રિલીઝના થોડા દિવસો પહેલા ટળી ‘Mysaa’, Rashmika Mandanna ને પણ નથી ખબર નવી રિલીઝ ડેટ
ફિલ્મ 'મૈસા' ના પ્રમોશન વચ્ચે મેકર્સે તેની રિલીઝ ટાળવાની જાહેરાત કરીને દર્શકોને નવી તારીખ માટે રાહ જોવડાવી છે. હવે સવાલ એ છે કે, રિલીઝના થોડા દિવસો પહેલા મેકર્સે આ નિર્ણય કેમ લીધો અને નવી તારીખ અંગે શું અપડેટ છે?

સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના (Rashmika Mandanna) આજકાલ પોતાની આવનારી ફિલ્મ ‘મૈસા’ (Mysaa) ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં રશ્મિકા એક સાવ અલગ અને દમદાર અંદાજમાં જોવા મળવાની છે. ફિલ્મને લઈને દર્શકોમાં ઉત્સાહ હતો અને અભિનેત્રીએ તેની રિલીઝ પહેલા પ્રમોશન પણ શરૂ કરી દીધું હતું.
ફિલ્મ 27 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી પરંતુ હવે તેની રિલીઝ આગળ વધારી દેવામાં આવી છે. ખાસ વાત એ છે કે, મેકર્સે રિલીઝના માત્ર પાંચ દિવસ પહેલા આ નિર્ણય લીધો છે. આ સમાચાર સામે આવ્યા બાદ ફિલ્મની રાહ જોઈ રહેલા દર્શકોએ નવી રિલીઝ ડેટની રાહ જોવી પડશે.
Bad Update
#RashmikaMandanna starrer #Mysaa postponed 5 days ahead of its release ⚠️
Rawindra Pulle’s @iamRashmika starrer #Mysaa was supposed to be released in theatres on November 27. The producers released a statement.
The film’s producers, Unformula Films, and the director, Rawindra, released a joint statement on Instagram. “Telugu cinema has entered an exciting phase, consistently raising the bar with films that showcase exceptional craftsmanship and technical excellence, as seen in this week’s releases,” read their statement, adding, “In the same spirit, Mysaa is envisioned as a technically superior, one-of-its-kind action spectacle from Telugu cinema, crafted to deliver an immersive big-screen experience.”
— Always Bollywood (@AlwaysBollywood) November 22, 2026
મેકર્સે જણાવી ‘મૈસા’ ની રિલીઝ ટાળવાનું કારણ
અભિનેત્રી રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘મૈસા’ ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. તેનું કારણ ફિલ્મ ‘મૈસા’ સાથે જોડાયેલું એક નવું અપડેટ છે. ફિલ્મના પ્રોડ્યુસર્સ અનફોર્મ્યુલા ફિલ્મ્સ (Unformula Films) અને દિગ્દર્શક રવિન્દ્ર પુલ્લે (Rawindra Pulle) એ સોશિયલ મીડિયા પર એક સંયુક્ત નિવેદન જાહેર કરીને રિલીઝ ટાળવાની માહિતી આપી.
મેકર્સે જણાવ્યું કે, તેઓ ‘મૈસા’ ને ટેકનિકલી શાનદાર એક્શન ફિલ્મ તરીકે તૈયાર કરી રહ્યા છે. તેમનો ઉદ્દેશ દર્શકોને સિનેમાઘરોમાં એવો અનુભવ આપવાનો છે, જેમાં કોઈ પ્રકારની બાંધછોડ ન થાય.
We wish to present the world of #MYSAA in its most uncompromised form, delivering the experience it truly deserves.
With this vision in mind, the theatrical release of #MYSAA, originally scheduled for NOVEMBER 27th, has been POSTPONED.
The new release date will be announced very soon.
Until then, keep the energy alive and groove to the rage-filled #OseyRamulamma ❤️
— https://t.co/TKCU7BiuaN
@iamRashmika @RawindraPulle @unformulafilms @TSeries @tseriessouth
— UnFormula Films (@unformulafilms) November 22, 2026
આ જ કારણસર તેમણે ફિલ્મની 27 નવેમ્બરની રિલીઝ આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. મેકર્સે પોતાના નિવેદનમાં એવો ભરોસો પણ અપાવ્યો છે કે, ફિલ્મની નવી રિલીઝ ડેટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે અને દર્શકોએ વધુ રાહ નહીં જોવી પડે.
રશ્મિકા મંદાનાને પણ નથી ખબર નવી રિલીઝ ડેટ
ફિલ્મની રિલીઝ ટળવા પર રશ્મિકા મંદાનાએ પણ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર મેકર્સનું નિવેદન શેર કર્યું. તેમને એ પણ ખબર નથી કે, ફિલ્મ હવે ક્યારે રિલીઝ થશે? રશ્મિકા મંદાનાએ કહ્યું કે, જેવી તેમને નવી તારીખ વિશે માહિતી મળશે; તેઓ પોતાના ફેન્સને પણ જણાવી દેશે.
