ચારધામ યાત્રા 2025 30 એપ્રિલથી શરૂ થશે, જ્યારે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખુલશે. બદ્રીનાથ ધામના દરવાજા 4 મેના રોજ ખુલશે, જ્યારે કેદારનાથ ધામની તારીખ મહાશિવરાત્રીના રોજ જાહેર કરવામાં આવશે.
ઉત્તરાખંડની ચારધામ યાત્રા 2025 એપ્રિલથી શરુ થશે. આ યાત્રા હિન્દુઓ માટે સૌથી પવિત્ર તીર્થ યાત્રામાંથી એક માનવામાં આવે છે. દેશ અને દુનિયાભરના લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે આ યાત્રા કરતા હોય છે.
આ યાત્રા ચાર પવિત્ર મંદિરોના દર્શન કરીને કરવામાં આવે છે. જેમાં યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ,તો ચાલો ચારધામ યાત્રા 2025 વિશે વિસ્તારથી માહિતી જાણો.
યાત્રા શરુ કરતાં પહેલા શ્રદ્ધાળુઓને રજિસ્ટ્રેશન કરાવવું પડે છે.રજિસ્ટ્રેશન 2 માર્ચ 2025થી શરુ થાય છે. આ ઓનલાઈન અને ઓફલાઈન બંન્ને રીતે રજિસ્ટ્રેશન કરવામાં આવે છે.ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે રાજ્ય પ્રવાસન એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. રુદ્રાભિષેક જેવા ખાસ ધાર્મિક વિધિઓ માટે ઓનલાઈન બુકિંગ જરૂરી છે.
ચાર ધામ યાત્રા 2025 29 એપ્રિલ 2025 થી શરૂ થશે. પહેલો પડાવ યમુનોત્રી મંદિર હશે. ઉત્તરકાશીમાં દેવી યમુનાને સમર્પિત આ પવિત્ર સ્થળથી યાત્રાળુઓ તેમની યાત્રા શરૂ કરશે.
યમુનોત્રી બાદ ગંગોત્રીની યાત્રા કરવામાં આવે છે. ત્યારબાદ ભારતના 12 જ્યોર્તિલિંગમાંથી એક મંદિર કેદારનાથ ધામ છે. છેલ્લે બદ્રીનાથ ધામના દર્શન કરવામાં આવે છે. જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે.