IND vs BAN, 1st test, Live Updates: ટીમ ઈન્ડિયાએ પહેલા દિવસે 339 રન બનાવ્યા, અશ્વિન અને જાડેજાનું ધમાકેદાર પ્રદર્શન

Nirupa Duva
| Edited By: | Updated on: Sep 19, 2024 | 6:08 PM

IND vs BAN, 1st test, Live Updates: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હસન શાંતોએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ચેન્નાઈમાં તેણે એ જ પ્લેઈંગ ઈલેવનને મેદાનમાં ઉતારી છે જેણે પાકિસ્તાનને હરાવ્યું હતું. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 5 વર્ષ બાદ ઘરેલુ ટેસ્ટ મેચમાં 3 ફાસ્ટ બોલરોને તક આપી છે.

IND vs BAN, 1st test, Live Updates:   ટીમ ઈન્ડિયાએ પહેલા દિવસે 339 રન બનાવ્યા, અશ્વિન અને જાડેજાનું ધમાકેદાર પ્રદર્શન

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ મેચ ચેન્નાઈમાં રમાઈ રહી છે. લાલ માટીની પીચને કારણે ફાસ્ટ બોલરોને મદદ મળી શકે છે. પાકિસ્તાનને હરાવીને વાપસી કરી રહેલી બાંગ્લાદેશની ટીમ આ સમયે ઉત્સાહથી ભરેલી છે. ચેન્નાઈમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં કેપ્ટન નઝમુલ હસન શાંતોએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 19 Sep 2024 05:28 PM (IST)

    IND vs BAN 1st test live score : ટીમ ઈન્ડિયાએ 6 વિકેટના નુકસાન પર 339 રન બનાવ્યા

    ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હસન શાંતોએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ દિવસની રમત ટીમ ઈન્ડિયાના નામે રહી હતી. ટીમ ઈન્ડિયાએ 6 વિકેટના નુકસાન પર 339 રન બનાવ્યા હતા. જાડેજા 86 રન અને અશ્વિન 102 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા.

  • 19 Sep 2024 05:07 PM (IST)

    IND vs BAN 1st test live score :આર અશ્વિને સદી ફટકારી

    આર અશ્વિને પોતાની સદી પૂરી કરી લીધી છે. તેણે પોતાની સદી સુધી પહોંચવા માટે 108 બોલનો સામનો કર્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં આર અશ્વિનની આ છઠ્ઠી સદી છે. ટીમ ઇન્ડિયાએ 78 ઓવર પછી 6 વિકેટના નુકસાન પર 334 રન બનાવી લીધા છે.

  • 19 Sep 2024 04:50 PM (IST)

    IND vs BAN 1st test live score :ટીમ ઈન્ડિયાએ 300 રનનો આંકડો પાર કર્યો

    ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવીને 300 રનનો આંકડો પાર કરી લીધો છે. રવીન્દ્ર જાડેજા અને આર અશ્વિન વચ્ચે 150થી વધુ રનની ભાગીદારી પણ છે. બંને ખેલાડીઓ ખૂબ જ સારી લયમાં હોય તેવું લાગી રહ્યું છે. જાડેજા 65 રન અને અશ્વિન 88 રન બનાવીને અણનમ છે.

  • 19 Sep 2024 04:49 PM (IST)

    IND vs BAN 1st test live score : ટીમ ઈન્ડિયાએ પાર કર્યા 300 રન, અશ્વિન-જાડેજાએ અડધી સદી ફટકારી

  • 19 Sep 2024 04:18 PM (IST)

    IND vs BAN 1st test live score :જાડેજાએ અડધી સદી ફટકારી

    ચેન્નાઈમાં રવિન્દ્ર જાડેજાએ અડધી સદી ફટકારી છે. આ પહેલા અશ્વિને અડધી સદી ફટકારી હતી. બંનેની આ ઈનિંગથી ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે. પ્રથમ દિવસના ત્રીજા સેશનમાં 68 ઓવરના અંતે ભારતીય ટીમે 6 વિકેટના નુકસાન પર 275 રન બનાવી લીધા છે.

  • 19 Sep 2024 03:58 PM (IST)

    IND vs BAN 1st test live score :અશ્વિન-જાડેજા વચ્ચે 100 રનની પાર્ટનરશીપ કરી

    રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા વચ્ચે 100 રનની ભાગીદારી છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ 250 રન પણ પૂરા કરી લીધા છે.

  • 19 Sep 2024 03:25 PM (IST)

    IND vs BAN 1st test live score : ટીમ ઈન્ડિયાએ 200 રનનો આંકડો પાર કર્યો

    રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ 6 વિકેટ પડ્યા ક્રિઝ પર છે. આ બંનેની શાનદાર ઇનિંગ્સની મદદથી ટીમ ઇન્ડિયાએ 200 રનનો સ્કોર પાર કરી લીધો છે. 53 ઓવર બાદ ભારતે 6 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા છે.

