત્ર 4 ડગલા દુર

    32 ઓવર બાદ ભારતનો સ્કોર 224/2 છે. ક્રિઝ પર કે એલ રાહુલ અને શુભમન ગિલ રમી રહ્યા છે. ગિલ તેની સદીથી માત્ર 5 રન દુર છે. ગિલ 87 બોલમાં 96 રન અને કે,એલ રાહુલ 3 બોલમાં 7 રન બનાવી રમી રહ્યા છે.

  • 24 Sep 2023 04:31 PM (IST)

    IND vs AUS Live Score: કે.એલ રાહુલે સિક્સ ફટકારી ખાતું ખોલ્યું

    કેપ્ટન કે.એલ રાહુલે ક્રિઝ પર આવતાની સાથે જ 31મી ઓવરના પહેલા બોલ પર સિક્સ ફટકારી છે.

  • 24 Sep 2023 04:30 PM (IST)

    IND vs AUS Live Score: ભારતનો સ્કોર 216/2

    30 ઓવર બાદ ભારતનો સ્કોર 216/2 છે. ક્રિઝ પર કે એલ રાહુલ અને શુભમન ગિલ રમી રહ્યા છે. ગિલ તેની સદીથી માત્ર 5 રન દુર છે.

  • 24 Sep 2023 04:27 PM (IST)

    IND vs AUS Live Score: અય્યર આઉટ

    શ્રેયસ અય્યર સદી ફટકારીને પેવેલિયન પરત ફર્યો હતો. તે ફાસ્ટ બોલર સીન એબોટનો શિકાર બન્યો હતો. શ્રેયસ 90 બોલમાં 105 રન બનાવીને આઉટ થયો હતો. તેણે શુભમન ગિલ સાથે 164 બોલમાં 200 રનની ભાગીદારી કરી હતી.

  • 24 Sep 2023 04:23 PM (IST)

    IND vs AUS Live Score: અય્યરે ચોગ્ગો ફટકાર્યો

    ભારતનો સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર પણ ફોર્મમાં પાછો ફર્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં 86 બોલમાં સદી ફટકારી હતી. આ તેની ODI કારકિર્દીની ત્રીજી અને એકંદરે ચોથી સદી હતી. શ્રેયસે વનડે સિવાય ટેસ્ટમાં પણ સદી ફટકારી છે. માર્ચમાં શ્રેયસ પીઠની ઈજાને કારણે ક્રિકેટથી દૂર હતો. આ પછી, તેણે તાજેતરમાં એશિયા કપમાં પુનરાગમન કર્યું, પરંતુ બે મેચ રમ્યા પછી તે ફરીથી ઈજાગ્રસ્ત થયો. જો કે, તે એશિયા કપની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે અને આ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો.

  • 24 Sep 2023 04:20 PM (IST)

    IND vs AUS 2nd ODI Live Score: શ્રેયસ વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પાછો ફર્યો, ODIમાં ત્રીજી સદી ફટકારી

    શ્રેયસ અય્યરે પોતાની ODI કારકિર્દીની ત્રીજી સદી 86 બોલમાં ફટકારી હતી. તેણે ઈન્દોર ODI મેચમાં કાંગારૂ બોલરોને પરેશાન કર્યા હતા. અય્યરે આ સદી દરમિયાન 3 છગ્ગા અને 10 ચોગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 116.27 હતો.

  • 24 Sep 2023 04:10 PM (IST)

    IND vs AUS 2nd ODI Live Score: ભારતનો સ્કોર 200 રનને પાર

    ગિલ અને અય્યર શાનદાર પાર્ટનરશીપમાં જોવા મળી રહ્યા છે. 29મી ઓવર બાદ ભારતનો સ્કોર 202 /1 છે. હવે જોવાનું એ રહેશે કે, બંન્નેમાંથી કોણ પહેલા સદી ફટકારે છે. હાલમાં ગિલ 80 બોલમાં 92 રન અને શ્રેયસ અય્યર 83 બોલમાં 94 રન બનાવી રમી રહ્યા છે.

