Breaking News : 21 ગૌમાતાને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા, જુઓ Video
આમ તો તમે સાંભળ્યું હશે કે, ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટ્યું હોય પરંતુ આજે એક એવો વીડિયો સામે આવ્યો છે. જેમાં અંદાજે 21 ગૌમાતાએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. જુઓ Video
દ્વારિકાધીશના મંદિરમાં આમ તો બારેમાસ ભક્તોનો ધસારો રહેતો હોય છે. પરંતુ, આ વખતે મંદિરમાં પહોંચ્યા કેટલાંક એવા ભાવિકો કે જેણે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતુ. ગાયોની “વેદના પદયાત્રા” લાઠીદડ બોટાદ થી દેવભૂમિદ્વારકા સુધી નીકળી હતી. લગભગ 19 દિવસની યાત્રા બાદ 21 ગાયોનું ધણ ગઈકાલે દ્વારિકાધીશના સાનિધ્યે પહોંચ્યું અને “જય ગૌમાતા જય દ્વારિકાધીશ”ના નાદથી આખું પરિસર ગુંજી ઉઠ્યું. ગૌમાતાના રક્ષણ અને સન્માનના સંદેશ સાથે આ યાત્રાનું આયોજન કરાયું હતું. અને જ્યારે આ ગૌમાતા દ્વારિકાધીશના દરબારમાં પહોંચી. ત્યારે ભાવવિભોર કરનારા દ્રશ્યો સામે આવ્યા હતા.
ગાયોની “વેદના પદયાત્રા”
ગૌમાતાને દ્વારિકાધીશના દર્શન કરાવવા જગત મંદિરના વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરાવવામાં આવી હતી. ગઈકાલે શયન સ્તુતિ બાદ ગૌમાતાને મંદિરની અંદર લઈ જવાઈ હતી. “ગોપાલ” બનીને ગાયોના રખોપાના સંદેશ આપનાર દ્વારિકાધીશને ગૌમાતા નતમસ્તક થઈ. આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. આ કાર્યક્રમ કોઈ ધાર્મિક વિધિનો ભાગ નહીં પરંતુ “ગૌરક્ષણ” માટે જનજાગૃતિ લાવવાનો હતો.
ગૌરક્ષા માટે જાગૃતિ ફેલાય
યુવાનો દ્વારા આયોજિત આ સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ગૌમાતા પર થતાં અત્યાચાર અને તેમની વેદનાનો અવાજ દ્વારિકાધીશના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો હતો. યાત્રાનું સૂત્ર ‘એક પગલું ગૌમાતા માટે, એક પગલું માનવતા માટે’ હતું. ગૌમાતા પર થતાં અત્યાચારનો અંત આવે. અને ગૌરક્ષા માટે જાગૃતિ ફેલાય. તેવી પ્રાર્થના દ્વારિકાધીશના ચરણોમાં કરવમાં આવી હતી. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ગૌભક્તો, યુવાનો અને વિવિધ સામાજિક સંસ્થાના કાર્યકરો જોડાયા હતા.
ગુજરાત રાજ્યના પશ્ચિમે આવેલ દેવભૂમિ દ્વારકા એ જિલ્લો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના 15 ઓગસ્ટ 2013ના રોજ કરવામાં આવી છે. અહી ક્લિક કરો
21 ગૌમાતાને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા, જુઓ Video
ગીર સોમનાથમાં મેઘતાંડવ! ઉનામાં ગામોમાં પાણી ભરાયા, Watch Video
ભાવનગરના ગરજીયા ગામે સિંહે માલધારી પર કર્યો હુમલો, LIVE વીડિયો વાયરલ
રાજ્યમાં વરસાદથી જળાશયો છલકાયા, 6 ડેમ હાઈ એલર્ટ પર
