
યુસીસીના અમલીકરણ પછી મુસ્લિમ સમુદાયમાં હવે બહુપત્નીત્વ અને હલાલાની પ્રથાનો અંત આવશે. જો પહેલી પત્નીના છૂટાછેડા થઈ ગયા હોય અથવા તે હયાત ના હોય તો જ બીજા લગ્નની મંજૂરી આપવામાં આવશે.

યુસીસીના અમલીકરણ પછી હવે બધા ધર્મોની દીકરીઓને તેમના માતાપિતાની મિલકતમાં સમાન અધિકાર મળશે. હાલમાં આ જોગવાઈ ફક્ત હિન્દુ છોકરીઓ માટે જ હતી.

યુસીસીના અમલીકરણ અગાઉ, મુસ્લિમ મહિલાઓ બાળકોને દત્તક લઈ શકતી ના હતી. યુસીસીના અમલીકરણ પછી, બધા ધર્મોની મહિલાઓને બાળકો દત્તક લેવા માટે સમાન અધિકારો મળશે.

લિવ-ઇન રિલેશનશિપ માટે પણ યુસીસીના અમલીકરણમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. આ બધા લોકોને લાગુ પડશે, પછી ભલે તેઓ ઉત્તરાખંડના રહેવાસી હોય કે ના હોય. લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા લોકોએ નોંધણી કરાવવી પડશે. નોંધણી માટે, બંને પુખ્ત વયના હોવા જોઈએ અને તેમની વચ્ચે કોઈ લોહીનો સંબંધ કે કૌટુંબિક સંબંધ ના હોવો જોઈએ.