  • 24 Sep 2023 04:09 PM (IST)

    IND vs AUS 2nd ODI Live Score: ઓસ્ટ્રેલિયા બીજી વિકેટની શોધમાં

    ભારતે 27 ઓવર પછી એક વિકેટે 196 રન બનાવ્યા છે. હાલમાં શ્રેયસ અય્યર 81 બોલમાં 92 રન અને શુભમન ગિલ 76 બોલમાં 90 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. શ્રેયસ તેની ત્રીજી અને શુભમન તેની છઠ્ઠી વનડે સદીની નજીક છે. શાનદાર ભાગીદારી છે. ભારતને એકમાત્ર ઝટકો ઋતુરાજ ગાયકવાડના રૂપમાં લાગ્યો હતો. તે આઠ રન બનાવી શક્યો હતો.

  • 24 Sep 2023 03:56 PM (IST)

    IND vs AUS 2nd ODI Live Score: ભારતનો સ્કોર 200 રનને નજીક

    ભારતનો સ્કોર 26 ઓવર બાદ એક વિકેટે 189 રન છે. શુભમન ગિલ પણ 86 અને શ્રેયસ અય્યર 88 રન પર રમી રહ્યા છે. બંને ખેલાડીઓ વચ્ચે 174 રનની ભાગીદારી નોંધાઈ હતી.

    Shubman and Shreyas going strong with a 150-run partnership

    Live – https://t.co/OeTiga5wzy#INDvAUS @IDFCFIRSTBank pic.twitter.com/lNO3lsXrNd

    — BCCI (@BCCI) September 24, 2023

  • 24 Sep 2023 03:52 PM (IST)

    IND vs AUS 2nd ODI Live Score: ગિલ-અય્યર ચોગ્ગાનો વરસાદ કરી રહ્યા છે

    ગિલે 25મી ઓવરના હેઝલવુડના પહેલા બોલ પર જ ચોગ્ગો ફટકાર્યો હતો. ગિલ અને અય્યર ચોગ્ગાનો વરસાદ કરતા જોવા મળી રહ્યા છે. ગિલે કુલ 6 ચોગ્ગા અને અય્યરે 9 ચોગ્ગા આજની મેચમાં ફટકાર્યા છે. 25 ઓવર બાદ સ્કોર 187 /1

  • 24 Sep 2023 03:51 PM (IST)

    IND vs AUS 2nd ODI Live Score: અય્યરે ચોગ્ગો ફટકાર્યો

    શ્રેયસ અય્યરે 24મી ઓવરના પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, ગિલ 79 અને શ્રેયસ અય્યર 84 રન બનાવી રમી રહ્યા છે

  • 24 Sep 2023 03:48 PM (IST)

    IND vs AUS 2nd ODI Live Score:ભારતનો સ્કોર 173/1 છે

    શુભમન ગિલ અને શ્રેયસ અય્યર ક્રિઝ પર છે. 23 ઓવર પછી ભારતનો સ્કોર 173/1 છે , ગિલ 63 બોલમાં 78 અને અય્યર 64 બોલમાં 79 રન બનાવી રમી રહ્યા છે.

  • 24 Sep 2023 03:44 PM (IST)

    IND vs AUS 2nd ODI Live Score: બોલરો વિકેટની શોધમાં

    ગિલ અને અય્યર ઓસ્ટ્રેલિયન બોલરોને મુશ્કેલીમાં મુકી દીધા છે. બોલરો હવે વિકેટની શોધમાં છે.22 ઓવર પછી ભારતનો સ્કોર 168/1 છે.

  • 24 Sep 2023 03:41 PM (IST)

    IND vs AUS 2nd ODI Live Score: બેટ્સમેન ઝડપી ગતિએ રન બનાવી રહ્યા છે

    21 ઓવરના અંતે ભારતનો સ્કોર એક વિકેટે 164 રન છે. શ્રેયસ અય્યર 74 અને શુભમન ગિલ 74 રને રમી રહ્યા છે.

  • 24 Sep 2023 03:37 PM (IST)

    IND vs AUS Live Score:ભારતનો સ્કોર 150 રનને પાર

    ભારતનો સ્કોર એક વિકેટના નુકસાને 150 રનને પાર કરી ગયો છે. શ્રેયસ અને શુભમન વચ્ચે શાનદાર સદીની ભાગીદારી રહી છે. બંને બેટ્સમેન ઝડપી ગતિએ રન બનાવી રહ્યા છે અને ટીમ ઈન્ડિયા જોરદાર સ્કોર તરફ આગળ વધી રહી છે. 20 ઓવર પછી ભારતનો સ્કોર 158/1 છે.

