Breaking News : IPL ફાઈનલમાં પંજાબે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, RCB પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL 2025ની ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સની ટક્કર પહેલા અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સ્ટેડિયમ ખાતે બંને ટીમના કેપ્ટન વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2025નો ફાઈનલ મુકાબલો યોજશે. બંને ટીમોને પોતાની પહેલી IPL ટ્રોફીની તલાશ છે. બંને ટીમો ચેમ્પિયન બનવા માટે તૈયાર છે. ફેન્સની સાથે ટીમના પ્લેયર્સ પણ ખૂબ જ ઉત્સાહમાં છે. વરસાદની શક્યતા વચ્ચે મેચ શરૂ થવાના 30 મિનિટ પહેલા ટોસ યોજાયો હતો.
શ્રેયસ અય્યરે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
IPL 2025ની ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સની ટક્કર પહેલા અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બંને ટીમના કેપ્ટન વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ક્વોલિફાયરમાં પણ પંજાબે આ જ મેદાન પર ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી.
Toss @PunjabKingsIPL won the toss and elected to bowl first against @RCBTweets in the Grand #Final
Updates ▶ https://t.co/U5zvVhbXnQ#TATAIPL | #RCBvPBKS | #TheLastMile pic.twitter.com/OG9rob7n0U
— IndianPremierLeague (@IPL) June 3, 2025
બંને ટીમમાં કોઈ ફેરફાર નહીં
IPL 2025ની ફાઈનલ મેચમાં બંને ટીમના મેનેજમેન્ટ, કોચ અને કેપ્ટને મળીને કોઈ જ ફેરફાર કર્યો નથી. જેનો એ અર્થ છે કે બંને ટીમે વિનિગ કોમ્બિનેશનને જ મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ક્વોલિફાયર 1 માં પંજાબ કિંગ્સને હરાવ્યું હતું એ જ ટીમ સાથે ફાઈનલમાં ઉતરી છે. જ્યારે પંજાબ કિંગ્સે ક્વોલિફાયર 2 માં મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું તે જ ટીમની પ્લેઈંગ 11 ને ફાઈનલ માટે પસંદ કરી છે.
The Starting XIs of @RCBTweets and @PunjabKingsIPL for the #Final are locked in
Pick your match-winner
Updates ▶ https://t.co/U5zvVhcvdo#TATAIPL | #RCBvPBKS | #TheLastMile pic.twitter.com/6rU2R6Gqsn
— IndianPremierLeague (@IPL) June 3, 2025
RCB પ્લેઈંગ 11 :
રજત પાટીદાર (કેપ્ટન), વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, મયંક અગ્રવાલ, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ અને યશ દયાલ.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ઈમ્પેક્ટ સબ્સ : રસિક સલામ, મનોજ ભંડાગે, ટિમ સેફર્ટ, સ્વપ્નિલ સિંહ, સુયશ શર્મા.
PBKS પ્લેઈંગ 11 :
શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, જોશ ઈંગ્લિસ, નેહલ વાઢેરા, શશાંક સિંઘ, માર્કસ સ્ટોઈનિસ, વિજયકુમાર વૈશાક, અઝમતુલ્લા ઓમરઝાઈ, કાયલ જેમિસન, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ
પંજાબ કિંગ્સ ઈમ્પેક્ટ સબ્સ : પ્રભસિમરન સિંહ, પ્રવીણ દુબે, સૂર્યાંશ શેડગે, ઝેવિયર બાર્ટલેટ, હરપ્રીત બ્રાર
આ પણ વાંચો: IPLમાં 9 વર્ષ પછી આવી ફાઈનલ રમાશે, RCB-પંજાબની ટીમ ઈતિહાસ રચવાની નજીક