શું તમે શેરબજારમાં રોકાણ કરો છો ? ટ્રેડિંગ પહેલા ધ્યાનમાં રાખશો આ બાબતો તો ક્યારેય છેતરાશો નહિ , જાણો શું છે SEBI ની માર્ગદર્શિકા

રોકાણકારોની સુરક્ષા માટે SEBI એ માર્ગદર્શિકા બહાર પાડી છે. તાજેતરમાં જ સેબીએ ઘણા મહત્વના નિયમો પણ બદલ્યા છે. સેબીએ 17 પોઇન્ટમાં આ બાબતોને વિગતવાર સમજાવી છે.

સમાચાર સાંભળો
શું તમે શેરબજારમાં રોકાણ કરો છો ? ટ્રેડિંગ પહેલા ધ્યાનમાં રાખશો આ બાબતો તો ક્યારેય છેતરાશો નહિ , જાણો શું છે SEBI ની માર્ગદર્શિકા
Securities and Exchange Board of India - SEBI

સેબી(SEBI)એ રોકાણકારોની સુરક્ષા માટે કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરી છે. સેબીએ તેના પરિપત્રમાં કહ્યું છે કે રોકાણકારોએ આ સૂચનાઓનું પાલન કરવું જોઈએ અન્યથા તેમને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. તાજેતરમાં જ સેબીએ ઘણા મહત્વના નિયમો પણ બદલ્યા છે. સેબીએ 17 પોઇન્ટમાં આ બાબતોને વિગતવાર સમજાવી છે.

રોકાણકારોએ ટ્રેડિંગ પેહલા આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ  
1. રજિસ્ટર્ડ સ્ટોક બ્રોકર સાથે જ ડીલ અથવા કોન્ટ્રાક્ટ કરવી જોઈએ. જે બ્રોકર સાથે તમે ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છો તેનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ તપાસો.

2. ફિક્સ્ડ,ગેરંટેડ,રેગ્યુલર રિટર્ન અને કેપિટલ પ્રોટેક્શન પ્લાન્સથી સાવધ રહેવું જોઈએ. બ્રોકર અથવા તેમની અધિકૃત વ્યક્તિ કે  તેમના પ્રતિનિધિઓઅથવા કર્મચારીઓમાંથી કોઈપણ તમારા રોકાણ પર ફિક્સ્ડ,ગેરંટેડ,રેગ્યુલર રિટર્ન અને કેપિટલ પ્રોટેક્શન પ્લાન્સ પ્રદાન કરવા કે  તમારા દ્વારા ચૂકવેલા નાણાં પર વ્યાજ ચૂકવવા માટે તમારી સાથે કોઈપણ લોન કરાર કરવા માટે અધિકૃત નથી. જો તમારા ખાતામાં આવી કોઈ લેવડદેવડ જોવા મળે તો તમારા નાદાર/પ્રતિબંધિત બ્રોકરનો દાવો ગેરલાયક ઠરશે.

3. કૃપા કરીને તમારા ‘KYC’ પેપરમાં તમામ જરૂરી માહિતી જાતે ભરો અને નિયમો અનુસાર બ્રોકર પાસેથી તમારા ‘KYC’ પેપરની સહી કરેલી નકલ મેળવો.  સહમત અને સ્વીકૃત બધી શરતો તપાસો.

4. ખાતરી કરો કે તમારા શેરબ્રોકર પાસે હંમેશા નવી અને સાચી કન્ટેન્ટ ડિટેઇલ છે જેમ કે તમારી સાથે ઇમેઇલ આઇડી/મોબાઇલ નંબર વગેરે અગત્યના છે. ઇમેઇલ અને મોબાઇલ નંબર એક્સચેન્જ રેકોર્ડમાં અપડેટ માટે તમારે તમારા બ્રોકરને મોબાઇલ નંબર આપવો પડશે. જો તમને એક્સચેન્જ કે ડિપોઝિટરી તરફથી નિયમિત સંદેશાઓ ન મળી રહ્યા હોય તો તમારે આ બાબત સ્ટોક બ્રોકર/એક્સચેન્જ ને જાણ કરવી જોઈએ.

5. ઈલેક્ટ્રોનિક (ઈ-મેલ) કોન્ટ્રાક્ટ નોટ્સ અને નાણાકીય વિગતો મેળવવાનું પસંદ કરો જો તમે જાતે જ કોમ્પ્યુટરના જાણકાર હો અને તમારું પોતાનું ઈ-મેલ ખાતું હોય અને તે જ દૈનિક / નિયમિત જુઓ.

6. તમે કરેલાટ્રેડિંગ માટે એક્સચેન્જ તરફથી પ્રાપ્ત થયેલા કોઈપણ ઇમેઇલ/એસએમએસને અવગણશો નહીં. તમારા બ્રોકર  પાસેથી પ્રાપ્ત કરાર નોંધ ને ખાતાની વિગતો સાથે  ચકાસો. જો કોઈ વિસંગતતા હોય તો તરત જ તમારા બ્રોકરને તેના વિશે લેખિતમાં જાણ કરો અને જો સ્ટોકબ્રોકર જવાબ ન આપે તો તરત જ એક્સચેન્જ અથવા ડિપોઝિટરીને જાણ કરો.