  • 24 Sep 2023 03:35 PM (IST)

    IND vs AUS 2nd ODI Live Score: શ્રેયસ અય્યરે સિક્સ ફટકારી

    અય્યરે 20મી ઓવરના પાંચમા બોલ પર સિક્સ ફટકારી

  • 24 Sep 2023 03:31 PM (IST)

    IND vs AUS 2nd ODI Live Score: શ્રેયસ અય્યરે સિક્સ ફટકારી

    શ્રેયસ અય્યરે 19મી ઓવરના પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. છેલ્લા બોલ પર સિક્સ ફટકારી 19 ઓવર બાદ ભારતનો સ્કોર 147/1 છે. આ ઓવરમાં કુલ 10 રન ભારતના ખાતામાં આવ્યા હતા.

  • 24 Sep 2023 03:29 PM (IST)

    IND vs AUS 2nd ODI Live Score:ટીમ ઈન્ડિયાનો સ્કોર 150 રનની નજીક

    શ્રેયસ અય્યરે 41 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. તેણે શુભમન ગિલ સાથે બીજી વિકેટ માટે સદીની ભાગીદારી પણ કરી છે. ગિલ અને શ્રેયસની શાનદાર ઈનિંગ્સના કારણે ટીમ ઈન્ડિયાનો સ્કોર 150 રનની નજીક પહોંચી ગયો છે.

  • 24 Sep 2023 03:19 PM (IST)

    IND vs AUS 2nd ODI Live Score: શ્રેયસ અય્યરે સિક્સ ફટકારી

    શ્રેયસ અય્યરે 41 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. તેણે શુભમન ગિલ સાથે બીજી વિકેટ માટે સદીની ભાગીદારી પણ કરી છે. ગિલ અને શ્રેયસની શાનદાર ઈનિંગ્સના કારણે ટીમ ઈન્ડિયાનો સ્કોર 150 રનની નજીક પહોંચી ગયો છે.

  • 24 Sep 2023 03:13 PM (IST)

    IND vs AUS 2nd ODI Live Score: ગિલે ચોગ્ગો ફટકાર્યો

    શુભમન ગિલે 15મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો છે. શુભમન ગિલે 37 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. તેની શાનદાર ઇનિંગ્સના કારણે ભારતનો સ્કોર 100 રનને પાર કરી ગયો છે.શ્રેયસ પણ તેની અડધી સદીની નજીક છે અને બંને વચ્ચે શાનદાર ભાગીદારી રહી છે. આ બંને ભારતને મોટા સ્કોર સુધી લઈ જવા ઈચ્છશે. 15 ઓવર પછી ભારતનો સ્કોર એક વિકેટે 117 રન છે.

  • 24 Sep 2023 03:10 PM (IST)

    IND vs AUS 2nd ODI Live Score: શ્રેયસ અય્યરે ચોગ્ગો ફટકાર્યો

  • 24 Sep 2023 03:08 PM (IST)

    IND vs AUS 2nd ODI Live Score: ગિલે સિક્સ ફટકારી

    ગિલે 14મી ઓવરના પહેલા બોલ પર સિક્સ ફટકારી પોતાની વનડેની અડધી સદી પુરી કરી છે.

  • 24 Sep 2023 03:07 PM (IST)

    IND vs AUS Live Score: ભારતનો સ્કોર 100 રનને પાર

  • 24 Sep 2023 03:05 PM (IST)

    IND vs AUS Live Score: ભારતનો સ્કોર 96/1

    ભારતીય ટીમે પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવીને 80 રન બનાવ્યા છે. વરસાદ બાદ રમત શરૂ થઈ ગઈ છે. શુભમન ગિલ અને શ્રેયસ અય્યર ક્રિઝ પર છે. બંને વચ્ચે શાનદાર ભાગીદારી રહી છે અને આ જોડી ભારતને મોટા સ્કોર સુધી લઈ જવા ઈચ્છશે. 12 ઓવર પછી ભારતનો સ્કોર 96/1

  • 24 Sep 2023 03:03 PM (IST)

    IND vs AUS Live Score: મેચ શરુ થઈ

    વરસાદના વિક્ષેપ બાદ ફરી એકવાર રમત શરૂ થઈ છે. શુભમન ગિલ 42 રન અને શ્રેયસ અય્યર 36 રન સાથે રમી રહ્યા છે. 11 ઓવર પછી ભારતનો સ્કોર એક વિકેટે 91 રન છે.

