AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking News : T20 વર્લ્ડ કપમાં ભારત આ 2 ટીમ સામે ક્યારેય પણ જીતી શક્યું નથી, જાણો દરેક ટીમ સામે રેકોર્ડ

T20 World Cup Indias record  : T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો રેકોર્ડ શું છે? તેણે કઈ ટીમ સામે કેવું પ્રદર્શન કર્યું છે? અત્યાર સુધી, બે ટીમો એવી છે, જેને ભારત T20 વર્લ્ડ કપમાં કયારેય પણ હરાવી શક્યું નથી.

T20 WC Breaking News : T20 વર્લ્ડ કપમાં ભારત આ 2 ટીમ સામે ક્યારેય પણ જીતી શક્યું નથી, જાણો દરેક ટીમ સામે રેકોર્ડ
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2026 | 2:10 PM
Share

T20 વર્લ્ડ કપ 2026 ની શરૂઆત થવામાં હવે બહુ દિવસ બાકી નથી. આ ICC ટી20 વર્લ્ડ કપની મેચો, આગામી 7 ફેબ્રુઆરીથી શરૂ થશે. ટી20 વર્લ્ડ કપના પ્રારંભ પહેલા, ભારત આગામી 4 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકા સામે વાર્મઅપ મેચ રમશે. આ મેચ દ્વારા ભારત વિશ્વકપ માટેની તૈયારીઓને ચકાસીને અંતિમ સ્વરૂપ આપશે. T20 વર્લ્ડ કપ 2026 ટુર્નામેન્ટનું ભારત યજમાન, ડિફેન્ડિંગ ચેમ્પિયન અને ફરીથી ટાઇટલ જીતવાનો મજબૂત દાવેદાર છે. T20 વર્લ્ડ કપમાં પ્રથમ વખત, 20 ટીમ ભાગ લઈ રહી છે. શું તમે જાણો છો કે, T20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ કોની સામે કેવો છે? ક્રિકેટ રસીકોને આ રેકોર્ડ જાણીની જરૂરથી આશ્ચર્ય થશે. બે ટીમો એવી છે જેમની સામે ભારત ક્યારેય પણ T20 વર્લ્ડ કપમાં જીતી શક્યું નથી.

ભારત આ ટીમો સામે T20 વર્લ્ડ કપમાં જીતી શક્યું નથી

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં 2 ટીમ સિવાયની તમામ ટીમને હરાવી ચૂક્યું છે. પરંતુ હજુ સુધી T20 વર્લ્ડ કપમાં એ બે ટીમ સામે ભારત એક પણ મેચ જીતી શકી નથી. આ બે પૈકી એક ટીમ છે શ્રીલંકા. ભારતે શ્રીલંકા સામે T20 વર્લ્ડ કપમાં બે મેચ રમી છે અને બંને મેચ શ્રીલંકા સામે હારી ગયું છે. તો બીજી ટીમ છે ન્યુઝીલેન્ડ. ભારત ન્યુઝીલેન્ડ સામે T20 વર્લ્ડ કપમાં કુલ 3 મેચ રમ્યું છે અને ન્યુઝીલેન્ડ સામેની ત્રણેય મેચ પણ ભારત હારી ગયું છે.

યુએસએ સામે ઓપનિંગ મેચ: રેકોર્ડ શું છે?

ટી20 વર્લ્ડ કપ 2026 માં ટીમ ઈન્ડિયાની પહેલી મેચ યુએસએ સામે છે, જેની સામે ભારતનો ટુર્નામેન્ટમાં 100 % જીતનો રેકોર્ડ છે. T20 વર્લ્ડ કપ પીચ પર આ ભારતનો બીજીવારનો મુકાબલો હશે. ભારતે યુએસએ સામે પાછલી મેચ જીતી હતી.