  • 19 Sep 2024 02:34 PM (IST)

    વરસાદની ચાર સિસ્ટમ સક્રીય પણ ગુજરાતમાં નહી વરસે વરસાદઃ હવામાન વિભાગ

    ભારતીય હવામાન વિભાગની આગાહી, આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. હાલ સ્ટ્રોંગ વરસાદી સિસ્ટમ સક્રિય ના રહેતા ભારે વરસાદ નહી પડે. રાજ્યમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ રહી શકે છે. અમદાવાદના મહત્તમ તાપમાનમાં સમાન્ય કરતા 1.4 ડિગ્રીનો વધારો નોંધાયો છે. તાપમાન વધતા બાફરાનું પ્રમાણ વધ્યું. અમદાવાદનું મહત્તમ તાપમાન 32.7 રહ્યું છે. હાલ ચાર સિસ્ટમ સક્રિય પરંતુ તે ગુજરાતમાં ભારે વરસાદ લાવે તેવી શક્યતા નહિવત.

  • 19 Sep 2024 02:28 PM (IST)

    રાજકોટ: શહેરમાં અસામાજિક તત્વો બેફામ

    રાજકોટ: શહેરમાં અસામાજિક તત્વો બેફામ થયા છે. ભગવતીપરા વિસ્તારમાં લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો. ધોળા દિવસે જાહેરમાં રાહદારીને માર માર્યો. કોઈ કારણસર ઝઘડા બાદ રાહદારીને ફટકારી લાતો મારી હતી. અસામજિક તત્વોના આતંકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

  • 19 Sep 2024 02:18 PM (IST)

    IND vs BAN 1st test live score : ભારતે 6 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા

    ચેન્નાઈ ટેસ્ટના પહેલા દિવસે ભારતીય ટીમ સંઘર્ષ કરી રહી છે. ભારતીય ટીમનો અડધો ભાગ બીજા સેશનમાં જ પડી ગયો છે. યશસ્વી જયસ્વાલ 56 રન બનાવીને આઉટ થયો હતો. ભારતે 5 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા છે.

  • 19 Sep 2024 01:52 PM (IST)

    ભારતે છઠ્ઠી વિકેટ ગુમાવી

    ચેન્નાઈ ટેસ્ટના પહેલા દિવસે ભારતીય ટીમ સંઘર્ષ કરી રહી છે. ભારતીય ટીમનો અડધો ભાગ બીજા સેશનમાં જ પડી ગયો છે. યશસ્વી જયસ્વાલ 56 રન બનાવીને આઉટ થયો. જે પછી કે એલ રાહુલ પણ આઉટ થયો.

  • 19 Sep 2024 01:11 PM (IST)

    IND vs BAN 1st test live score : ટીમ ઈન્ડિયા 150 રનની નજીક

  • 19 Sep 2024 12:49 PM (IST)

    IND vs BAN 1st test live score :ભારતે 100 રન પૂરા કર્યા

    ટીમ ઈન્ડિયાના 100 રન પૂરા થઈ ગયા છે. 28 ઓવર પછી ભારતે 4 વિકેટ ગુમાવીને 103 રન બનાવી લીધા છે.

  • 19 Sep 2024 12:48 PM (IST)

    IND vs BAN 1st test : હસન મહમૂદે ચોથો ઝટકો આપ્યો

    હસન મહમૂદે ચોથો ઝટકો આપ્યો, રિષભ પંત 39 રન બનાવીને આઉટ થયો

  • 19 Sep 2024 12:25 PM (IST)

    IND vs BAN 1st test live score :લંચ પછી રમત શરૂ થઈ

    ચેન્નાઈ ટેસ્ટના પહેલા દિવસે લંચ બ્રેક પુરો થઈ ગયો છે. યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંત બીજા સેશન માટે ક્રિઝ પર આવ્યા છે. જ્યારે બાંગ્લાદેશ પ્રથમ સેશનમાં 3 વિકેટ લેનાર હસન મહેમૂદ હતો

  • 19 Sep 2024 12:25 PM (IST)

    IND vs BAN 1st test live score :લંચ બ્રેક સુધી ભારતના 88 રન

    બાંગ્લાદેશના ફાસ્ટ બોલરે ઇનિંગ્સની શરૂઆતમાં જ ભારતને ત્રણ ઝટકા આપ્યા હતા. આ પછી ઓપનર યશસ્વી જયસ્વાલ અને વિકેટકીપર ઋષભ પંતે ટીમની જવાબદારી સંભાળી અને ઇનિંગ્સને સંભાળી. બંનેએ સાવધાનીપૂર્વક રમ્યા અને ઝડપથી રન પણ બનાવ્યા. પંતે 44 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 33 રનની ઝડપી ઇનિંગ રમી હતી. જ્યારે જયસ્વાલે 62 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 37 રન બનાવ્યા હતા. લંચ સુધી ભારતે 23 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 88 રન બનાવી લીધા છે.

