Surat : પતંગની દોરીએ લીધો વધુ એકનો જીવ, ઓલપાડના કિમ ગામે યુવકનું સારવાર દરમિયાન મોત, જુઓ Video
સુરત શહેરમાં ઉત્તરાયણના દોઢ મહિના પહેલા જ પતંગની દોરી વાગવાના કિસ્સા સામે આવી રહ્યા છે. સુરતના ઓલપાડના કિમ ગામના રેલવે ઓવરબ્રિજ પર જઈ રહેલો બાઇકસવાર પતંગની કાતિલ દોરીનો ભોગ બન્યો છે.
વધુ એક વખત પતંગની દોરીએ એક વ્યક્તિનો જીવ લીધો છે. સુરત શહેરમાં ઉત્તરાયણના દોઢ મહિના પહેલા જ પતંગની દોરી વાગવાના કિસ્સા સામે આવી રહ્યા છે. સુરતના ઓલપાડના કિમ ગામના રેલવે ઓવરબ્રિજ પર જઈ રહેલો 37 વર્ષીય બાઇકસવાર પતંગની કાતિલ દોરીનો ભોગ બન્યો છે.
ઓવરબ્રિજ પરથી પસાર થતી વખતે પતંગની દોરી વાગતા યુવકને ગળા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવકને કીમ ગામના સાધના હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. ઇજાગ્રસ્ત યુવક ઉમરપાડા તાલુકાના શરદા ગામનો હોવાનું સામે આવી રહ્યું છે. તેમજ યુવકનું સારવાર દરમિયાન મોત થયુ છે.
અમદાવાદના વટવામાં પતંગની દોરી આવી જતા થયું હતુ મોત
બીજી તરફ આ અગાઉ અમદાવાદના વટવામાં એક યુવકના ગળામાં પતંગની દોરી આવી જતા મોત થયુ હતુ. જો કે આ સમગ્ર ઘટના પોસ્ટ મોર્ટમ રિપોર્ટ તથા FSL રિપોર્ટ બાદ મૃત્યુના કારણો સ્પષ્ટ થશે. વિવિધ થિયરી પર પોલીસની ટિમો તપાસ કરી રહ્યાં છે. યુવક જે સ્થળેથી નીકળ્યો અને જ્યાં ગયો તે સ્થળના CCTV ફૂટેજની પોલીસની ટીમ દ્વારા ચકાસણી કરી રહી છે. મળતી માહિતી અનુસાર યુવક કુરિયર કંપનીમાં નોકરી કરતો હતો.