IND vs SA T20 Series: રાહુલ-રબાડા, પંત-શમ્સી આ પાંચ જોડી નક્કી કરશે ટી20 સીરિઝનું પરિણામ

Cricket : દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) સામેની T20 શ્રેણી (T20 Series) માં બોલ અને બેટ વચ્ચે જબરદસ્ત સ્પર્ધા થવાની આશા છે. પાંચ મેચોની શ્રેણીની પ્રથમ મેચ 9 જૂને દિલ્હીમાં રમાશે.

IND vs SA T20 Series: રાહુલ-રબાડા, પંત-શમ્સી આ પાંચ જોડી નક્કી કરશે ટી20 સીરિઝનું પરિણામ
KL Rahul and Temba Bavuma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 9:52 AM

ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે 9 જૂનથી ટી-20 સિરીઝ (T20 Series) શરૂ થઈ રહી છે. ભારતીય ટીમ (Team India) તેના સ્ટાર ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી, મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહ વિના આ શ્રેણી માટે મેદાન પર ઉતરશે. આવી સ્થિતિમાં કેએલ રાહુલ (KL Rahul) ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે. ભારત માટે આ સિરીઝ આસાન નહીં હોય કારણ કે દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) ની ટીમ પણ મજબૂત દેખાઈ રહી છે.

બંને ટીમો પાસે કેટલાક વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ છે અને તેઓ આ શ્રેણીમાં પોતાની છાપ છોડી શકે છે. આવી સ્થિતિમાં બોલ અને બેટ વચ્ચે રોમાંચક સંઘર્ષની આશા છે. ચાલો જાણીએ એવી પાંચ જોડીઓ જે આ T20 સિરીઝનું પરિણામ નક્કી કરી શકે છે.

1) કેએલ રાહુલ vs કાગિસો રબાડાઃ

IPL 2022 માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ના સુકાની કેએલ રાહુલ (KL Rahul) એ 600 થી વધુ રન બનાવ્યા. બીજી તરફ કાગિસો રબાડા (Kagiso Rabada) સૌથી વધુ 23 વિકેટ ઝડપનાર ત્રીજા બોલર હતા. ચાહકો આગામી શ્રેણીમાં રબાડા અને કેપ્ટન કેએલ રાહુલની લડાઈની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેએલ રાહુલ અહીં શાનદાર ઇનિંગ્સ રમીને ભારતને સારો સ્કોર બનાવવામાં મદદ કરવા ઇચ્છશે. બીજી તરફ રબાડા રાહુલને વહેલો આઉટ કરવાનો પ્રયાસ કરશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

2) ઈશાન કિશન vs એનરિક નોર્કિયાઃ

આઈપીએલ 2022 માં ઓપનર ઈશાન કિશન (Ishan Kishan) નું પ્રદર્શન એટલું સારું ન હતું અને તેણે 418 રન સાથે સિઝનનો અંત કર્યો હતો. ઈશાન કિશન સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં સારો દેખાવ કરવા ઈચ્છશે. પરંતુ આ માટે તેણે એનરિક નોર્કિયા જેવા બોલરોનો સામનો કરવો પડશે. ફાસ્ટ બોલર નોર્કિયાએ IPL 2022 માં શાનદાર પ્રદર્શન કરતા 6 મેચમાં 9 વિકેટ ઝડપી હતી.

3) રિષભ પંત vs તરબેજ શમ્સીઃ

IPL 2022 માં દિલ્હી કેપિટલ્સ (DC) ના સુકાની રિષભ પંતે કુલ 340 રન બનાવ્યા હતા. રિષભ પંત આખી સિઝનમાં પોતાની વિકેટ ભેટ આપીને પેવેલિયન પરત ફરતો જોવા મળ્યો હતો. પંત દક્ષિણ આફ્રિકા સામેની ટી20 શ્રેણીમાં પોતાની આદત સુધારવા ઈચ્છશે. આ માટે પંતે ચાઈનામેન બોલર તબરેઝ શમ્સીનો સામનો કરવો પડશે. કારણ કે પંત સ્પિનરોને ફટકારવા બદલ અનેક વખત આઉટ થઈ ચૂક્યો છે.

4) ડેવિડ મિલર vs હર્ષલ પટેલઃ

ગુજરાત ટાઇટન્સ (GT) ને ચેમ્પિયન બનાવવામાં ડેવિડ મિલર (David Miller) એ મહત્વની ભૂમિકા ભજવી હતી. IPL 2022 માં કુલ 481 રન બનાવનાર ડેવિડ મિલર ભારત સામે તબાહી મચાવી શકે છે. હર્ષલ પટેલ મિલર સામે અસરકારક સાબિત થઈ શકે છે અને બંને વચ્ચે ખૂબ જ રસપ્રદ જંગ થઈ શકે છે. હર્ષલ પટેલ ધીમા અને યોર્કર બોલથી ‘કિલર મિલર’નો ટેસ્ટ લેવાનો પ્રયત્ન કરશે.

5) એડન માર્કરમ vs યુઝવેન્દ્ર ચહલઃ

આઈપીએલની 15મી સિઝનમાં એડન માર્કરામે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) માટે 47.63ની એવરેજથી 381 રન બનાવ્યા હતા. માર્કરામ ભારત માટે મોટો ખતરો બની શકે છે. આવી સ્થિતિમાં યુઝવેન્દ્ર ચહલ જેવા સ્પિનરો આ બેટ્સમેન સામે અસરકારક સાબિત થશે. IPL 2022 માં 27 વિકેટ લઈને પર્પલ કેપ જીતનાર ચહલે બેટ્સમેનોને ફસાવવા માટે પોતાની સ્પિન ટ્રેપમાં નિપુણતા મેળવી છે.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">