AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્માએ આખી મેચ બદલી નાખી… 0 રને આઉટ થવા છતાં કેપ્ટન ગિલે જીતનો શ્રેય હિટમેનને કેમ આપ્યો ?

ઓકલેન્ડમાં ભારતે ન્યુઝીલેન્ડને 5 વિકેટથી હરાવ્યું. વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી, અને અર્શદીપ સિંહે 4 વિકેટ લીધી. રોહિત શર્મા એક રન પણ ના બનાવી શક્યો અને 0 પર આઉટ થયો. છતાં મેચ જીત્યા બાદ કેપ્ટન શુભમન ગિલે રોહિત શર્માને જીતનો શ્રેય આપ્યો. ચાલો જાણીએ કેમ.

રોહિત શર્માએ આખી મેચ બદલી નાખી... 0 રને આઉટ થવા છતાં કેપ્ટન ગિલે જીતનો શ્રેય હિટમેનને કેમ આપ્યો ?
Rohit & GillImage Credit source: X/BCCI
| Updated on: Nov 04, 2026 | 7:45 PM
Share

ભારતે પ્રથમ વનડેમાં ન્યુઝીલેન્ડને પાંચ વિકેટથી હરાવ્યું. કેપ્ટન શુભમન ગિલે વિજય બાદ ટીમની બોલિંગ અને ફિલ્ડિંગની પ્રશંસા કરી. સાથે જ કેપ્ટન ગિલે ટીમની જીતનો શ્રેય રોહિત શર્માને આપ્યો. રોહિત મેચમાં ખાતું પણ ખોલી શક્યો નહીં અને 0 પર આઉટ થયો, છતાં ગિલે હિટમેનને કેમ આપ્યો જીતનો શ્રેય? ચાલો જાણીએ.

કેપ્ટન ગિલે રોહિતને આપ્યો જીતનો શ્રેય

ગિલના મતે રોહિત શર્માનું ડેરિલ મિશેલના રન આઉટ કરવું ગેમ-ચેન્જર સાબિત થયું હતું. મેચની 22મી ઓવરમાં ગ્લેન ફિલિપ્સે અક્ષર પટેલની બોલિંગ લેગ સાઈડમાં રમી અને રન લેવાનો પ્રયાસ કર્યો. ડેરિલ મિશેલ અને ગ્લેન ફિલિપ્સ વચ્ચે થોડી ગેરસમજ થઈ, જેનો રોહિત શર્માએ ફાયદો ઉઠાવ્યો. તેણે વિકેટકીપર કેએલ રાહુલ તરફ અંડરઆર્મ થ્રો ફેંક્યો, અને રાહુલે ઝડપથી સ્ટમ્પ્સને ઉડાવી દીધા. મિશેલ ક્રીઝની બહાર હતો અને ન્યૂઝીલેન્ડે તેની પાંચમી વિકેટ ગુમાવી દીધી.

રોહિતનો રન આઉટ ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો

મેચ પછી શુભમન ગિલે કહ્યું, “અમારી બોલિંગ ખૂબ સારી હતી અને અમારી ફિલ્ડિંગ પણ ઉત્તમ હતી. મને લાગે છે કે રોહિત ભાઈના રન આઉટથી મેચનો મોમેન્ટમ બદલાઈ ગયો. તે ભાગીદારી (મિશેલ અને ફિલિપ્સ વચ્ચે) ખરેખર ખતરનાક હતી, બંનેએ ભારતમાં પણ સારી બેટિંગ કરી. એકંદરે, અમારી ટીમે ખૂબ જ સારું પ્રદર્શન હતું.”

અંશુલ કંબોજની કરી પ્રશંસા

ગિલે અંશુલ કંબોજની પણ પ્રશંસા કરી, જેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ગિલે કહ્યું, “અંશુલ એક એવો બોલર છે જે આ પ્રકારની પિચો માટે યોગ્ય છે. તે હંમેશા ઝડપી હોય છે, બોલને સીમ કરવાનો પ્રયાસ કરે છે અને જૂના બોલ સાથે સારું કરે છે. અમને લાગ્યું કે જ્યારે વિકેટ વધુ મદદ ન કરતી હોય ત્યારે તે વધારાનો બાઉન્સ ઉત્પન્ન કરી શકે છે, અને તેણે સ્પીડ અને બાઉન્સથી જે રીતે બોલિંગ કરી તે ખરેખર પ્રભાવશાળી હતી.”

કોહલીની મેચવિનિંગ ઇનિંગ

વરસાદને કારણે ઘણી વખત વિક્ષેપિત થયેલી મેચમાં વિરાટ કોહલીએ શાનદાર 74 રન બનાવીને ભારતને વિજય અપાવ્યો હતો. આ કોહલીની ODI માં 80મી અડધી સદી હતી અને તે તેના 38મા જન્મદિવસના એક દિવસ પહેલા જ આવી હતી. વરસાદને કારણે ભારતનો લક્ષ્યાંક ડકવર્થ-લુઇસ પદ્ધતિ હેઠળ 32 ઓવરમાં 143 રનનો થઈ ગયો. કોહલી અને ગિલે બીજી વિકેટ માટે 113 રન ઉમેર્યા, જેનાથી ટીમ વિજયની નજીક પહોંચી ગઈ. થોડા સમય માટે વિરામ બાદ ભારતે 22.4 ઓવરમાં પાંચ વિકેટે 143 રન બનાવીને મેચ જીતી લીધી.

કોહલીએ 74 રન બનાવ્યા, અર્શદીપે 4 વિકેટ લીધી, છતાં કંબોજને પ્લેયર ઓફ ધ મેચ કેમ જાહેર કરવામાં આવ્યો?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">