7. તમારા દ્વારા સેટ કરેલ એકાઉન્ટની સેટલમેન્ટની ફ્રિકવન્સી તપાસો. જો તમે ચાલુ ખાતું(Current Account) પસંદ કર્યું હોય, તો કૃપા કરીને ખાતરી કરો કે તમારા બ્રોકર તમારા ખાતાને નિયમિત રીતે અને કોઈ પણ સંજોગોમાં 30 થી લઇ 90 દિવસમાં સેટલમેન્ટ કરે છે અને વિગતો મોકલે છે.  તમારા બ્રોકર દ્વારા ડિફોલ્ટના કિસ્સામાં 90 દિવસથી વધુના સમયગાળાના દાવા એક્સચેન્જ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં.

8. ડિપોઝિટરીમાંથી મળેલ કોન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટ (CAS) ની નિયમિત ચકાસણી કરો અને તમારા ટ્રેડઅને વ્યવહારોનું સમાધાન કરો.

9. ખાતરી કરો કે ચૂકવણીની તારીખથી 1 કાર્યકારી દિવસની અંદર તમારા ખાતામાં રકમ અથવા સિક્યોરિટી (શેર) ચૂકવવામાં આવી છે. ખાતરી કરો કે તમે તમારા વેપારના 24 કલાકની અંદર કરારની નોંધ પ્રાપ્ત કરો છો.

10. ટ્રેડ વેરિફિકેશન સુવિધા NSE વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે જેનો ઉપયોગ તમે તમારા વેપારની ચકાસણી માટે કરી શકો છો.

11. બ્રોકર પાસે બિનજરૂરી બેલેન્સ ન રાખો. મહેરબાની કરીને નોંધ કરો કે જો બ્રોકર નાદાર થાય છે તો તે દાવા સ્વીકારવામાં આવશે નહીં જેમાં 90 દિવસથી વેપાર થયો નથી.

12. બ્રોકર્સને સિક્યોરિટીઝના ટ્રાન્સફરને માર્જિન તરીકે સ્વીકારવાની મંજૂરી નથી. માર્જિનના રૂપમાં ઓફર કરેલી સિક્યોરિટી ક્લાયન્ટના ખાતામાં રહેવી જોઈએ. ગ્રાહકોને કોઈપણ કારણોસર બ્રોકર અથવા બ્રોકરના સહયોગી અથવા બ્રોકરની અધિકૃત વ્યક્તિ સાથે કોઈ સિક્યોરિટી આપવાની મંજૂરી નથી. ગ્રાહક દ્વારા વેચવામાં આવેલી સિક્યોરિટી જમા કરવા માટે જ બ્રોકર ગ્રાહકોની સિક્યોરિટીઝ એકત્રિત કરી શકે છે.

13. સારા નફાનું વચન આપતા શેરઅને સિક્યોરિટીઝમાં વેપાર કરવાની લાલચ સાથે ઇમેઇલ્સ અને એસએમએસ મોકલતા છેતરપિંડી કરનારાઓની જાળમાં ન આવો. તમારો યુઝર આઈડી અને પાસવર્ડ કોઈને ન આપો. તમારા બધા શેર અથવા બેલેન્સ રદ થઈ શકે છે. એવું પણ બની શકે છે કે તમારા ખાતામાં મોટી રકમ ઉપાડી શકે છે.

14. POA (પાવર ઓફ એટર્ની) આપતી વખતે સાવચેત રહેવું જોઈએ. શેરબ્રોકર જે શક્તિઓ વાપરી શકે છે અને POA માન્ય છે તે સમયમર્યાદા સ્પષ્ટપણે જણાવો. નોંધનીય છે કે સેબી/એક્સચેન્જો મુજબ POA ફરજિયાત છે કે ફરજિયાત નથી.

15. બ્રોકર દ્વારા રિપોર્ટ કરવામાં આવેલા ફંડ અને સિક્યોરિટી બેલેન્સ અંગે સાપ્તાહિક ધોરણે એક્સચેન્જ દ્વારા મોકલવામાં આવેલા સંદેશાઓ તપાસો અને જો તમને કોઈ વિસંગતતા જણાય તો તરત જ એક્સચેન્જને જાણ કરો.

16. પાસવર્ડ (ઈન્ટરનેટ એકાઉન્ટ) કોઈની સાથે શેર કરશો નહીં. આમ કરવું તમારા સિરક્ષિર પૈસા શેર કરવા જેવું છે.

17. કૃપા કરીને સેબી રજિસ્ટર્ડ સ્ટોક બ્રોકર સિવાયના કોઈપણ અધિકૃત વ્યક્તિ અથવા બ્રોકરના સહયોગીને વેપારના હેતુ માટે ફંડ ટ્રાન્સફર કરશો નહીં.

 

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : આજે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર થયા , તમારા શહેરમાં તે સસ્તું થયું કે મોંઘુ? જાણો અહેવાલમાં

આ પણ વાંચો : Fixed Deposit માં રોકાણ કરનારાઓ માટે અગત્યના સમાચાર , નોંધી લો આ તારીખ , ચુકી જશો તો થશે આર્થિક નુકશાન , જાણો વિગતવાર

Click on your DTH Provider to Add TV9 Gujarati