AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: WPL 2027નું શેડ્યૂલ જાહેર, ઉતરાયણથી શરૂ થશે ટુર્નામેન્ટ, વડોદરા-મુંબઈમાં રમાશે 22 મેચ

મહિલા ક્રિકેટની લોકપ્રિય ટુર્નામેન્ટ મહિલા પ્રીમિયર લીગની આગામી સીઝનને લઈને ચાહકોની રાહ પૂરી થઈ છે. BCCIએ WPL 2027નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરી દીધું છે. આ વખતે ટુર્નામેન્ટ બે શહેરોમાં યોજાશે અને પાંચ ટીમો ખિતાબ માટે મેદાનમાં ઉતરશે. ખાસ વાત એ છે કે સીઝનની શરૂઆત જ બે દિગ્ગજ ટીમો વચ્ચેના મુકાબલાથી થશે.

Breaking News: WPL 2027નું શેડ્યૂલ જાહેર, ઉતરાયણથી શરૂ થશે ટુર્નામેન્ટ, વડોદરા-મુંબઈમાં રમાશે 22 મેચ
WPLImage Credit source: X
| Updated on: Nov 04, 2026 | 8:18 PM
Share

મહિલા પ્રીમિયર લીગ (WPL)ની પાંચમી સીઝનનું શેડ્યૂલ આવી ગયું છે. BCCIએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. WPL 2027 14 જાન્યુઆરીથી શરૂ થશે અને 7 ફેબ્રુઆરી, 2027ના રોજ ફાઇનલ સાથે પૂર્ણ થશે. આ ટુર્નામેન્ટની તમામ 22 મેચ વડોદરા અને મુંબઈમાં રમાશે. બંને શહેરોમાં 11-11 મેચનું આયોજન કરવામાં આવશે.

WPLની પહેલી મેચ મુંબઈ-બેંગલુરુ વચ્ચે રમશે

સીઝનની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે ટક્કર થશે. આ મુકાબલો 14 જાન્યુઆરીએ વડોદરામાં રમાશે. ટુર્નામેન્ટનો પ્રથમ તબક્કો 14થી 24 જાન્યુઆરી સુધી ચાલશે. આ દરમિયાન પાંચેય ટીમો પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે મેદાનમાં ઉતરશે.

વડોદરા-મુંબઈમાં યોજાશે મેચો

વડોદરામાં પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ ટુર્નામેન્ટ મુંબઈ પહોંચશે. 26 જાન્યુઆરીથી બ્રેબોર્ન સ્ટેડિયમમાં બાકીની 11 મેચ રમાશે. લીગ તબક્કાની મેચો 3 ફેબ્રુઆરી સુધી ચાલશે. ત્યારબાદ પ્લેઓફનો તબક્કો શરૂ થશે.

5 ફેબ્રુઆરીએ એલિમિનેટર મેચ

પોઈન્ટ ટેબલમાં બીજા અને ત્રીજા સ્થાને રહેનારી ટીમો 5 ફેબ્રુઆરીએ એલિમિનેટર મેચ રમશે. આ મેચની વિજેતા ટીમ ફાઇનલમાં પહોંચશે. જ્યારે લીગ તબક્કામાં પ્રથમ સ્થાન મેળવનારી ટીમને સીધો ફાઇનલમાં પ્રવેશ મળશે.

7 ફેબ્રુઆરીએ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ફાઇનલ

WPL 2027ની ફાઇનલ 7 ફેબ્રુઆરીએ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. ટુર્નામેન્ટની પ્લેઓફ સહિત તમામ 22 મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. RCB ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે અને પોતાના ખિતાબનો બચાવ કરવાનો પ્રયાસ કરશે.

રોહિત શર્માએ આખી મેચ બદલી નાખી… 0 રને આઉટ થવા છતાં કેપ્ટન ગિલે જીતનો શ્રેય હિટમેનને કેમ આપ્યો ?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">