Breaking News: ગીર સોમનાથમાં મેઘતાંડવ! ઉનામાં ગામોમાં પાણી ભરાયા, મંદિરો જળમગ્ન, રાવલ ડેમના તમામ 6 દરવાજા ખોલાયા
ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદે અનેક વિસ્તારોમાં જનજીવનને અસર પહોંચાડી છે. ખાસ કરીને ઉના તાલુકામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદે અનેક વિસ્તારોમાં જનજીવનને અસર પહોંચાડી છે. ખાસ કરીને ઉના તાલુકામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
લોકોને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા
પસવાળા ગામમાં કેડસમા પાણી ભરાઈ જતાં સ્થાનિકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. બચાવ કામગીરી દરમિયાન ટ્રેક્ટરની મદદથી લોકોને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા હતા.
ઉનાના ગરાળ ગામમાં પણ વરસાદે ભારે અસર કરી છે. સતત વરસાદના કારણે ગામના શિવ મંદિર અને ભૂતડા દાદા મંદિર વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. મંદિરોની આસપાસ પાણી ભરાઈ જતાં મહાદેવના મંદિરનો જળમગ્ન નજારો જોવા મળ્યો હતો, જેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે.
રાવલ ડેમના તમામ 6 દરવાજા 4-4 ફૂટ સુધી ખોલી દીધા
બીજી તરફ ગીર જંગલના ઉપરવાસ વિસ્તારમાં ફરી વરસાદી માહોલ જામતા રાવલ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. પાણીની સતત આવકને ધ્યાનમાં રાખીને તંત્રએ રાવલ ડેમના તમામ 6 દરવાજા 4-4 ફૂટ સુધી ખોલી દીધા છે. ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા રાવલ નદીના પટમાં અવરજવર ન કરવા માટે તંત્રએ લોકોને ચેતવણી આપી છે.
વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે
સાવચેતીના ભાગરૂપે ગીર ગઢડાના 7 ગામો અને ઉના તાલુકાના 11 ગામોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને નદી-નાળા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અપીલ કરી છે. આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.
Breaking News : બે નદીઓના પાણી ફરી વળતા ઉનાનું ગામ બેટમાં ફેરવાયું, મધ્યરાત્રીએ તંત્રે લોકોનું કરાવ્યું સ્થળાંતર , જુઓ Video
ગીર સોમનાથમાં મેઘતાંડવ! ઉનામાં ગામોમાં પાણી ભરાયા, Watch Video
ભાવનગરના ગરજીયા ગામે સિંહે માલધારી પર કર્યો હુમલો, LIVE વીડિયો વાયરલ
રાજ્યમાં વરસાદથી જળાશયો છલકાયા, 6 ડેમ હાઈ એલર્ટ પર
Breaking News : શહેર-ગ્રામ્યની તમામ શાળા-કોલેજોમાં આજે રજા જાહેર