  • 24 Sep 2023 02:56 PM (IST)

    IND vs AUS Live Score:ઈન્દોરમાં વરસાદ બંધ થયો, કવર દૂર કર્યા

    ઈન્દોરમાં વરસાદ બંધ થઈ ગયો છે અને  મેદાન પરથી કવર હટાવી દેવામાં આવ્યા છે. અમ્પાયર મેદાનનું નિરીક્ષણ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં રમત શરૂ થવાની અપેક્ષા છે. શુભમન ગિલ અને શ્રેયસ અય્યર ક્રિઝ પર છે. 9.5 ઓવર પછી ભારતનો સ્કોર 79/1 છે.

  • 24 Sep 2023 02:28 PM (IST)

    IND vs AUS Live Score: જોશ હેઝલવુડે એકમાત્ર વિકેટ લીધી

    વરસાદના કારણે રમત રોકવી પડી હતી. ભારતનો સ્કોર 9.5 ઓવરમાં 79/1 છે. શુભમન ગિલ અને શ્રેયસ અય્યર ક્રિઝ પર છે. બંને સારી લયમાં છે અને ઝડપી ગતિએ રન બનાવી રહ્યા છે. શુભમન ગિલે રમત પૂરી થાય તે પહેલા જ સિક્સર ફટકારી હતી. ઈન્દોરની પીચ અને નાના મેદાન પર ભારતીય બેટ્સમેનો સારા ફોર્મમાં છે અને આ મેદાનમાં ટીમ ઈન્ડિયા મોટા સ્કોર તરફ આગળ વધી રહી છે. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે એકમાત્ર વિકેટ લીધી હતી.

  • 24 Sep 2023 02:18 PM (IST)

    IND vs AUS Live Score:વરસાદને કારણે રમત બંધ રોકવામાં આવી

    9.5 ઓવરમાં ભારતનો સ્કોર 79/1, ક્રિઝ પર ગિલ-શ્રેયસ

  • 24 Sep 2023 02:16 PM (IST)

    IND vs AUS Live Score: શુભમન ગિલે સિક્સ ફટકારી

    ગિલે 10મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, ત્યારબાદ પાંચમાં બોલ પર સિક્સ ફટકારી હતી.

  • 24 Sep 2023 02:13 PM (IST)

    IND vs AUS Live Score: શુભમન ગિલે ચોગ્ગો ફટકાર્યો

    ગિલે 10મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 24 Sep 2023 02:08 PM (IST)

    IND vs AUS Live Score: શુભમન ગિલે સિક્સ ફટકારી

    ગિલે નવમી ઓવરના પહેલા બોલ પર સિક્સ ફટકારી હતી, ત્યારબાદ ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 24 Sep 2023 02:06 PM (IST)

    IND vs AUS Live Score: ભારતનો સ્કોર 50 રનને પાર

    ભારતનો સ્કોર એક વિકેટના નુકસાન સાથે 50 રનને પાર કરી ગયો છે. શુભમન ગિલ અને શ્રેયસ અય્યર વચ્ચે સારી ભાગીદારી છે. બંને સારી ગતિએ રન બનાવી રહ્યા છે અને ટીમ ઈન્ડિયાને સારી સ્થિતિમાં લઈ જઈ રહ્યા છે.આઠ ઓવર પછી ભારતનો સ્કોર એક વિકેટે 54 રન છે.

