AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પેરા ઓલિમ્પિક ખેલાડીએ ગોલ્ડ મેડલિસ્ટ ચિરાગ ત્યાગીની હત્યા કરી, કારણ જાણીને તમે ચોંકી જશો

Chirag Tyadi Murder Case New Revelations : ગાઝિયાબાદમાં ગોલ્ડ મેડલિસ્ટ પેરા ઓલિમ્પિક ખેલાડી ચિરાગ ત્યાગીની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જેના પર હવે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. તો ચાલો જાણીએ આ હત્યા પાછળ મોટો ખુલાસો શું છે.

Breaking News : પેરા ઓલિમ્પિક ખેલાડીએ ગોલ્ડ મેડલિસ્ટ ચિરાગ ત્યાગીની હત્યા કરી, કારણ જાણીને તમે ચોંકી જશો
| Updated on: May 31, 2026 | 12:02 PM
Share

આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનો તિરંગો લહેરાવાનું સપનું જોનાર 24 વર્ષીય પેરા ઓલિમ્પિક ખેલાડી ચિરાગ ત્યાગીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. આ હત્યાકાંડના મામલે મોટો ખુલાસો કરતા પોલીસે ચિરાગના એક જુના ફ્રેન્ડ અને પેરા ઓલિમ્પિક ખેલાડી યશ ખટીકની ધરપકડ કરી છે. સીસીટીવી ફુટેજના આધાર પર પકડાયેલા આરોપીએ કબુલ કર્યું કે, રમત સાથે જોડાયેલો એક જુનો વિવાદ અને ફરિયાદને બદલવા માટે તેમણે ચિરાગની ગોળી મારી હત્યા કરી હતી.

પુછપરછમાં આરોપી યશ ખટીકે જણાવ્યું કે, તે અને ચિરાગ જુના મિત્રો છે અને સ્કૂલના દિવસોમાં બ્લાન્ડ કેટેગરી હેઠળ એક સાથે એથલેટિક્સની પ્રેક્ટિસ કરતા હતા. થોડા સમય પહેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન દરમિયાન ચિરાગે યશ વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરી હતી. જેના કારણે યશનું ક્વોલિફિકેશન રદ થયું અને તે સ્પર્ધામાંથી બહાર થયો હતો. આ વાતથી નારાજ યશના બદલો લેવાના મુડમાં હતો. તેમણે એક બંદુક લીધી અને તકનો લાભ લઈ ચિરાગને મોતને ઘાટ ઉતાર્યો હતો.

2 દિવસ પહેલા જીત્યો હતો ગોલ્ડ મેડલ

ચિરાગ ત્યાગી ગાઝિયાબાદના મુરાદનગર વિસ્તારમાં સૈંથલી ગામનો રહેવાસી હતો. તે દેશનો સ્ટાર પેરા એથ્લિટમાંનો એક હતો. 2 દિવસ પહેલા જ તેમણે બેંગ્લુરુંમાં રાષ્ટ્રીય પેરા એથલેટિક્સ સ્પર્ધાની 400 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જીત પછી તેની પસંદગી ઓક્ટોબરમાં રમાનાર પેરા એશિયન ગેમ્સ માટે થઈ હતી. જ્યાં પરિવારમાં જશ્નનો માહૌલ હતો.

ઘરેથી હોટલ જવાની વાત કહી નીકળ્યો હતો ચિરાગ

બુધવાર સવારે ચિરાગ પોતાના ઘરેથી હોટલ જવાની વાત કરી રહ્યો હતો. લાંબા સમય સુધી સંપર્કમાં ન રહેવાના કારણે પરિવાર પરેશાન હતો. બપોરે પોલીસને એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. પરિવારના લોકોએ આ મૃતદેહની ઓળખ કરી હતી.

પોલીસ કાર્યવાહી અને તપાસ

ગાઝિયાબાદના પોલીસ ડીએસપી ધવલ જ્યસ્વાલે જણાવ્યું કે, આરોપી યશ ખટીકની ધરપકડને લઈ આગળની કાનુની કાર્યવાહી કરવામાં આવી રહીછે. હત્યમાં ઉપયોગમાં લેવાયલ બંદુક શોધવા માટે પોલીસની ટીમ સતત શોધી રહી છે. પોલીસ એ મામલે પણ તપાસ કરી રહી છે કે, આ મામલો યશ સાથે બીજુંકોઈ જાડાયેલું છે કે,નહી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશ એ ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર લખનૌ છે. ઉત્તર પ્રદેશમાં આશરે 20 કરોડની વસ્તીવાળા 75 જિલ્લાઓ છે. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">