AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ડ્રોપઆઉટ દીકરી માટે ખુદ ઘરે પહોંચ્યા શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, દેવયાનીબાનો ફરી શાળામાં પ્રવેશ કરાવ્યો, Watch Video

Breaking News: ડ્રોપઆઉટ દીકરી માટે ખુદ ઘરે પહોંચ્યા શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, દેવયાનીબાનો ફરી શાળામાં પ્રવેશ કરાવ્યો, Watch Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2026 | 2:32 PM
Share

રિવાબા જાડેજા મેદાનમાં ઉતર્યા છે. સુરેન્દ્રનગરની મુલાકાત દરમિયાન તેમણે અભ્યાસ અધવચ્ચે છોડી દીધેલી દેવયાનીબા નામની વિદ્યાર્થીનીના ઘરે રૂબરૂ મુલાકાત લઈને તેને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે પ્રેરિત કરી હતી.

સરકારી પ્રોટોકોલની પરવા કર્યા વિના સીધા તેના ઘરે પહોંચ્યા હતા

મળતી માહિતી મુજબ દેવયાનીબાએ સંજોગોવશાત પોતાનો અભ્યાસ અધવચ્ચેથી બંધ કરી દીધો હતો. આ અંગે જાણ થતાં શિક્ષણમંત્રી રિવાબા જાડેજા કોઈપણ સરકારી પ્રોટોકોલની પરવા કર્યા વિના સીધા તેના ઘરે પહોંચ્યા હતા. તેમણે વિદ્યાર્થીની અને તેના પરિવારજનો સાથે આત્મીયતાપૂર્વક વાતચીત કરી અને શિક્ષણનું મહત્વ સમજાવ્યું.

મંત્રીની સમજણ અને પ્રોત્સાહન બાદ દેવયાનીબાએ ફરી અભ્યાસ શરૂ કરવાનો નિર્ણય લીધો અને તેનો ધોરણ-9માં પુનઃ પ્રવેશ કરાવવામાં આવ્યો. આ પ્રસંગે શિક્ષણમંત્રી દ્વારા દેવયાનીબાને ધોરણ-9ના નવા પાઠ્યપુસ્તકોનો સેટ પણ ભેટ આપવામાં આવ્યો હતો.

પ્રગતિશીલ સમાજના નિર્માણ માટે અત્યંત જરૂરી

રિવાબા જાડેજાએ જણાવ્યું કે દીકરીઓનું શિક્ષણ સક્ષમ અને પ્રગતિશીલ સમાજના નિર્માણ માટે અત્યંત જરૂરી છે. તેમણે દેવયાનીબાના હાઈસ્કૂલથી લઈને કોલેજ સુધીના અભ્યાસની જવાબદારી રાજ્ય સરકાર સુનિશ્ચિત કરશે તેવી ખાતરી પણ આપી.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનનો મુખ્ય હેતુ શાળા છોડી ચૂકેલા બાળકોને ફરી શિક્ષણના પ્રવાહમાં જોડવાનો અને રાજ્યમાં વધતા ડ્રોપઆઉટ રેશિયોમાં ઘટાડો કરવાનો છે. શિક્ષણમંત્રીની આ પહેલને સ્થાનિક લોકો અને શિક્ષણજગતે આવકારી છે.

Breaking News: ગીર સોમનાથમાં મેઘતાંડવ! ઉનામાં ગામોમાં પાણી ભરાયા, મંદિરો જળમગ્ન, રાવલ ડેમના તમામ 6 દરવાજા ખોલાયા

Published on: Jul 06, 2026 02:28 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">