  • 24 Sep 2023 02:00 PM (IST)

    IND vs AUS Live Score: શ્રેયસ અય્યરે ચોગ્ગો ફટકાર્યો

  • 24 Sep 2023 01:58 PM (IST)

    IND vs AUS Live Score: ભારતનો સ્કોર 37/1

    6 ઓવર બાદ ભારતનો સ્કોર 37/1 છે. અય્યર 12 બોલમાં 21 રન અને શુભમન ગિલ 12 બોલમાં 3 રન બનાવી રમી રહ્યો છે.

  • 24 Sep 2023 01:55 PM (IST)

    IND vs AUS Live Score: શ્રેયસ અય્યર ક્રિઝ પર જામ્યો

    5મી ઓવરમાં 2 ચોગ્ગા ફટકાર્યા બાદ, છઠ્ઠી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. પાંચમી બોલ પર ફરી ચોગ્ગો ફટકાર્યો છે. અય્યર ક્રિઝ પર આવતા જ ચોગ્ગાનો વરસાદ કરવા લાગ્યો છે.

  • 24 Sep 2023 01:51 PM (IST)

    IND vs AUS Live Score: શ્રેયસ અય્યરે ચોગ્ગો ફટકાર્યો

    5મી ઓવરના બીજા બોલ પર અય્યરે ચોગ્ગો ફટકાર્યો, ત્યારબાદ ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 24 Sep 2023 01:46 PM (IST)

    IND vs AUS Live Score : ઋતુરાજ ગાયકવાડ આઉટ

    12 બોલમાં 8 રન બનાવી ભારતને પ્રથમ ઝટકો લાગ્યો છે. ઋતુરાજ ગાયકવાડને જોશ હેઝલવુડે વિકેટકીપર એલેક્સ કેરીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ઋતુરાજે 12 બોલમાં 8 રન બનાવ્યા જેમાં બે ચોગ્ગા સામેલ હતા. ભારતનો સ્કોર 3.4 ઓવરમાં એક વિકેટે 16 રન છે.ગાયકવાડ પેવેલિયન પરત ફર્યો

  • 24 Sep 2023 01:41 PM (IST)

    IND vs AUS Live Score:ભારતનો સ્કોર 14/0

    ભારતીય ટીમની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા તરફથી સ્પેન્સર જ્હોન્સને પ્રથમ ઓવર ફેંકી હતી, જેમાં 13 રન આવ્યા હતા. બીજી ઓવર બાદ ઋતુરાજ ગાયકવાડ 8 રને અને શુભમન ગિલ 1 રને રમી રહ્યા છે.

  • 24 Sep 2023 01:38 PM (IST)

    Gujarat News Live : મુંબઈમાં ગણેશ ઉત્સવના પાંચમા દિવસે 80 હજારથી વધુ મૂર્તિઓનું વિસર્જન

    ગણેશ ઉત્સવના પાંચમા દિવસે શનિવારથી રવિવાર સુધી મુંબઈમાં 80,000 થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. બૃહ્ર્દમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલા એક યાદીમાં, રવિવારે વહેલી સવારે 3 વાગ્યા સુધી, 80,969 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં ગણેશની 1,410 જાહેર મૂર્તિઓ, 71,821 ઘરેલું મૂર્તિઓ અને ગૌરી ગણેશની 7,738 મૂર્તિઓનો સમાવેશ થાય છે.

    યાદીમાં કહેવામાં આવ્યું છે કે કૃત્રિમ જળાશયોમાં 32,509 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં 581 સાર્વજનિક, 29,620 ઘરેલું અને 2,308 ગૌરી ગણેશની મૂર્તિઓનો સમાવેશ થાય છે. મૂર્તિઓનું વિસર્જન ગિરગાંવ, દાદર, જુહુ, માર્વે અને અક્સા બીચ અને 73 કુદરતી સ્થળો તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા 191 કૃત્રિમ તળાવોમાં થયું હતું.

  • 24 Sep 2023 01:38 PM (IST)

    IND vs AUS Live Score:ભારતની શાનદાર શરૂઆત

    ભારતની બેટિંગ શરૂ થઈ ગઈ છે. રૂતુરાજ ગાયકવાડ અને શુભમન ગિલ ક્રિઝ પર છે. ઋતુરાજે ઈનિંગના પહેલા બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી હતી. ભારતનો સ્કોર 14/0

  • 24 Sep 2023 01:31 PM (IST)

    IND vs AUS Live Score: ગાયકવાડે ચોગ્ગા સાથે ખાતું ખોલ્યું

    ઋતુરાજ ગાયકવાડે પહેલી ઓવરના પહેલા અને ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 24 Sep 2023 01:30 PM (IST)

    IND vs AUS Live Score: મેચ શરુ

    મેચ શરુ થઈ ગઈ છે. ભારતના ખેલાડીઓ શુભમન ગિલ અને ગાયકવાડ ક્રિઝ પર છે.