  • 19 Sep 2024 11:50 AM (IST)

    IND vs BAN 1st test live score : પિચ રિપોર્ટ

    ચેન્નાઈમાં સામાન્ય રીતે ગરમી હોય છે પરંતુ હાલમાં વાતાવરણ ઠંડું છે. ચેપોક સ્ટેડિયમમાં વર્તમાન તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ છે, જે વધીને 33-34 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. આ મેચ માટે લાલ માટીની પીચનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, એટલે કે પીચ પર ફાસ્ટ બોલરો માટે બાઉન્સ હશે. જેમ જેમ રમત આગળ વધશે તેમ સ્પિનરોને મદદ મળશે. પિચ પર થોડો ભેજ પણ છે, જેનો અર્થ છે કે પેસરોને શરૂઆતમાં મદદ મળશે.

  • 19 Sep 2024 11:27 AM (IST)

    IND vs BAN 1st test live score : ભારતે 50 રન પૂરા કર્યા

    ટીમ ઈન્ડિયાને શરૂઆતમાં ત્રણ ઝટકા લાગ્યા બાદ યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંતે ઈનિંગની કમાન સંભાળી હતી. સાથે જ ભારતના 50 રન પણ પૂરા થઈ ગયા છે. પંત 8 રન બનાવીને ક્રીઝ પર હાજર છે અને જયસ્વાલે 24 રન બનાવ્યા છે.

  • 19 Sep 2024 10:55 AM (IST)

    IND vs BAN 1st test live score : વિરાટ કોહલી આઉટ

    રોહિત શર્મા, શુભમન ગિલ બાદ હવે વિરાટ કોહલી પણ આઉટ થયો છે. તેણે માત્ર 6 રન બનાવ્યા હતા. 3 વિકેટ ગુમાવીને ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં છે.

  • 19 Sep 2024 10:40 AM (IST)

    IND vs BAN 1st test live score :ટેસ્ટમાં કોણ બેસ્ટ છે?

    વર્ષ 2000માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ મેચ શરૂ થઈ હતી. 24 વર્ષમાં બંને ટીમો વચ્ચે 13 ટેસ્ટ મેચ રમાઈ છે જેમાંથી ભારતે 11માં જીત મેળવી છે. બે મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

  • 19 Sep 2024 10:37 AM (IST)

    IND vs BAN 1st test live score :શુભમન ગિલ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો

    ભારતે બીજી વિકેટ ગુમાવી છે. શુભમન ગિલ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો.

  • 19 Sep 2024 10:36 AM (IST)

    IND vs BAN 1st test live score : ભારતની પ્લેઈગ ઈલેવન ટીમ

  • 19 Sep 2024 10:35 AM (IST)

    IND vs BAN 1st test live score :રોહિત શર્મા 6 રન બનાવીને આઉટ થયો

    ટીમ ઈન્ડિયાએ પ્રથમ વિકેટ ગુમાવી છે. કેપ્ટન રોહિત શર્મા માત્ર 6 રન બનાવીને આઉટ થયો છે

  • 19 Sep 2024 10:33 AM (IST)

    IND vs BAN 1st test live score :બાંગ્લાદેશે ટોસ જીત્યો

    ચેન્નાઈ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હસન શાંતોએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

  • 19 Sep 2024 10:32 AM (IST)

    IND vs BAN 1st test live score :6 મહિના પછી ટેસ્ટમાં એન્ટ્રી

    ટીમ ઈન્ડિયાએ તેની છેલ્લી ટેસ્ટ મેચ માર્ચમાં ઈંગ્લેન્ડ સામે રમી હતી. 6 મહિના બાદ ભારતીય ટીમ ટેસ્ટ મેચમાં વાપસી કરી રહી છે અને ચેન્નાઈમાં બાંગ્લાદેશ સામે ટકરાશે.

Published On - Sep 19,2024 10:31 AM

Follow Us:
વિકાસ સપ્તાહની ઉજવણી અતંર્ગત ગુજરાત CMએ PM મોદી માટે કહી આ વાત-VIDEO
વિકાસ સપ્તાહની ઉજવણી અતંર્ગત ગુજરાત CMએ PM મોદી માટે કહી આ વાત-VIDEO
5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video
5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video
અંબાલાલ પટેલની વધુ એક આગાહી, આ જિલ્લાઓમાં આ તારીખે પડશે વરસાદ
અંબાલાલ પટેલની વધુ એક આગાહી, આ જિલ્લાઓમાં આ તારીખે પડશે વરસાદ
2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો
2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો
અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ
અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા
કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
g clip-path="url(#clip0_868_265)">