AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20WC Breaking : ભારત પહેલી જ મેચમાં ઓસ્ટ્રેલિયા- દક્ષિણ આફ્રિકાનો રેકોર્ડ તોડી નાખશે ? અમેરિકા વિરુદ્ધ આવા છે આંકડા

India vs USA: ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપ 2026 ની શરૂઆત યુએસએ સામેની મેચથી કરશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે આજે સાંજે 7 કલાકે રમાશે, જ્યાં ભારતીય ટીમ જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરવા માંગશે.

T20WC Breaking : ભારત પહેલી જ મેચમાં ઓસ્ટ્રેલિયા- દક્ષિણ આફ્રિકાનો રેકોર્ડ તોડી નાખશે ? અમેરિકા વિરુદ્ધ આવા છે આંકડા
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2026 | 9:04 AM
Share

India vs USA Head to Head Records: આજથી ટી20 વર્લ્ડ કપ 2026 શરૂ થવાનો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત આજે, 7 ફેબ્રુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે યુએસએ સામે પોતાની પહેલી મેચ રમશે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટમાં સતત બીજી વખત ટાઇટલ જીતવાનો મજબૂત દાવેદાર માનવામાં આવે છે. ભારતે 2024 માં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટી20 વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું હતું. આ વખતે પણ ટીમ ઈન્ડિયા પાસે જોરદાર જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરવાની તક છે.

ભારત અને અમેરિકા વચ્ચે હેડ-ટુ-હેડ રેકોર્ડ

ભારત અને અમેરિકા વચ્ચે અત્યાર સુધીમાં માત્ર એક જ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે, જે 2024 T20 વર્લ્ડ કપ દરમિયાન ન્યૂયોર્કમાં રમાઈ હતી. ભારતે તે મેચ સરળતાથી જીતી લીધી હતી. પહેલા બેટિંગ કરતા, અમેરિકાએ 20 ઓવરમાં ફક્ત 110 રન બનાવ્યા હતા. ભારતે 18.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને અમેરિકાએ આપેલ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. હવે, તેમના બીજા મુકાબલામાં પણ, ભારતનો હાથ ઉપર રહેશે તેવું લાગે છે.

ભારત પાસે વિશ્વ રેકોર્ડ બનાવવાની તક છે

T20 વર્લ્ડ કપ 2026 ની પહેલી જ મેચમાં, ટીમ ઈન્ડિયા પાસે એક મોટો વિશ્વ રેકોર્ડ બનાવવાની તક હશે. હકીકતમાં, ભારતીય ટીમે પાછલી ટુર્નામેન્ટમાં સતત આઠ મેચ જીતી હતી. જો ટીમ ઈન્ડિયા આ મેચમાં યુએસએને હરાવે છે, તો તે T20 વર્લ્ડ કપમાં ભારતનો સતત નવમો વિજય હશે. આ સાથે, ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સતત જીત મેળવનારી ટીમ પણ બની જશે. હાલમાં, ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સાથે પ્રથમ સ્થાન માટે બરોબરી ઉપર છે, જેમણે સતત 8 જીત હાંસલ કરી છે.

બંને ટીમોની ટુકડીઓ

ભારતની ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ, રિંકુ સિંઘ, જસપ્રિત બુમરાહ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, અક્ષર પટેલ (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર

યુએસએની ટીમઃ મોનાંક પટેલ (કેપ્ટન), જેસી સિંઘ, એન્ડ્રીસ ગૌસ, શેહાન જયસૂર્યા, મિલિંદ કુમાર, શાયન જહાંગીર, સૈતેજા મુક્કામાલા, સંજય કૃષ્ણમૂર્તિ, હરમીત સિંહ, નોસ્તુશ કેંજીગે, શૈડલી વાન શાલ્કવિક, સૌરભ નેત્રાવલકર, અલી ખાન, મોહમંદ મોહસિન, શુભમ રંઝાને.

ટી20 ક્રિકેટ વિશ્વ કપ 2026 અને અગાઉના વિશ્વ કપના રોચક રેકોર્ડને લઈને સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો.

સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
g clip-path="url(#clip0_868_265)">