AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK T20 WC Breaking : ટીવી તોડ્યા-જૂતા ફેંક્યા… ભારત સામે હાર બાદ પાકિસ્તાનમાં હાહાકાર, ફેન્સનો ફાટ્યો ગુસ્સો

પાકિસ્તાન T20 વર્લ્ડ કપ 2026 ની મેચમાં ભારત સામે 61 રનથી હારી ગયું. આ કારમી હારથી સમગ્ર પાકિસ્તાનમાં આક્રોશ ફેલાયો છે. ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડીઓથી લઈને ક્રિકેટ ચાહકો સુધી, દરેક વ્યક્તિ પોતાની ટીમની નિંદા કરી રહ્યા છે. ફેન્સે ટીવી તોડ્યાના વીડિયો વાયરલ થયા હતા.

IND vs PAK T20 WC Breaking : ટીવી તોડ્યા-જૂતા ફેંક્યા... ભારત સામે હાર બાદ પાકિસ્તાનમાં હાહાકાર, ફેન્સનો ફાટ્યો ગુસ્સો
PakistanImage Credit source: X
| Updated on: Feb 16, 2026 | 6:02 PM
Share

કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારતીય ટીમે 61 રનથી એકતરફી હરાવીને પાકિસ્તાન ક્રિકેટ ટીમનો અસલી રંગ ખુલ્લો પાડ્યો. પાકિસ્તાનની હારથી પાડોશી દેશમાં હોબાળો મચી ગયો છે. ક્રિકેટ ચાહકોથી લઈને ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડીઓ સુધી દરેક વ્યક્તિ પાકિસ્તાની ટીમની ટીકા કરી રહ્યા છે, તેમને અસમર્થ ગણાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક ફોટો-વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં ચાહકોએ લાઈવ મેચ દરમિયાન ટેલિવિઝન તોડી નાખ્યું અને તેના પર જૂતા ફેંક્યા.

પાકિસ્તાની ચાહકોનો ગુસ્સો

ભારત સામે પાકિસ્તાનની હાર બાદ પાકિસ્તાની ચાહકો ટેલિવિઝન તોડતા જોવા મળ્યા હતા . 2026ના T20 વર્લ્ડ કપમાં હાર બાદ પણ આવી જ ઘટના બની હતી. એક પાકિસ્તાની રિપોર્ટર લાઈવ મેચ દરમિયાન ચાહકો સાથે વાત કરી રહ્યો હતો ત્યારે પાકિસ્તાન હાર્યા બાદ એક ચાહકે ઈંટ વડે ટેલિવિઝન તોડી નાખ્યું. ત્યારબાદ રિપોર્ટરે ટેલિવિઝન પર જૂતું ફેંક્યું.

પાકિસ્તાન ક્રિકેટનો સૌથી ખરાબ તબક્કો

ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ યુસુફે તો હાલના સમયગાળાને પાકિસ્તાની ટીમ માટે સૌથી ખરાબ ગણાવ્યો હતો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા મોહમ્મદ યુસુફે લખ્યું, “જ્યાં સુધી આપણે પાકિસ્તાન ક્રિકેટમાંથી રાજકીય પ્રભાવ અને વ્યક્તિગત હિતો દૂર નહીં કરીએ, ત્યાં સુધી આપણે પહેલા જેવા સારા ક્યારેય નહીં બનીએ. આ આપણા ક્રિકેટ ઇતિહાસનો સૌથી ખરાબ સમય છે, અને મારું હૃદય તેનાથી ખૂબ જ દુઃખી છે. જેમને કંઈ ખબર નથી તેમને તેમના પદ અને ટીમમાંથી દૂર કરવા જોઈએ.”

બાબર-આફ્રીદીને બહાર કરો

વધુમાં, મોહમ્મદ યુસુફે શાહીન શાહ આફ્રીદી, બાબર આઝમ અને શાદાબ ખાનને પાકિસ્તાન ટીમમાંથી દૂર કરવાની હિમાયત કરી. તેમણે કહ્યું કે આ ત્રણેયનો સમય પૂરો થઈ ગયો છે અને ટીમને નવા ખેલાડીઓની જરૂર છે.

પાકિસ્તાન ભારતથી ખૂબ પાછળ

મોહમ્મદ હાફીઝે પણ પાકિસ્તાની મીડિયામાં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ પાકિસ્તાન કરતા ઘણું આગળ નીકળી ગયું છે. ભારતમાં પાકિસ્તાન કરતા ઘણી વધુ પ્રતિભા છે, જેના કારણે આપણે આવા પરિણામો જોઈ રહ્યા છીએ.

IND vs PAK T20 WC Breaking : પાકિસ્તાનને હરાવી સૂર્યકુમાર યાદવ નંબર 1 ભારતીય કેપ્ટન બન્યો, રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો

Follow Us
માંગરોળમાં 22 ઈંચ વરસાદ ખાબકી જતા લોકોના ઘરોમાં ઘુસ્યા પાાણી-જુઓ Video
માંગરોળમાં 22 ઈંચ વરસાદ ખાબકી જતા લોકોના ઘરોમાં ઘુસ્યા પાાણી-જુઓ Video
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
g clip-path="url(#clip0_868_265)">