AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2025 : ભારત-પાકિસ્તાન મેચની 50% ટિકિટો પણ વેચાઈ નહીં, આ બે સ્ટાર ભારતીય ખેલાડીઓ છે આનું કારણ

એશિયા કપ 2025માં ખાલી સ્ટેડિયમને કારણે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ચિંતિત છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ આનું કારણ આપ્યું છે. તેનું કહેવું છે કે બે સ્ટાર ભારતીય ખેલાડીઓ ન રમવાને કારણે ચાહકો આ ટુર્નામેન્ટમાં વધુ રસ દાખવી રહ્યા નથી.

Asia Cup 2025 : ભારત-પાકિસ્તાન મેચની 50% ટિકિટો પણ વેચાઈ નહીં, આ બે સ્ટાર ભારતીય ખેલાડીઓ છે આનું કારણ
Team IndiaImage Credit source: PTI
| Updated on: Sep 12, 2025 | 4:58 PM
Share

એશિયા કપ 2025માં અત્યાર સુધીમાં 3 મેચ રમાઈ છે. આ દરમિયાન, સ્ટેડિયમમાં ચાહકોની ખૂબ જ ઓછી હાજરીએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)નું તણાવ વધારી દીધું છે. ACCને 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મોટી મેચથી ઘણી આશાઓ હતી, પરંતુ ચાહકો આ મેચમાં વધુ રસ દાખવી રહ્યા નથી, જેના કારણે આ મેચની અડધી ટિકિટ પણ હજુ સુધી વેચાઈ નથી. એક ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે આનું મોટું કારણ જણાવ્યું છે. તેનો દાવો છે કે ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ન રમવાને કારણે ચાહકો સ્ટેડિયમમાં નથી આવી રહ્યા.

આકાશ ચોપરાએ મોટો દાવો કર્યો

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટો અપેક્ષા મુજબ ઝડપથી ન વેચાઈ હોવાનો મોટો દાવો કર્યો છે. તેણે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીની ગેરહાજરીને મુખ્ય કારણ ગણાવ્યું છે. આ મેચની 50 ટકા પણ ટિકિટો હજુ સુધી વેચાઈ નથી.

ટિકિટ ન વેચવાનું કારણ વિરાટ-રોહિત

તેણે કહ્યું કે આ બંને ખેલાડીઓ ચાહકોને સ્ટેડિયમ સુધી ખેંચી લાવે છે. તેમના ન રમવાને કારણે, આ ટુર્નામેન્ટ પ્રભાવિત થઈ છે. આકાશે કહ્યું, “જ્યારે વિરાટ રણજી ટ્રોફી મેચ રમવા ગયો હતો, ત્યારે પણ સ્ટેડિયમ લગભગ ભરાઈ ગયું હતું. ટિકિટ ન વેચવાનું એક મોટું કારણ તેની ગેરહાજરી છે”.

સ્ટેડિયમમાં ફેન્સની ખૂબ જ ઓછી હાજરી

આકાશ ચોપરાએ કહ્યું કે બાંગ્લાદેશ, ભારત અને અફઘાનિસ્તાન એશિયા કપમાં એક-એક મેચ રમ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ સ્ટેડિયમમાં વધુ ફેન્સ જોવા મળ્યા નથી. આનું કારણ એ નથી કે ટિકિટો ખૂબ મોંઘી છે અથવા સંયુક્ત આરબ અમીરાત (UAE) ના લોકોને અઠવાડિયાના દિવસોમાં સાંજે મેચ જોવામાં મુશ્કેલી પડી રહી છે.

જો બંને હોત તો વધુ ટિકિટો વેચાઈ હોત

આકાશ ચોપરાએ ભારપૂર્વક જણાવ્યું કે રોહિત શર્મા અને વિરાટ કોહલીના રમવાથી ઘણો ફરક પડે છે. જો તેઓ હાજર હોત, તો ચાહકોની સંખ્યા બમણી થઈ શકી હોત. જે મેચમાં 5,000 લોકો આવ્યા, તે મેચમાં જો રોહિત અને વિરાટ હાજર હોત તો ઓછામાં ઓછા 10,000 થી 15,000 લોકો મેચ જોવા આવ્યા હોત. ભાગ્યે જ તેમને રૂબરૂ જોવાની તક મળે છે, તેથી તેમની ગેરહાજરી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: IND vs PAK : ભારત સામેની મેચ પહેલા પાકિસ્તાનની ગજબ બેઇજ્જતી, ફોટો થયો વાયરલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
આરોગ્ય વિભાગની તવાઈ, એનાલોગ પનીર વેચતા 27 વેપારીઓ ઝડપાયા
આરોગ્ય વિભાગની તવાઈ, એનાલોગ પનીર વેચતા 27 વેપારીઓ ઝડપાયા
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
g clip-path="url(#clip0_868_265)">