AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુનીલ ગ્રોવરે રોહિત શર્માની મિમિક્રી કરીને ધૂમ મચાવી, ચાહકોએ કહ્યું બુમરાહ જેવો દેખાય જુઓ વીડિયો

સુનીલ ગ્રોવરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રોહિત શર્માની મિમિક્રી કરતો જોવા મળે છે. સુનીલ ગ્રોવરે એવી મિમિક્રી કરી કે, આ વીડિયો જોઈ ચાહકો પણ સ્તબધ થયા છે. વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Breaking News  : સુનીલ ગ્રોવરે રોહિત શર્માની મિમિક્રી કરીને ધૂમ મચાવી, ચાહકોએ કહ્યું બુમરાહ જેવો દેખાય જુઓ વીડિયો
| Updated on: May 01, 2026 | 4:33 PM
Share

સુનીલ ગ્રોવર પોતાની સ્કિલથી ચાહકોના દિલ જીતવામાં નંબર વન પર છે. છોડા દિવસો પહેલા બોલિવુડના પરફેક્શનિસ્ટ આમિર ખાનની મિમિક્રી કરતા જોવા મળ્યો હતો. તેનો આ અંદાજ જોઈ ચાહકો પણ ચોંકી ગયા હતા. હવે સુનીલ ગ્રોવરે ફરી પોતાની મિમિક્રી સ્કિલ્સથી ચાહકોનું દિલ જીતી લીધું છે. બોલિવુડના અનેક મોટા સ્ટાર્સની મિમિક્રીથી ચાહકોને હસાવનાર સુનીલ ગ્રોવરે રોહિત શર્માના અવતાર ક્રિએટ કરી લોકોને ચોંકાવી દીધા છે. નેટફ્લિક્સનું એક શૂટિંગ કરવામાં આવ્યું છે. આ એડ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહી છે.

જેમાં સુનીલ ગ્રોવર રોહિત શર્માના અંદાજમાં વાત કરે છે અને રિએક્ટ કરતો જોવા મળી રહ્યો છે. સુનીલે મિમિક્રી એવી હતી કે, લોકો થોડી વાર ઓળખી શક્યા નહી કે, આ રોહિત શર્મા નહી પરંતુ સુનીલ ગ્રોવર છે.

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

વીડિયોની સૌથી રમુજી ક્ષણ

સુનીલ ગ્રોવરની ખાસિયત એ છે કે જ્યારે પણ તે કોઈની નકલ કરે છે, ત્યારે તે તેને ખૂબ જ નજીકથી જુએ છે. પરંતુ આ વખતે, તેણે તેના અગાઉના પ્રદર્શનને પણ પાછળ છોડી દીધું છે. સુનીલ ગ્રોવરનો આ વીડિયો જોઈને એવું લાગે છે કે તે ફક્ત રોહિત શર્માની નકલ કરી રહ્યો નથી, પરંતુ તેના પાત્રમાં સંપૂર્ણપણે ડૂબી ગયો છે. તેના ચાલવાથી લઈને તેના ભાષણ સુધી અને વચ્ચેની મૂંઝવણ સુધી, બધું એટલું રમુજી છે કે જેણે પણ આ વીડિયો જોયો તે બધા હસવા લાગ્યા. આ વીડિયોની સૌથી રમુજી ક્ષણ એ છે કે જ્યારે તે શૂટિંગ દરમિયાન એક લાઈન ભૂલી જાય છે, જે દરેકને હસાવશે.

આ આખો વીડિયો ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિકસના એક જાહેરાતનો છે. જેનું મુંબઈ ઈન્ડિયન્સ સાથે કનેક્શન છે. વીડિયોમાં રિયલ રોહિત શર્મા પણ જોવા મળી રહ્યો છે. જે પુછે છે કે, શું તેની કોઈ જાહેરાતનું શૂટિંગ છે. જે આખી જાહેરાતને મજેદાર બનાવી દે છે. સોશિયલ મીડિયા પર હવે આના પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે. તો કેટલાક લોકો કહી રહ્યા છે કે, આ રોહિત શર્મા કરતા જસપ્રીત બુમરાહ લાગી રહ્યા છે.

‘ગુથ્થી’ અને ‘ડૉ મશહૂર ગુલાટી’નો જુઓ પરિવાર, એક વખત આવી ચૂક્યો છે હાર્ટ-એટેક, કરોડોનો માલિક જીવે છે સાદું જીવન અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">