મહાદેવ સટ્ટાબાજી એપ મામલે બોલિવુડ એક્ટર સાહિલ ખાનની ધરપકડ, જાણો શું છે આરોપ ?

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની SIT દ્વારા બોલિવૂડ એક્ટર સાહિલ ખાનની ધરપકડ કરવામાં આવી છે. સાહિલ ખાન પર સટ્ટાબાજીની સાઈટ ચલાવવા અને સટ્ટાબાજીને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. જે અંતર્ગત તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. સાહિલ કેટલાક દિવસોથી ફરાર હતો. જે બાદ તેની છત્તીસગઢના જગદલપુરથી ધરપકડ કરવામાં આવી છે.

મહાદેવ સટ્ટાબાજી એપ મામલે બોલિવુડ એક્ટર સાહિલ ખાનની ધરપકડ, જાણો શું છે આરોપ ?
Sahil Khan arrested
Follow Us:
| Updated on: Apr 28, 2024 | 11:38 AM

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની SIT દ્વારા બોલિવુડ એક્ટર સાહિલ ખાનની ધરપકડ કરવામાં આવી છે. સાહિલ ખાન પર સટ્ટાબાજીને પ્રોત્સાહન આપવા અને સટ્ટાબાજીની સાઈટ ચલાવવાને લઈને આરોપ લાગ્યો હતો. જે બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત SITએ છત્તીસગઢના જગદલપુરથી સાહિલની ધરપકડ કરી છે. જે બાદ તેને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. મુંબઈની માટુંગા પોલીસ મહાદેવ બેટિંગ એપ કેસની તપાસમાં અભિનેતા સાહિલ ખાનનું નામ સામે આવ્યું છે.

બોલિવૂડ એક્ટર સાહિલ ખાનની ધરપકડ

મળતી માહિતી મુજબ, સાહિલ ખાન ધ લાયન બુક એપ નામની સટ્ટાબાજીની એપ સાથે સંકળાયેલો હતો જેમાં તે એપ ચલાવવાથી લઈને તેનુ પ્રમોશન કરતો હતો. મળતી માહિતી મુજબ તે મહાદેવ બેટિંગ એપ નેટવર્કનો એક ભાગ છે. આ કેસમાં મુંબઈ પોલીસે સાહિલની પણ પૂછપરછ કરી હતી. મુંબઈની માટુંગા પોલીસ મહેદેવ બેટિંગ એપ કેસની તપાસમાં સાહિલ ખાનનું નામ સામે આવ્યું હતું. સાહિલે જામીન માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો પરંતુ તેને કોર્ટમાંથી રાહત મળી ન હતી. કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી.

સાહિલ ખાન ફરાર હતો

કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા સાહિલ ખાન આગોતરા જામીન અને કોર્ટમાંથી ધરપકડમાંથી રાહત ન મળતા ફરાર થઈ ગયો હતો. તેણે મુંબઈ છોડી દીધું હતું. જે બાદ પોલીસ તેને સતત શોધી રહી હતી. આ સમયગાળા દરમિયાન સાહિલે પોલીસથી બચવા માટે ઘણી વખત પોતાનું લોકેશન પણ બદલ્યું હતું. અગાઉ રૂ. 15,000 કરોડના મહાદેવ સટ્ટાબાજીના કેસની તપાસ માટે રચાયેલી SITએ સાહિલ ખાનની પૂછપરછ કરી હતી. આ પૂછપરછ લગભગ 4 કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન સાહિલે આ મામલે તેની કોઈ પણ ભૂમિકા હોવાનો ઈન્કાર કર્યો હતો. તેણે સ્પષ્ટ કહ્યું કે તેને આ મામલામાં કોઈ લેવાદેવા નથી.

ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું એ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો કેમ?
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી

FIRમાં ઘણા મોટા લોકોના નામ સામેલ છે

આ કેસ પહેલા માટુંગા પોલીસે નોંધ્યો હતો, ત્યારબાદ તેને તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ SITની રચના કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મહાદેવ સટ્ટાબાજી એપ કેસની તપાસ કરી રહી છે. મુંબઈ પોલીસે 32 લોકો વિરુદ્ધ અલગથી કેસ નોંધ્યો છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ FIRમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ મુસ્તાકીમ, સૌરભ ચંદ્રાકર, રવિ ઉપલ, શુભમ સોની જેવા ઘણા લોકોના નામ છે.

Latest News Updates

બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ
જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ
રાદડિયા એ કહ્યું-ફોર્મ ભર્યા બાદ મેન્ડેટ ઈસ્યૂ થયો, જુઓ-video
રાદડિયા એ કહ્યું-ફોર્મ ભર્યા બાદ મેન્ડેટ ઈસ્યૂ થયો, જુઓ-video
નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર લગાવ્યા આરોપ
નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર લગાવ્યા આરોપ
ચાલુ મેચ દરમિયાન ગ્રાઉન્ડમાં ઘૂસી જનાર યુવકની ધરપકડ
ચાલુ મેચ દરમિયાન ગ્રાઉન્ડમાં ઘૂસી જનાર યુવકની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">