31 મેના મહત્વના સમાચાર : ગુજરાતભરમાં મધ્યરાત્રીએ વરસ્યો કમોસમી વરસાદ
Gujarat Live Updates આજ 31 મેના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
LIVE NEWS & UPDATES
-
હિમાચલના ચંબામાં ઊંડા ખાઈમાં કાર ખાબકી, 8ના મોત
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં, એક કાર 500 મીટર ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ ઘટનામાં વાહનમાં મુસાફરી કરી રહેલા આઠ લોકોના મોત થયા છે.
-
નવસારી સહિત સમગ્ર જિલ્લામાં સર્જાયો વરસાદી માહોલ
નવસારી સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટાબાદ વરસાદ પડ્યો. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી ઝાપટા પડ્યા. અચાનક બદલાયેલા વાતાવરણથી વરસાદ અને ઠંડક પ્રસરી. ઉકળાટ અને ગરમીથી વરસાદના કારણે આંશિક રાહત.
-
-
સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં 1 ઈંચ, ખેડબ્રહ્મામાં પોણો ઈંચ વરસ્યો વરસાદ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને પોશીના વિસ્તારમાં વરસાદ વરસ્યો. વહેલી સવાર બાદ મોડી રાત્રે વરસાદનો બીજો રાઉન્ડ વરસ્યો હતો. ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ખેડબ્રહ્મા પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. હિંમતનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન અને વીજળી સાથે વરસાદ. દિવસભર ઉકળાટ બાદ મોડી રાત્રે વરસાદ વરસતા રાહત.
સાબરકાંઠા જિલ્લામાં વિતેલા ચોવીસ કલાક દરમિયાન વરસેલ વરસાદ
વડાલી 22 મીમી. ખેડબ્રહ્મા 18 મીમી. વિજયનગર 14 મીમી. ઇડર 10 મિમી. હિંમતનગર 09 મીમી.
-
અરવલ્લી જિલ્લાના મોડાસા, ભિલોડા, શામળાજી, મેઘરજ અને માલપુર વિસ્તારમાં વરસ્યો વરસાદ
અરવલ્લી જિલ્લાના મોડાસા, ભિલોડા, શામળાજી, મેઘરજ અને માલપુર વિસ્તારમાં પણ મધ્યરાત્રીએ વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે પવન સાથે વરસાદ વરસ્યો. પવન અને ગાજવીજ સાથે વરસાદ દરમિયાન વીજળી ગૂલ
-
દાહોદ જિલ્લામા દિવસભર અસહ્ય ગરમી બાદ મોડી રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ
દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. દિવસભર અસહ્ય ગરમી બાદ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન વચ્ચે દાહોદ, ઝાલોદ ફતેપુરા સહિતના પંથકમાં વરસાદ ખબાક્યો હતો. વરસાદને પગલે ગરમીમાં આંશિક રાહત મળી છે. વરસાદ શરૂ થતાં જ દાહોદ શહેરના અનેક વિસ્તારોની લાઈટો બંધ થતાં લોકો પરેશાન થયા હતા.
-
-
વડોદરા શહેરમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો
વડોદરા શહેરમાં રાત્રે અચાનક વાતાવરણમાં આવ્યો પલટો. મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. શહેરના વિવિધ વિસ્તારોમાં તેજ પવન પણ ફૂંકાયો. વાતાવરણમાં બદલાવથી ગરમીનો મિજાજ થયો ઠંડો. વરસાદી માહોલથી લોકોને ગરમીમાંથી મળી રાહત.
-
ગાજવીજ અને ભારે પવન સાથે મહીસાગર જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ
મહીસાગર જિલ્લામાં મધરાત્રે વરસ્યો સાર્વત્રિક કમોસમી વરસાદ. ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. લુણાવાડા, ખાનપુર, સંતરામપુર, બાલાસિનોર, વીરપુર,કડાણા, ગોધર, કોઠંબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ થતાની સાથે જ લાઈટો થઈ ડૂલ. પ્રથમ વરસાદે જ mgvcl ની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલવા પામી છે.
-
આજે 31 મેને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - May 31,2026 7:20 AM
