AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રોહિત શર્માની બાજુમાં બેઠેલો વિરાટ કોહલી કેમ થયો ભાવુક ? ચાહકોને અશ્વિનની નિવૃત્તિ આવી યાદ

ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલીનો એક ફોટો વાયરલ થયો છે. આ ફોટોને રોહિત શર્માના નિવૃત્તિના અહેવાલો સાથે જોડવામાં આવી રહ્યો છે. કોહલીના ચહેરા પરની નિરાશા રોહિતની નિવૃત્તિનો સંકેત છે, એવું કેટલાક ફેન્સનું માનવું છે. આ ઘટનાને ચાહકો અશ્વિનની નિવૃત્તિ સાથે પણ જોડી રહ્યા છે.

Breaking News: રોહિત શર્માની બાજુમાં બેઠેલો વિરાટ કોહલી કેમ થયો ભાવુક ? ચાહકોને અશ્વિનની નિવૃત્તિ આવી યાદ
Rohit Sharma & Virat KohliImage Credit source: X
| Updated on: Jul 17, 2026 | 4:51 PM
Share

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ODI શ્રેણી વચ્ચે સોશિયલ મીડિયા પર એક ફોટોએ ક્રિકેટ ચાહકોનું ટેન્શન વધારી દીધું છે. કાર્ડિફમાં બીજી ODI દરમિયાન ડ્રેસિંગ રૂમની બાલ્કનીમાંથી એક ફોટોએ બધાનું ધ્યાન ખેંચ્યું છે, જેનાથી અનુભવી ઓપનર રોહિત શર્માની ODI કારકિર્દી અને નિવૃત્તિ અંગે અટકળો વધુ તેજ બની છે.

કોહલીનો ઉદાસ ચેહરો

ભારતીય ટીમની બેટિંગ દરમિયાન, રોહિત શર્માની બાજુમાં બેઠેલો વિરાટ કોહલી હતાશ અને ઉદાસ દેખાતો હતો. જસપ્રીત બુમરાહ પણ ખૂબ ગંભીર દેખાતો હતો. સોશિયલ મીડિયા પર ચાહકો વિરાટ કોહલીના ઉદાસીને રોહિત શર્માની નિવૃત્તિ સાથે જોડી રહ્યા છે.

અશ્વિનની નિવૃત્તિની આવી યાદ

હકીકતમાં, વિરાટ કોહલીનો ઉદાસ ચહેરો જોઈને ક્રિકેટ ચાહકોને 2024 ના અંતમાં તે ક્ષણની યાદ આવી ગઈ જ્યારે સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. અશ્વિને બ્રિસ્બેનના ઐતિહાસિક ગાબા મેદાન પર રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ પછી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે જાહેરાત પહેલા, ત્રીજી ટેસ્ટ મેચના અંતિમ દિવસે ડ્રેસિંગ રૂમમાંથી વિરાટ કોહલી અને અશ્વિનનો ફોટો અને વીડિયો વાયરલ થયો હતો.

અશ્વિને તે મેચ બાદ લીધી હતી નિવૃત્તિ

વીડિયોમાં, કોહલી અશ્વિન સાથે વાત કરતી વખતે ભાવુક દેખાયો હતો, અને પછી તેને ગળે લગાવ્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવ્યો કે વિરાટને અશ્વિનના નિવૃત્તિના નિર્ણયનો ખ્યાલ આવી ગયો હતો, જેના કારણે તે ભાવુક થઈ ગયો હતો. જોકે, તે સમયે આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ ન હતી.

કોહલીની નિરાશા, રોહિતની નિવૃત્તિ?

હવે, ઈંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં પણ આવું જ દૃશ્ય જોવા મળ્યું હતું. રોહિતની બાજુમાં બેઠેલા કોહલીના ચહેરા પરની હતાશા જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે કિંગ કોહલીએ રોહિતના ભવિષ્ય વિશે કંઈક મહત્વપૂર્ણ જાણકારી છે.

ODI વર્લ્ડ કપમાંથી રોહિત શર્મા બહાર

આ અફવાઓ વેગ પકડી રહી છે કારણ કે તાજેતરના મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે BCCI ની મુખ્ય પસંદગી સમિતિએ 2027 ODI વર્લ્ડ કપની તૈયારી માટે રોહિત શર્માને ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. એવા અહેવાલો છે કે આ વર્તમાન ઈંગ્લેન્ડ શ્રેણી પછી રોહિતને ODI ટીમમાં તક આપવામાં આવશે નહીં. પરિણામે, ચાહકોને ડર છે કે લોર્ડ્સ ખાતેની ત્રીજી ODI હિટમેનના શાનદાર ODI કારકિર્દીની છેલ્લી મેચ સાબિત થઈ શકે છે.

Breaking News: રોહિત શર્માના માતા-પિતા અચાનક લંડન પહોંચ્યા, IND vs ENG લોર્ડ્સ ODI પછી લેશે નિવૃત્તિ?

Follow Us
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">