આઈપીએલ 2024ની પાંચમી મેચ કોઈ જંગથી ઓછી ન હતી. આ મેચમાં ટક્કર ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચમાં અનેક ઘટનાઓ જોવા મળી હતી. આ મેચમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ પણ જોવા મળ્યો હતો. આ સિવાય આક્રમકતા પણ જોવા મળી હતી. અહિ ચાહકો એકબીજા સામે ટકકારાયા હતા અને એકબીજાને માર પણ મારવા લાગ્યા હતા.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ ગુજરાત ટાઈટન્સે 6 રનથી જીત મેળવી છે અને તેની આ જીત દરમિયાન સ્ટેન્ડ પર બેઠેલા ચાહકો પણ આમને સામને ટક્કરાયા હતા.
@gharkekalesh pic.twitter.com/S91TBVDClm
— Arhant Shelby (@Arhantt_pvt) March 25, 2024
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે મુંબઈ અને ગુજરાતની ટીમ જીત માટે ટકકર આપી રહી હતી. આ દરમિયાન ચાહકો ગુસ્સે થયા હતા અને એકબીજા સામે ઝગડી પડ્યા હતા. આ ઝગડો ક્યાં કારણોસર થયો છે તે હજુ સુધી સામે આવ્યો નથી.
આ મેચમાં માત્ર વિવાદ જ થયો નથી. મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનું હૂટિંગ થયું છે. આ ખેલાડી છેલ્લી 2 સીઝન સુધી ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હતો પરંતુ આઈપીએલ 2024 પહેલા તે ટીમ છોડી મુંબઈમાં ચાલ્યો હયો હતો. આ વાત ચાહકોને પસંદ આવી નહિ અને આ કારણે ટોસ સિવાય આખી મેચમાં પંડ્યા હૂટિંગનો શિકાર બન્યો હતો.
મેચની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સને ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ હાર મળી છે. તેમ ચાલુ મેચ પણ એક સમયે અધવચ્ચે રોકવી પડી હતી. તેનું કારણ એ હતુ કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલુ મેચે સ્ટેડિયમમાં કુતરુ આવ્યું હતુ. તેનો પણ વીડિયો હવે સામે આવ્યો છે.
આ પણ વાંચો : મેચ બાદ જય શાહે કરી ઈશાન કિશન સાથે વાત, શું સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર કરી હશે વાત?