પાકિસ્તાનને 7 વાર હરાવ્યું છે હિન્દુસ્તાને

પરંપરાગત સ્પર્ધક પાકિસ્તાને T20 વર્લ્ડ કપ 2026 માં ભારત સામે રમવાનો ઇનકાર કર્યો છે. હવે પ્રશ્ન એ છે કે શું તે ખરેખર બાંગ્લાદેશને ટેકો આપવાના ભાગરૂપે રમવાની ના પાડી રહ્યું છે કે વધુ એકવાર હારથી બચવા માટે. પાકિસ્તાન જ્યારે પણ ICC ટુર્નામેન્ટમાં ભારત સામે ટકરાયું છે તે ત્યારે હાર્યું છે. આ એટલા માટે કહેવામાં આવી રહ્યુ છે કે, પાકિસ્તાનનો T20 વર્લ્ડ કપમાં ભારત સામેનો રેકોર્ડ બહુ ખરાબ છે. ભારતે અત્યાર સુધી આઠ મેચોમાંથી સાતમાં પાકિસ્તાનને હરાવ્યું છે. આનો અર્થ એ થયો કે ભારત પાકિસ્તાન સામે 7-1 થી આગળ છે.

દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન સામે ભારતનો રેકોર્ડ

દક્ષિણ આફ્રિકા સામે ભારતનો જીત-હારનો માર્જિન 5-2 રહ્યો છે. આનો અર્થ એ થયો કે T20 વર્લ્ડ કપમાં બંને ટીમો સાત વખત ટકરાઈ છે, જેમાં ભારતે પાંચ વખત જીત મેળવી છે અને દક્ષિણ આફ્રિકાએ બે વખત જીત મેળવી છે. T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે ભારતનો જીતનો રેકોર્ડ 100 ટકા છે. બંને ટીમો અત્યાર સુધીમાં ચાર વખત ટકરાઈ છે, અને દરેક વખતે ભારતે અફઘાનિસ્તાનને હરાવ્યું છે. આનો અર્થ એ થયો કે ભારત અફઘાનિસ્તાન ટીમ પર 4-0 થી આગળ છે.

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે પણ ભારતનો હાથ ઉપર

ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે પણ ભારતે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ભારતનો ઓસ્ટ્રેલિયા સામે 4-2 થી આગળ છે. આનો અર્થ એ થયો કે બંને ટીમો T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં છ વખત ટકરાઈ છે, જેમાં ભારતે ચાર વખત અને ઓસ્ટ્રેલિયાએ બે વખત જીત મેળવી છે.

T20 વર્લ્ડ કપના મેદાન પર ઇંગ્લેન્ડ સામે ભારતનો પાંચ વખત ટકરાઈમાં 3-2 થી આગળ છે. આયર્લેન્ડ સામે ભારતનો જીતનો રેકોર્ડ 100% છે. આયર્લેન્ડ T20 વર્લ્ડ કપમાં ભારતનો બે વાર સામનો કરી ચૂક્યું છે, અને બન્ને વખતે હારનો સામનો કરવો પડ્યો છે.

ભારત ફક્ત એક જ વાર વેસ્ટ ઈન્ડિઝને હરાવી શક્યું છે

નામિબિયા, નેધરલેન્ડ્સ, ઝિમ્બાબ્વે અને સ્કોટલેન્ડ જેવી નાની ટીમો છે. જેમની સામે ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાં ફક્ત એક જ મેચ રમી છે, અને દરેક મેચ જીતી છે. આ સિવાય, ચાર T20 વર્લ્ડ કપ મેચોમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતનો રેકોર્ડ 1-3 છે. મતલબ કે, તેણે ફક્ત એક જ મેચ જીતી છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝે ત્રણ વાર ભારતને હરાવ્યું છે.

ભારતનો બાંગ્લાદેશ સામે 100% રેકોર્ડ

બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાંથી ભલે બહાર થઈ ગયું હોય, પરંતુ ભારતનો તેમની સામે 100% જીતનો રેકોર્ડ છે. ભારતે બાંગ્લાદેશ સામે રમાયેલી પાંચેય મેચ જીતી છે.

T20 ક્રિકેટ વિશ્વ કપને લગતા તમામ નાના મોટા મહત્વના સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો.

Follow Us
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
g clip-path="url(#clip0_868_265)">