
બદ્રીનાથ ધામના પંડા પંચાયતના ખજાનચી અશોક ટોડરિયાએ કહ્યું કે, દર્શન માટે પૈસા લેવા એ ભગવાનની ગરિમાની વિરુદ્ધ છે. આવી સ્થિતિમાં આ વખતે દરેક લોકો સામાન્ય દર્શન જ કરી શકશે, જેના કારણે દરેકને દર્શન કરવાની તક મળશે.

યાત્રાના રૂટને દરેક 10 કિલોમીટરના ભાગોમાં વહેંચવામાં આવ્યા છે. દરેક ભાગમાં 6 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. યાત્રા માટે સરકારે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે રજીસ્ટ્રેશનની સુવિધા પૂરી પાડશે.પર્યટન વિભાગ અનુસાર આ વખતે યાત્રિકોની સંખ્યા વધુ હોવાની શકયતા છે.

ભક્તો યાત્રા પહેલા તેમનું બુકિંગ કન્ફર્મ કરવું પડશે, જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય. ઑફલાઇન રજિસ્ટ્રેશન માટે ઋષિકેશ અને હરિદ્વારમાં કાઉન્ટર બનાવવામાં આવશે.

ચાર ધામની યાત્રા યમુનોત્રીથી શરુ થાય છે. ત્યારબાદ બીજો પડાવ ગંગોત્રી ધામ છે. કેદારનાથ ધામ ત્રીજો પડાવ છે અને ચોથો અને છેલ્લો પડાવ બદ્રીનાથ ધામ છે. બદ્રીનાથ ધામમાં ચારધામની યાત્રા પૂર્ણ થાય છે.