  • 24 Sep 2023 01:23 PM (IST)

    IND vs AUS Live Score:સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે

    વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. સ્ટીવ સ્મિથ આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. પેટ કમિન્સ આ મેચનો ભાગ નથી.

  • 24 Sep 2023 01:11 PM (IST)

    IND vs AUS 2nd ODI 2023 : આવી છે બંન્ને ટીમ

    ભારત: શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ , ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણા.

    ઓસ્ટ્રેલિયા: ડેવિડ વોર્નર, મેથ્યુ શોર્ટ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, શોન એબોટ, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ, સ્પેન્સર જોનસન.

  • 24 Sep 2023 01:04 PM (IST)

    IND vs AUS 2nd ODI 2023 : ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું

    ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.ઓસ્ટ્રેલિયાના નિયમિત સુકાની પેટ કમિન્સે પાછલી મેચમાં કાંડામાં ઈજાગ્રસ્ત થયા બાદ પુનરાગમન કર્યું હતું. તે આ મેચમાં આરામ કરી રહ્યો છે.ભારતનો બુમરાહ આ મેચમાં નથી રમી રહ્યો અને તેની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાને તક મળી છે.

  • 24 Sep 2023 01:01 PM (IST)

    IND vs AUS 2nd ODI 2023 :બુમરાહ બીજી વનડેમાંથી બહાર

    જસપ્રીત બુમરાહ બીજી વનડે મેચમાં નહીં રમે. બીસીસીઆઈએ ટ્વીટ કર્યું કે તે ટીમ સાથે ઈન્દોર ગયો નથી. મતલબ કે બુમરાહ ઈન્દોરમાં નહીં રમે. તેમની જગ્યાએ મુકેશ કુમારને તક મળી શકે છે. તેમની જગ્યાએ મુકેશને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

  • 24 Sep 2023 12:45 PM (IST)

    IND vs AUS 2nd ODI 2023 :ઈન્દોરમાં કેવું રહેશે હવામાન

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24 સપ્ટેમ્બરે ઈન્દોરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે અને તે વધુ ભેજવાળું રહેવાની પણ સંભાવના છે.  જ્યારે કેટલાક વિસ્તારોમાં સાંજે પણ વરસાદની શક્યતા છે.

  • 24 Sep 2023 12:40 PM (IST)

    IND vs AUS 2nd ODI 2023 : ઈન્દોરમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ

    ઈન્દોરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને વચ્ચે 1-1 વનડે રમાઈ છે. એકબીજા સામે રમાયેલી આ મેચમાં ભારતનો 5 વિકેટે વિજય થયો હતો. હવે આવી સ્થિતિમાં જો ઓસ્ટ્રેલિયા ભારતને સીરીઝ જીતતા અટકાવીને સીરીઝ બરાબરી કરવા માંગે છે તો તેણે હોલકર સ્ટેડિયમમાં ભારતના વિજયનો ઈતિહાસ પલટવો પડશે.

  • 24 Sep 2023 12:30 PM (IST)

    IND vs AUS 2nd ODI 2023 : 6 વર્ષ બાદ બંને ટીમો આ મેદાન પર ટકરાઈ રહી છે

    ઈન્દોરમાં ટીમ ઈન્ડિયાએ એકમાત્ર મેચમાં જીત નોંધાવી હતી. હવે 6 વર્ષ બાદ બંને ટીમો આ મેદાન પર ટકરાઈ રહી છે અને આ વખતે ટીમ ઈન્ડિયા પાસે સિરીઝ પર કબજો કરવાનો મોકો છે. એક જ પ્રશ્ન છે પ્લેઈંગ ઈલેવનમાં શું ફેરફાર થશે? જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીમાંથી કોને તક આપવામાં આવશે?

