AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: શ્રીલંકામાં ટીમ ઈન્ડિયાના 3 ‘કેપ્ટન’, હાર્દિક પંડ્યાને મળી કમાન, ગૌતમ ગંભીરે લીધો મોટો નિર્ણય

શ્રીલંકા વિરૂદ્ધ T20 સિરીઝની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયા પલ્લેકેલેમાં જોરદાર તૈયારીઓ કરી રહી છે. સતત 2 દિવસ સુધી સંપૂર્ણ સ્ટ્રેન્થ પ્રેક્ટિસ કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ ગુરુવારે જબરદસ્ત ફિલ્ડિંગ ડ્રિલ કરી હતી. જેમાં ટીમ મેનેજમેન્ટે ત્રણ કેપ્ટન બનાવ્યા હતા. જાણો એ ડ્રિલમાં શું થયું?

IND vs SL: શ્રીલંકામાં ટીમ ઈન્ડિયાના 3 'કેપ્ટન', હાર્દિક પંડ્યાને મળી કમાન, ગૌતમ ગંભીરે લીધો મોટો નિર્ણય
Riyan Parag, Hardik Pandya, Ravi Bishnoi
| Updated on: Jul 29, 2024 | 4:55 PM
Share

શ્રીલંકા વિરૂદ્ધ T20 સિરીઝ 27 જુલાઈથી પલ્લેકેલેમાં શરૂ થઈ રહી છે. આ મેદાન પર ત્રણેય મેચો યોજાવાની છે અને ટીમ ઈન્ડિયા શ્રેણી જીતવાની તૈયારીમાં વ્યસ્ત છે. ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ખૂબ જ ખાસ છે કારણ કે ટીમના કેપ્ટન અને કોચ બંને નવા છે. T20 ટીમની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં છે અને ગૌતમ ગંભીર મુખ્ય કોચ બની ગયો છે. ટીમ ઈન્ડિયા શ્રીલંકામાં આસાનીથી T20 સિરીઝ જીતવા ઈચ્છે છે અને આ માટે પલ્લેકેલેના મેદાનમાં ખાસ ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયાએ ગુરુવારે એક ખાસ ફિલ્ડિંગ ડ્રિલ કરી હતી, જેમાં ટીમના ત્રણ કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.

હાર્દિક પંડ્યાની ટીમ જીતી ગઈ

પલ્લેકેલેના રિપોર્ટ અનુસાર ગૌતમ ગંભીરે સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યા છે. દરેક ટીમમાં 5-5 સભ્યો હતા. ત્રણેય ટીમના ખેલાડીઓએ સ્ટમ્પ પર ડાયરેક્ટ હીટ મારવાની હતી. ત્રણેય ટીમોએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું પરંતુ અંતે હાર્દિક પંડ્યાની ટીમ જીતી ગઈ. રિષભ પંતે 2 અને અર્શદીપ સિંહે એક ડાયરેક્ટ હીટ મારી. શુભમન અને સૂર્યાની ટીમ આ મામલે પાછળ રહી ગઈ હતી.

હાર્દિક અને સૂર્યા વચ્ચે લાંબી વાતચીત થઈ

ગુરુવારે પલ્લેકેલેમાં આયોજિત પ્રેક્ટિસ દરમિયાન હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. સુકાનીપદના વિવાદ બાદ પહેલીવાર બંને ખેલાડીઓ આટલા લાંબા સમય સુધી વાત કરતા જોવા મળ્યા હતા. T20 વર્લ્ડ કપ 2024ની જીત બાદ એવું લાગતું હતું કે હાર્દિક પંડ્યા T20 કેપ્ટન બનશે, પરંતુ તેની ફિટનેસને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટે આ જવાબદારી સૂર્યકુમાર યાદવને આપી. જો કે આ નિર્ણયને કારણે ટીમ ઈન્ડિયામાં કોઈ તિરાડ પડે તેમ લાગતું નથી. હવે જોવાનું એ રહે છે કે ટીમ ઈન્ડિયા T20 સિરીઝમાં કેવી રીતે રમે છે અને ક્લીન સ્વીપથી જીત મેળવે છે કે પછી ઘરઆંગણે શ્રીલંકા જીતશે.

આ પણ વાંચો: Paris Olympics 2024: ભારતનો પહેલો મેડલ લગભગ નિશ્ચિત, પુરુષ તીરંદાજી ટીમ સેમીફાઈનલમાં પહોંચવાની સૌથી મોટી દાવેદાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">