ક્રિકેટરોની સેલરી વધશે, BCCI ટેસ્ટ રમતા ખેલાડીઓના પગારમાં વધારો કરી શકે છે

|

Feb 27, 2024 | 11:30 AM

ટેસ્ટ રમનાર ભારતીય ખેલાડીઓ માટે સારા સમાચાર છે. આવનારા જદિવસોમાં તેની સેલેરીમાં વધારો થઈ શકે છે. એવા સમાચાર છે કે, બીસીસીઆઈ આના પર વિચાર કરી રહ્યું છે. તેની પાછળ બીસીસીઆઈની વિચાર શું છે તે જાણો.

ક્રિકેટરોની સેલરી વધશે, BCCI ટેસ્ટ રમતા ખેલાડીઓના પગારમાં વધારો કરી શકે છે

Follow us on

ટેસ્ટ રમનાર ભારતીય ખેલાડીઓ માટે સારા સમાચાર છે. આવનારા જદિવસોમાં તેની સેલેરીમાં વધારો થઈ શકે છે. એવા સમાચાર છે કે, બીસીસીઆઈ આના પર વિચાર કરી રહ્યું છે. તેની પાછળ બીસીસીઆઈની વિચાર શું છે તે જાણો. ટેસ્ટ રમનાર ભારતીય ખેલાડીઓને મોટી ભેટ મળી શકે છે. એવા સમાચાર છે કે, BCCI રેડ ક્રિકેટ રમનારા ખેલાડીઓની સેલેરી વધારવાના મુડમાં છે. આના પર તે વિચાર કરી રહી છે.

ટેસ્ટ મેચોની ફીમાં વધારો થઈ શકે છે

આ મોટા સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે ભારતીય ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ જીતી છે આ ઉપરાંત, આ પગલું ટેસ્ટ ક્રિકેટને પ્રોત્સાહન આપવાના BCCIના ઉદ્દેશ્ય સાથે પણ જોડવામાં આવી રહ્યું છે.ધ ઈન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ મુજબ હાલમાં કેટલાક ખેલાડીઓ રેડ બોલ ક્રિકેટથી દુર રહી આઈપીએલમાં રમતા જોવા મળે છે. ટેસ્ટ ક્રિકેટ કરતાં IPLને પ્રાધાન્ય આપતા ખેલાડીઓના આ વિચારને ધ્યાનમાં રાખીને, હવે BCCI પણ તેના એક ઈરાદાને અમલમાં મૂકી શકે છે, જેના હેઠળ ટેસ્ટ મેચોની ફીમાં વધારો થઈ શકે છે.

BCCI લઈ શકે છે નિર્ણય?

એવું માનવામાં આવી રહ્યું છે કે, ઈશાન કિશનની ટીમ મેનેજમેન્ટ વિશે વારંમવાર સ્થાનિક ક્રિકેટમાં રમવાના કોલને નજરઅંદાજ કરવાને લઈ બીસીસીઆઈએ ફરીથી ટેસ્ટ મેચની સેલેરીને લઈ વિચાર કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, લાંબા ફોર્મેટમાં રમતને નજર અંદાજ કરી ઈશાન કિશન, પંડ્યા બ્રધર્સની સાથે આઈપીએલ રમવાની તૈયારીઓમાં લાગ્યો છે.

હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક
કોલ્ડપ્લેના કોન્સર્ટમાં જઈ રહ્યા છો તો ખીસ્સામાંથી આ વસ્તુ કાઢી નાંખજો
કુંભમાં સ્નાન કરનારા ભક્તોની ગણતરી કેવી રીતે થાય છે? જાણો
મહાકુંભમાં આવેલી સુંદર આંખોવાળી આ યુવતી બની ચર્ચાનું કેન્દ્ર- જુઓ Video
પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે કયો પાઠ કરવો જોઈએ?
ફેબ્રુઆરીમાં ગુરુ થશે માર્ગી, આ રાશિના જાતકો થશે માલામાલ

ટેસ્ટમાંથી મોંઢુ ન ફેરવે ખેલાડી

સેલરીનું આ નવુ સ્ટ્રક્ચર કેવું હશે. તેને લઈ ઈન્ડિયન એક્સપ્રેસે બીસીસીઆઈના સુત્રોના હવાલાથી લખ્યું કે, ઉદાહરણ માટે જો કોઈ ખેલાડી એક કેલેન્ડર વર્ષમાં તમામ ટેસ્ટ સીરિઝમાં રમે છે તો તેનો વર્ષના કરારથી મળનારા રુપિયાથી સિવાય તેને અલગથી તેનું રિવોર્ડ મળશે. આ પગલું એટલા માટે છે કારણ કે, કોઈ પણ ખેલાડી ટેસ્ટ ક્રિકેટમાંથી મોંઢુ ન ફેરવી લે.

ટેસ્ટ મેચ માટે 15 લાખ રુપિયા

સુત્રોના જણાવ્યા અનુસાર નવું સેલેરી મોડલ આવે છે તો આઈપીએલ 2024 બાદ લાગુ થશે. હાલમાં બીસીસીઆઈ એક ટેસ્ટ રમનાર ખેલાડીઓને 15 લાખ રુપિયા આપે છે. તે એક વનડે માટે 6 લાખ જ્યારે ટી 20 મેચ રમનાર ખેલાડીઓને 3 લાખ રુપિયા આપે છે.

આ પણ વાંચો : મધ્યપ્રદેશ રણજી ટ્રોફીની સેમિફાઈનલમાં પહોંચ્યું, સેમિફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article