  • 24 Sep 2023 12:30 PM (IST)

    IND vs AUS 2nd ODI 2023 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વનડે રાજકોટમાં રમાશે

    આગામી 27 સપ્ટેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારથી શરુ થયેલી વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રમાનારી છે. ભારતીય ટીમ પ્રથમ વનડે મેચમાં જીત મેળવીને સિરીઝમાં 1-0 થી આગળ છે. સિરીઝની અંતિમ મેચ ભારતીય ક્રિકેટ રસિકો માટે મહત્વની બનવાની આશા છે. ભારતીય ટીમ બીજી મેચમાં જીત મેળવશે તો, અંતિમ મેચ જીતીને વિશ્વકપ પહેલા ઓસ્ટ્રેલિયાને ક્લીન સ્વીપ કરવાની આશા હશે.

  • 24 Sep 2023 12:25 PM (IST)

    IND vs AUS 2nd ODI 2023 : પહેલી વનડે મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મોહાલીમાં રમાયેલ પહેલી વનડે મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું અને વનડે સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી હતી. કેપ્ટન રાહુલ, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ અને સૂર્યકુમાર યાદવે ફિફ્ટી ફટકારી હતી.

  • 24 Sep 2023 12:20 PM (IST)

    IND vs AUS 2nd ODI 2023 : પ્રસિદ્ધ કૃષ્ણાને તક મળી શકે છે

    સૌથી મોટો પ્રશ્ન ફાસ્ટ બોલરોનો છે. કારણ કે સીરિઝની શરૂઆત પહેલા જ કોચ રાહુલ દ્રવિડે સ્પષ્ટ કરી દીધું હતું કે ટીમના ફાસ્ટ બોલરો સીરિઝની તમામ મેચો નહીં રમે. પ્રથમ મેચમાં જસપ્રીત બુમરાહ સાથે મોહમ્મદ શમીને તક આપવામાં આવી હતી અને શમીએ 5 વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં, તેને રમાડી બુમરાહને આરામ આપી શકાય છે અને સિરાજ અથવા પ્રસિદ્ધ કૃષ્ણાને મેદાનમાં ઉતારી શકાય છે. સિરાજની છેલ્લી મેચમાં રમવાની શક્યતા વધુ છે, તેથી પ્રસિદ્ધને અહીં તક મળી શકે છે.

  • 24 Sep 2023 12:15 PM (IST)

    IND vs AUS 2nd ODI 2023 : ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

    રવિન્દ્ર જાડેજા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, વોશિંગ્ટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી અને પ્રસિદ્ધ કૃષ્ણા.

  • 24 Sep 2023 12:10 PM (IST)

    IND vs AUS 2nd ODI 2023 : કમાન કોણ સંભાળશે?

    પ્લેઈંગ ઇલેવનમાં બેટિંગ લાઈન અપની વાત કરીએ તો તેમાં વધુ ફેરફારની અપેક્ષા નથી. જો ટીમ ઈન્ડિયા હજુ પણ રોટેશનની નીતિ અપનાવવા માંગે છે, તો તે કેપ્ટન કેએલ રાહુલ અથવા ઈશાન કિશનમાંથી કોઈ એકને આરામ આપીને તિલક વર્માને મેદાનમાં ઉતારી શકે છે, જેથી યુવા બેટ્સમેનને એશિયન ગેમ્સ પહેલા તૈયારી કરવાની તક મળી શકે. જો રાહુલને આરામ આપવામાં આવશે તો રવિન્દ્ર જાડેજા ટીમની કમાન સંભાળશે.

  • 24 Sep 2023 12:00 PM (IST)

    IND vs AUS 2nd ODI 2023 : ઈન્દોરમાં હજુ ભારત હાર્યું નથી

    ભારતે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 6 ODI મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. મતલબ કે અહીં તેમની જીતની ટકાવારી 100 ટકા છે. ઈન્દોરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બીજી વખત વનડે મેચ રમશે. આ મેદાન પર બંને ટીમો પહેલીવાર વનડે રમી ત્યારે ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું.

Published On - Sep 24,2023 12:00 PM

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">