GT vs RCB પિચ રિપોર્ટઃ આજે અમદાવાદની પિચ પર કોણ ફાવશે ? જાણો

GT vs RCB પિચ રિપોર્ટ- આજે રવિવારે ગુજરાત ટાઇટન્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL 2024 ની 45મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. GT vs RCB વચ્ચેની મેચ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે.

GT vs RCB પિચ રિપોર્ટઃ આજે અમદાવાદની પિચ પર કોણ ફાવશે ? જાણો
Narendra Modi Stadium
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2024 | 11:13 AM

IPL 2024 ની 45મી મેચ આજે એટલે કે 28મી એપ્રિલે ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. GT vs RCB મેચનો ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે પ્રારંભ થશે. જ્યારે બંને કેપ્ટન – શુભમન ગિલ અને ફાફ ડુ પ્લેસિસ – ટોસ માટે મેચના અડધા કલાક પહેલા ફિલ્ડમાં ઉતરશે. આજની મેચ ગુજરાત અને બેંગલુરુ બંને ટીમો માટે મહત્વની બની રહેનાર છે.

જો RCB આજે આ મેચ હારી જશે તો તે સત્તાવાર રીતે ટુર્નામેન્ટમાંથી બહાર ફેકાઈ જનારી પ્રથમ ટીમ બની જશે, જ્યારે GT આજે હારી જશે તો તે પોઈન્ટ ટેબલમાં વધુમાં વધુ 16 પોઈન્ટ સુધી જ પહોંચી શકે તેવી સ્થિતિ સર્જાશે. આવી સ્થિતિમાં ગુજરાત ટાઈટન્સ માટે આગળની સફર ઘણી મુશ્કેલ બની જશે. GT vs RCB વચ્ચેની આજની મેચ સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માહિતી પર એક નજર કરીએ-

પિચ રિપોર્ટ

એક તરફ IPLમાં રનનો ઢગલો ખડકાઈ રહ્યો છે. ટીમ હવે સરળતાથી 200 રનના આંકને સ્પર્શી રહી છે. બીજી તરફ, ગુજરાત ટાઇટન્સ દિલ્હી કેપિટલ્સ સામેની છેલ્લી ઘરઆંગણાની મેચમાં માત્ર 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ગુજરાત ટાઈટન્સનો આઈપીએલ ઈતિહાસનો સૌથી ઓછો સ્કોર નોંધાયો હતો.

Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024

દિલ્હી કેપિટલ્સ પહેલા, ગુજરાત ટાઈટન્સને તેમના હોમ ગ્રાઉન્ડ પર પીબીકેએસ સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ સામે ટીમ 199 રન બનાવીને હારી ગઈ હતી. આ વખતે અમદાવાદની પીચની પ્રકૃતિ મિશ્ર રહી છે. આ પિચ પર એવી ત્રણ ટીમ છે જેણે ત્રણ મેચમાં 150 રનનો આંકડો પાર કર્યો છે.

આજની મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ ઉપર પણ 170-180 રન બને તેવી સંભાવના છે. પહેલા ટોસ જીતનાર ટીમ ઘણીવાર આ મેદાન પર લક્ષ્યાંકનો પીછો કરવાનું પસંદ કરે છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL મેચના આંકડા અને રેકોર્ડ્સ

  • મેચ – 31
  • પ્રથમ બેટિંગ કરીને જીતનાર ટીમ – 14
  • જીતનો લક્ષ્યાંક મેળવવા બીજી બેટિંગ કરનાર ટીમની જીત – 17
  • ટોસ જીતીને જીતેલી મેચો – 15
  • ટોસ હાર્યા બાદ જીતેલી ટીમ – 16
  • સર્વોચ્ચ સ્કોર- 233/3
  • સૌથી ઓછો સ્કોર- 89
  • પ્રથમ દાવનો સરેરાશ સ્કોર- 172
  • ચેઝમાં સર્વોચ્ચ સ્કોર- 205

GT vs RCB હેડ ટુ હેડ

ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર IPLમાં અત્યાર સુધીમાં માત્ર ત્રણ વખત જ ટકરાયા છે. જેમાં GTએ 2 અને RCBએ એક મેચમાં જીત મેળવી છે. ગુજરાતને હજુ પણ તેના હોમગ્રાઉન્ડનો ફાયદો મળે તેવી સંભાવના છે.

Latest News Updates

સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ ફેરમતદાન
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ ફેરમતદાન
પરિણામ સારુ આવતા અમદાવાદ અને રાજકોટના વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા
પરિણામ સારુ આવતા અમદાવાદ અને રાજકોટના વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા
ધોરણ 10નું પરિણામ આવતા જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ
ધોરણ 10નું પરિણામ આવતા જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
g clip-path="url(#clip0_868_265)">