AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 Final : બેંગલુરુ કે ગુજરાત, અમદાવાદની પિચ કોને આપશે સાથ ? જાણો કોણ બનશે ચેમ્પિયન !

આજે 31મી મેના રોજ IPL 2026ની ફાઇનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. પીચની સ્થિતિ અને આંકડાઓ અનુસાર કઈ ટીમનો મુકાબલો વધુ મુશ્કેલ છે તે જાણો.

IPL 2026 Final : બેંગલુરુ કે ગુજરાત, અમદાવાદની પિચ કોને આપશે સાથ ? જાણો કોણ બનશે ચેમ્પિયન !
RCB vs GT Final 2026Image Credit source: X
| Updated on: May 31, 2026 | 8:05 AM
Share

આજે 31મી મેના રોજ, IPL 2026ની ફાઇનલ મેચ બે શક્તિશાળી ટીમો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ (RCB vs GT) વચ્ચે રમાશે. ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચ અમદાવાદના વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બેંગ્લોરની ટીમે સમગ્ર સીઝન દરમિયાન પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. જ્યારે ગુજરાતે ટૂર્નામેન્ટના અંતિમ તબક્કામાં શાનદાર વાપસી કરીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

રસપ્રદ વાત એ છે કે બેંગ્લોર અને ગુજરાત બંનેએ એક-એક વખત IPL ટ્રોફી જીતી છે. તેથી આજના રોજ આ ફાઇનલ મેચ જીતનાર ટીમ બીજી વખત ટાઇટલ જીતીને નવો ઇતિહાસ રચશે.

અમદાવાદની પિચ રિપોર્ટ

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ છે. તેથી ગુજરાતની ટીમને હોમ ગ્રાઉન્ડ અને પ્રેક્ષકોના સમર્થનનો મોટો ફાયદો ચોક્કસપણે મળશે. IPL 2026ની વર્તમાન સીઝનમાં ગુજરાતે આ ગ્રાઉન્ડ પર 7 મેચ રમી છે અને તેમાંથી 5 જીતી છે. બીજી તરફ આ ગ્રાઉન્ડ પર RCBએ 8 મેચમાંથી 4 મેચ જીતી છે અને 4 મેચ હારી છે.

RCB vs GT હેડ ટુ હેડ

જોકે આ ગુજરાતનું હોમ ગ્રાઉન્ડ છે. પરંતુ બંને ટીમો વચ્ચેના હેડ ટુ હેડ રેકોર્ડ પર નજર કરીએ તો RCBનું પલડું ભારે લાગે છે. RCB અને GT વચ્ચે IPL ઈતિહાસમાં અત્યાર સુધી નવ મેચ રમાઈ છે. તેમાં RCBએ પાંચ મેચ જીતી છે. જ્યારે ગુજરાતે 4 મેચમાં જીત મેળવી છે. આ આંકડા દર્શાવે છે કે બંને ટીમો વચ્ચે હંમેશા ટક્કરનો મુકાબલો રહ્યો છે. કોઈપણ ટીમને સ્પષ્ટ રીતે ફેવરિટ ગણાવી શકાય તેમ નથી.

ગુજરાત ટાઇટન્સની નબળાઈ

સમગ્ર સિઝન દરમિયાન એક વાત જે મજબૂત રીતે અનુભવાઈ છે તે એ છે કે ગુજરાતની બેટિંગ મુખ્યત્વે કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શન પર નિર્ભર છે. આ બંને બેટ્સમેન ક્વોલિફાયર 1 મેચમાં નિષ્ફળ ગયા અને તેનું સીધું પરિણામ એ આવ્યું કે RCBની ટીમ સીધું ફાઇનલમાં પ્રવેશ્યું. ગિલ અને સુદર્શન સિવાય ગુજરાતના અન્ય બેટ્સમેન હાલમાં સારા ફોર્મમાં નથી. જોકે બંને ટીમોનું બોલિંગ આક્રમણ લગભગ સમાન છે.

RCBના બોલરો પર રહેશે મોટી જવાબદારી

ગુજરાતની બેટિંગની આ નબળી કડીને ધ્યાનમાં રાખીને RCB પોતાની રણનીતિ તૈયાર કરી શકે છે. જો ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડની આગેવાની હેઠળનું RCBનું બોલિંગ આક્રમણ પાવરપ્લે દરમિયાન જ શુભમન ગિલ અને સાઈ સુદર્શનને જલ્દી આઉટ કરી દે તો બેંગલુરુ માટે જીતવાનો રસ્તો સરળ બની શકે છે. શુભમન ગિલ અને સાઈ સુદર્શનની જોડીએ આ સિઝનમાં મળીને 1432 રન બનાવ્યા છે. તેથી ફાઇનલમાં આ બંનેની વિકેટ મેળવવી એ RCBના સંભવિત ખિતાબ વિજયનું સૌથી મોટું સૂત્ર સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો, Breaking News: IPL 2026 ફાઈનલમાં RCB-ગુજરાત આમને-સામને, જાણો હેડ-ટુ-હેડમાં કોનો છે દબદબો?

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">