AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK T20 WC Breaking : ‘ગજબ બેજ્જતી હે’… ભારત-પાકિસ્તાન મેચમાં ફેન્સનો ટ્રોલિંગનો અનોખો અંદાજ, ‘વોર્મ-અપ’ ડાન્સનો મજેદાર વીડિયો વાયરલ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ દરમિયાન સ્ટેડિયમમાં એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું. ભારતીય ફેન્સે પાકિસ્તાની ખેલાડીઓ અને સમર્થકોને તેમના જ અંદાજમાં ટ્રોલ કરતા ‘વોર્મ-અપ’ ડાન્સ કરીને મજાક ઉડાવી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે અને ક્રિકેટપ્રેમીઓ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.

IND vs PAK T20 WC Breaking : 'ગજબ બેજ્જતી હે'... ભારત-પાકિસ્તાન મેચમાં ફેન્સનો ટ્રોલિંગનો અનોખો અંદાજ, ‘વોર્મ-અપ’ ડાન્સનો મજેદાર વીડિયો વાયરલ
PakistanImage Credit source: X
| Updated on: Feb 16, 2026 | 7:40 PM
Share

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર હંમેશા જ ઉત્સાહ અને ભાવનાથી ભરપૂર રહે છે. મેદાન પરની સ્પર્ધા જેટલી જોરદાર હોય છે, એટલો જ જુસ્સો સ્ટેન્ડમાં બેઠેલા ફેન્સમાં પણ જોવા મળે છે. તાજેતરની મેચ બાદ પણ એવું જ બન્યું, જ્યારે ભારતીય સમર્થકોએ જીતની ખુશીમાં અનોખી ઉજવણી કરી.

ભારતીય ફેન્સનો ‘વોર્મ-અપ’ ડાન્સ

મેચ દરમિયાન કેટલાક ભારતીય ફેન્સ સ્ટેડિયમમાં જ ‘વોર્મ-અપ’ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ વોર્મ-અપ ડાન્સથી ભારતીય ફેન્સે પાકિસ્તાની ફેન્સની ભારે મજાક ઉડાવી હતી અને ટ્રોલ કર્યા હતા. આ વોર્મ-અપ ડાન્સ પાકિસ્તાન ટીમના ખેલાડીઓના પ્રેક્ટિસ અને વોર્મ અપ સેશનની નકલ છે.

ભારતીય ફેન્સે લીધી મજા

થોડા મહિનાઓ પહેલા પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ સહિત અન્ય ખેલાડીઓનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો, જેમાં તેઓ આ રીતે જ પ્રેક્ટિસ કરી રહ્યા હતા, અને ફેન્સે સોશિયલ મીડિયા પર તેમને ખૂબ ટ્રોલ કર્યા હતા. હવે તેની જ નકલ કરીને ભારતીય ફેન્સે મજાકીય અંદાજમાં પ્રતિક્રિયા આપી હતી. આસપાસ બેઠેલા દર્શકો પણ આ દ્રશ્યનો આનંદ લેતા નજરે પડ્યા હતા.

View this post on Instagram

A post shared by NEWS9 (@news9live)

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઝડપથી વાયરલ થયો હતો અને ક્રિકેટપ્રેમીઓએ મજેદાર પ્રતિક્રિયાઓ આપી હતી. કેટલાકે તેને રમૂજી અંદાજ ગણાવ્યો, તો કેટલાકે ખેલભાવનાની મર્યાદા જાળવવાની જરૂરિયાત વ્યક્ત કરી. મેચ બાદ આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

પાકિસ્તાન ફરી હાર્યું

ભારત-પાકિસ્તાન મેચ માત્ર રમત પૂરતી સીમિત નથી રહેતી, તે બે દેશોના ચાહકો વચ્ચેની ભાવનાત્મક ટક્કર પણ બની જાય છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે રમતની સ્પર્ધા હંમેશા મેદાન સુધી જ સીમિત રહેવી જોઈએ અને ફેન્સે પણ ઉત્સાહ સાથે સાથે સંયમ જાળવવો જરૂરી છે. તેમ છતાં આ ‘વોર્મ-અપ’ ડાન્સની ઘટના સોશિયલ મીડિયામાં લાંબા સમય સુધી યાદ રહેશે.

IND vs PAK T20 WC Breaking : ટીવી તોડ્યા-જૂતા ફેંક્યા… ભારત સામે હાર બાદ પાકિસ્તાનમાં હાહાકાર, ફેન્સનો ફાટ્યો ગુસ્સો

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">