AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saputara weather: ડાંગમાં વરસાદ બાદ કુદરતનું સૌંદર્ય ખીલી ઊઠ્યું, ધુમ્મસની ચાદરમાં લપેટાયું સાપુતારા, જુઓ Video

Saputara weather: ડાંગમાં વરસાદ બાદ કુદરતનું સૌંદર્ય ખીલી ઊઠ્યું, ધુમ્મસની ચાદરમાં લપેટાયું સાપુતારા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2026 | 1:34 PM
Share

ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદ બાદ મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. વરસાદ થંભતાં રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં કુદરતનું અદભૂત અને મનમોહક રૂપ જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી જ સમગ્ર વિસ્તાર ધુમ્મસ અને વાદળોથી ઘેરાઈ ગયો હતો, જેના કારણે પ્રવાસીઓ મંત્રમુગ્ધ બની ગયા હતા.

આકાશમાંથી વાદળો ધરતી પર ઉતર્યા હોય તેવા દૃશ્યો

સાપુતારામાં સર્જાયેલા નજારાઓ જાણે આકાશમાંથી વાદળો ધરતી પર ઉતરી આવ્યા હોય તેવો અહેસાસ કરાવી રહ્યા હતા. પહાડોની ટોચ પર છવાયેલા ધુમ્મસ અને વાદળો એકબીજાને આલિંગન કરતા હોય તેવા રમણીય દૃશ્યો જોવા મળ્યા હતા. હરિયાળીથી છલકાતી ટેકરીઓ અને ઠંડા પવન વચ્ચે સમગ્ર વાતાવરણ વધુ આહલાદક બન્યું હતું.

ધુમ્મસની ચાદરે વધારી સાપુતારાની સુંદરતા

વરસાદ બાદ સાપુતારાએ ધુમ્મસની સફેદ ચાદર ઓઢી લીધી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. સવાર અને સાંજના સમયે બદલાતા મોસમના મિજાજે કુદરતી સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી દીધા છે. ઠંડકભર્યા વાતાવરણ અને મનોહર નજારાઓને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા પહોંચી રહ્યા છે.

પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હિલ સ્ટેશન

ચોમાસાની ઋતુમાં સાપુતારાની કુદરતી સુંદરતા વધુ નીખરી ઊઠતાં તે ફરી એકવાર પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ધુમ્મસ, વાદળો, હરિયાળા પહાડો અને શીતળ વાતાવરણ વચ્ચે પ્રવાસીઓ કુદરતની ગોદમાં યાદગાર ક્ષણો માણી રહ્યા છે. સ્થાનિક પર્યટનને પણ આ વરસાદી માહોલથી નવી ગતિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- Bhavnagar Breaking News : ભાવનગરના ગરજીયા ગામે હિંસક બનેલ સિંહે માલધારી પર કર્યો હુમલો, ઘટનાનો LIVE વીડિયો આવ્યો સામે

Follow Us
g clip-path="url(#clip0_868_265)">